Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

પાકિસ્તાન ક્રિકેટ ટિમને લાગ્યો મોટો ઝટકો : શાહીન આફ્રિદી ઇજાને કારણે એશિયા કપમાંથી બહાર

ગત વર્ષે ટી-20 વર્લ્ડકપમાં શાહીન આફ્રિદીએ રોહિત શર્મા, લોકેશ રાહુલ અને વિરાટ કોહલીને કર્યા હતા આઉટ

દૂબઇ: ટી20 એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને રાહતના સમાચાર મળ્યા છે.  પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. બધા ફેન્ને ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ યાદ હશે. ફાસ્ટ બોલર આફ્રિદીએ રોહિત શર્મા અને કેએલ રાહુલને શરૂઆતમાં જ આઉટ કરીને ભારતીય ટીમને મોટો ઝટકો આપ્યો હતો. બાદમાં તેણે વિરાટ કોહલીને પણ આઉટ કર્યો હતો. તેની શાનદાર રમતના કારણે વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનની ટીમ ભારતને હરાવવામાં સફળ રહી હતી. પાકિસ્તાને આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. બાદમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને અણનમ અડધી સદી ફટકારી હતી.

શાહીન આફ્રિદીને ઘૂંટણમાં ઇજા થઇ છે અને તેને સ્વસ્થ થતા 4થી 6 અઠવાડિયા જેટલો સમય લાગશે. શાહીન આફ્રિદી ટી-20 વર્લ્ડકપ પહેલા ફિટ થઇ જશે. શાહીન આફ્રિદી ઇંગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં પણ નહી રમી શકે.

(9:38 pm IST)