Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

2013ની સાલના ફોજદારી માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને યોગેન્દ્ર યાદવ નિર્દોષ : એડવોકેટ સુરેન્દ્રકુમાર શર્મા દ્વારા દાખલ કરાયેલ ફોજદારી માનહાની કેસમાં દિલ્હી કોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : દિલ્હીની એક અદાલતે શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી (AAP)ના ભૂતપૂર્વ નેતા યોગેન્દ્ર યાદવને સુરેન્દ્ર કુમાર શર્મા નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલા 2013ના ફોજદારી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.

આ કેસ એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાર્ટીની ટિકિટ પર 2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા માટે AAP દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી.

રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM), વિધિ ગુપ્તાએ આદેશો આપ્યા હતા કે શર્મા દ્વારા ટાંકવામાં આવેલા મીડિયા લેખો બદનક્ષીનો કેસ સ્થાપિત કરતા નથી.

વિગતવાર ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)