Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાષ્ટ્રહિત વિરુદ્ધ વિદેશી ફંડિંગના ઉપયોગ કરવા બાબતે ઇમરાન ખાનની ધરપકડ કરો: પાકિસ્તાનના કેબિનેટ પ્રધાન મરિયમ ઔરંગઝેબની આકરી તડાપીટ: ઇમરાન ખાનના પક્ષે ગેરકાયદે ધનપ્રાપ્તિ માટે ૩૫૧ બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો: ગમે ત્યારે ધડાકા બંધ જાહેરાત થવા સંભવ

પાકિસ્તાનના સુચના અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે વિદેશી ફંડિંગ બાબતે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડની માંગણી કરી છે. મરિયમના કહેવા મુજબ પાકિસ્તાનના ચૂંટણી પંચે પીટીઆઈ પક્ષને એક વિદેશથી સહાયતા મેળવતી પાર્ટી તરીકે જાહેર કરેલ છે કારણ કે આ પક્ષે ધનપ્રાપ્તિ કરવા માટે લગભગ ૩૫૧ બેન્ક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો.
મરીયમ ઔરંગઝેબે કહ્યું હતું કે પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ઇમરાન ખાનની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ના નેતાઓની જેમ જ ધરપકડ કરવી જોઈએ. આ લોકોને માત્ર આરોપોના આધાર ઉપર ગિરફતાર કરવામાં આવ્યા હતા. જો ફેડરલ ઇન્ફોર્મેશન ઇન્વેસ્ટિગેશન એજન્સી શાબાઝ ને ગિરફતાર કરી શકે છે તો ઇમરાન ખાનની શા માટે ધરપકડ કરી શકતી નથી ?
એક પત્રકાર પરિષદને સંબોધન કરતા પાકિસ્તાનના બ્રોડકાસ્ટિંગ અને ઇન્ફોર્મેશન ખાતાના પ્રધાન મરિયમ ઔરંગઝેબે કહ્યું કે જેમણે રાષ્ટ્રહિતની વિરુદ્ધ ગેરકાયદે ફંડિંગનો ઉપયોગ કર્યો તેની ધરપકડ થવી જ જોઈએ.
મરીયમે કહ્યું કે ઇમરાન ખાને પ્રતિબંધિત ફંડિંગ  બાબતે એફઆઈએ સમક્ષ હાજર થવાનો ઇન્કાર કરી દીધો છે, તેમને જેલ થવી જોઈએ. ઇમરાન ખાન એક બાબતે સતત ખોટું બોલીને દેશને ગુમરાહ કર્યો છે. જેની તપાસ પાકિસ્તાનના ચૂંટણી પંચે આઠ વર્ષ સુધી કરી હતી અને ટિપ્પણી કરી હતી કે આ ધન અન્ય લોકોના વ્યક્તિગત ખાતાઓમાંથી પ્રાપ્ત થયુ છે.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ મરિયમએ તે તમામની ધરપકડ કરવાની માગણી કરી છે જેમણે ગેરકાયદે ધનપ્રાપ્તિ માટે બનાવટી બેન્ક ખાતાઓ ખોલ્યા હતા. તેમને એફઆઈએ સામે સમક્ષ હાજર થવાનું કહેવામાં આવે અન્યથા તેઓને સખત કાર્યવાહી માટે તૈયાર રહેવા કહ્યું છે.
વિશેષમાં મરિયમ ઔરંગઝેબે પત્રકારોને કહ્યું હતું કે પીટીઆઇ પક્ષની પ્રતિબંધિત ફંડિંગની તપાસ ચાલી રહી છે અને ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ) એ એક મોટા બેંક ખાતા ન ખુલાસો કર્યો છે, જેનું વિવરણ આવતીકાલે પ્રજા સમક્ષ ખુલ્લુ કરવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે ચૂંટણી પંચે પીટીઆઈ પક્ષને એક વિદેશી સહાયતા પ્રાપ્ત કરનારા પક્ષ તરીકે જાહેર કરેલ, કારણ કે આ પાર્ટીએ ગેરકાયદે ધનપ્રાપ્તિ માટે લગભગ ૩૫૧ બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો.

(8:07 pm IST)