Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

બીજી બીરાદરીના યુવકના પ્રેમમાં પડે પડેલ પુત્રીનું માથું પિતાએ કાપી નાખ્યું: ભાઈએ કસકસાવીને બહેનને પકડી રાખી અને પિતાએ એક ઝાટકે માથું વાઢી નાખ્યું: ઉત્તર પ્રદેશમાં ભયાનક ઘટના સર્જાઈ

લખનૌ.  મેરઠના લખીપુરા નાળામાંથી એક છોકરીનું માથું કાપી નાંખરલ મૃતદેહ મળી આવેલ. હાથ બાંધેલ શબને ચાદરમાં લપેટી હતી, આ છોકરી ૨૫ વર્ષની શાહીનાને તેના પિતા શાહિદ કુરેશી અને ભાઈએ કાપી નાખી હતી.કારણ કે શાહીનને બીજી બિરદારીનાએક છોકરા સાથે પ્રેમ હતો. આરોપી માતાપિતા કસ્ટડીમાં છે.
પોતાના સંતાનના જીવન કરતાં મિથ્યા અભિમાન વધુ મહત્ત્વનું સાબિત થયું છે. જાતે કસાઈ એવા પિતા શાહિદ કુરેશીએ પરિવારની ઈજ્જત બચાવવા દીકરીની પણ હત્યા કરી હતી.  મીડિયા સાથેની વાતચીત દરમિયાન શાહિદે કહ્યું, 'મને મારા કૃત્ય માટે સહેજ પણ પસ્તાવો નથી.  મેં તેને મર્યાદામાં રહેતા શીખવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો.  તે મને અને મારી પત્નીને ડ્રગ્સ આપતી હતી જેથી તે તેના પ્રેમીને મળવા જઇ શકે.  મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.  તેણે અમારા સ્વમાનને ધૂળમાં ભેળવી દીધું, તેથી મારે આ કરવું પડ્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહિદ કુરેશી વ્યવસાયે કસાઈ છે.  પુત્રી શાહિના કુરેશી સૈફી બિરદારીના છોકરા વસીમના પ્રેમમાં પડી ગઈ હતી.  જ્યારે પરિવારને તેની જાણ થઈ ત્યારે શાહીનાને સમજાવવામાં આવી હતી.  શાહિના અને વસીમ એકવાર ઘરેથી ભાગી ગયા હતા પરંતુ પરિવારના સભ્યોએ તેમને શોધી કાઢ્યા અને ઘરે પાછા લાવ્યા.  શાહિદ કુરેશીએ જણાવ્યું કે તેણે શાહીનાના કારણે ઘર બદલ્યું પરંતુ તે માની ન હતી.  તેના પિતા શાહિદ કુરેશી કહે છે કે હત્યાના લગભગ ૨૦ દિવસ પહેલા શાહિનાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.  શાહિદ કુરેશીના કહેવા પ્રમાણે, તેમના મોટા પુત્ર અઝીમે હત્યામાં સાથ આપ્યો હતો.  અઝીમે શાહીનાને ચુસ્તપણે પકડી રાખેલ અને કસાઈ પિતા શાહિદે તેની જ સગી પુત્રીનું માથું વધી નાખ્યું.

(6:44 pm IST)