Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

આશ્ચર્યજનક : પાણીની સગવડ વિનાના બિલ્ડીંગને BMC એ પ્રમાણપત્ર આપ્યું : બોમ્બે હાઇકોર્ટની ફટકાર : જ્યાં સુધી ડેવલપર પાણીના કનેક્શન માટે પાઈપ લાઈન નાખવાની જોગવાઈ ન કરે ત્યાં સુધી પ્રમાણપત્ર સસ્પેન્ડ કરતો નામદાર કોર્ટનો ચુકાદો

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે બુધવારે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તેમજ મુંબઈમાં રહેણાંક મકાન બાંધનારા અને બિલ્ડિંગ માટે પાણીનું કનેક્શન લીધા વિના તેના માટે પાર્ટ-ઓક્યુપન્સી સર્ટિફિકેટ મેળવનાર બિલ્ડરને ફટકાર લગાવી હતી [સુબોધ એમ જોશી વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રેટર મુંબઈ અને Ors.]

કોર્ટ એ વાતથી ચિંતિત હતી કે BMC પાણી પુરવઠા વગરની ઇમારતને ઓક્યુપન્સી સર્ટિફિકેટ માટે લાયક ગણે છે.

અરજદારે દાવો કર્યો હતો કે તેને અન્ય લોકો સાથે મળીને નગરપાલિકાના પાણી પુરવઠા વિના નારાયણ નગર ઘાટકોપર (W) ખાતે ઈન્ટિગ્રેટેડ આર્યમાં ફ્લેટનો કબજો આપવામાં આવ્યો હતો.

ન્યાયમૂર્તિ ગૌતમ એસ પટેલ અને ન્યાયમૂર્તિ ગૌરી વી ગોડસેની ડિવિઝન બેન્ચે
અરજી સાથે જોડાયેલા ફોટોગ્રાફ્સનો અભ્યાસ કર્યો, નોંધ્યું કે "વાસ્તવિકતા સંપૂર્ણપણે અલગ છે" અને તે ઇમારત "કોઈપણ અર્થમાં રહેણાંક માટે તૈયાર નથી, ઓછામાં ઓછું માનવીઓ દ્વારા તો નહીં જ .

જ્યાં સુધી ડેવલપર પાણીના કનેક્શન માટે પાઈપલાઈન નાખવાની જોગવાઈ ન કરે ત્યાં સુધી બેન્ચે પ્રમાણપત્ર “ભાગ સસ્પેન્ડ કર્યું હતું તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)