Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

છેલ્લા ૨૪ કલાકમાં જાપાનમાં સતત અઢી લાખ ઉપર, સાઉથ કોરિયામાં સવા લાખ ઉપર અને યુએસએ માં એક લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા: અમેરિકામાં ૨૯૨ જાપાનમાં ૨૭૯ અને ઈટલીમાં ૧૨૪ મૃત્યુ સાથે કોરોનાનો હાહાકાર વિશ્વમાં અનેક જગ્યાએ યથાવત ચાલું: ન્યૂઝફર્સ્ટ

છેલ્લા ૨૪ ભારતમાં કોરોનાના નવા ૧૩૨૭૨ કેસ નોંધાયા છે અને ૩૦ ના મૃત્યુ થયા છે સામે ૧૩૯૦૦ સાજા પણ થયા છે. વિશ્વભરની કોરોનાની સ્થિતિ જોઈએ તો રશિયામાં ૩૭૬૦૯, ઈટલી માં ૨૪૬૮૯, તાઈવાનમાં ૨૨૮૧૯,ફ્રાન્સમાં ૨૦૨૩૬, બ્રાઝિલમાં ૧૮૮૬૩,  ઓસ્ટ્રેલિયામાં ૧૬૯૪૯, હોંગકોંગમાં ૬૪૪૫, ન્યૂઝીલેન્ડ ૩૯૪૪, સિંગાપોર ૩૦૦૪, ચાઈના ૨૨૮૬, થાઈલેન્ડ ૨૧૧૦, યુનાઇટેડ આરબ અમીરાત / દુબઈમાં ૬૯૩ અને સાઉદી અરેબિયામાં ૮૯ કેસ નોંધાયા છે. આ સાથે જ અમેરિકામાં ૨૯૨, જાપાનમાં ૨૬૯, ઈટલીમાં ૧૨૪, ચીલીમાં ૯૨, દક્ષિણ કોરિયામાં ૮૩, બ્રાઝિલમાં ૮૨, મેક્સિકો ૭૬, ફ્રાન્સ ૭૪, સ્પેન ૭૪ અને ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૨ લોકોના કોરોના થી મૃત્યુ નીપજ્યા છે.

(5:42 pm IST)