Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સવારના 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ચરણજિતસિંહ ચન્ની : 1966 માં પંજાબની રચના બાદ પહેલા દલિત સીએમ

રાજ્યપાલ સાથે મળીને સમય નક્કી કરાયો : ચન્ની 2015 થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

નવી દિલ્હી :  આવતીકાલે સવારના 11 વાગ્યે પંજાબના સીએમ તરીકે ચરણજિતસિંહ ચન્ની શપથ લેશે રાજ્યપાલ સાથે મળીને સમય નક્કી કરાયો છે

ચન્ની દલિત સમૂદાયના દિગ્ગજ નેતા છે અને તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના ખાસ છે. ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે દલિત સમુદાયને એક મોટો મેસેજ આપ્યો છે. દલિત નેતાને સીએમ બનાવીને કોંગ્રેસ એક મોટી વસતીને સાધવાનું કામ કર્યું છે. તેમને કમાન સોંપીને કોંગ્રેસે હિંદુ, દલિત અને શીખોને સાધવાનું કામ કર્યું છે. રાજ્યમાં દલિતોની લગભગ 20 ટકા વસતી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસની આ વોટબેન્ક વિખેરાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં દલિતો વોટોને એકજૂટ કરવા માટેની આ સારી તક હતી.

1966 માં પંજાબની રચના બાદ ચરણજીત ચન્ની પહેલા દલિત સીએમ છે. ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે તેઓ અમરિન્દર સરકારમાં ટેકનોલોજી શિક્ષણ મંત્રી હતા. તેઓ પંજાબના મુખ્યમંત્રી બનનાર પહેલા દલિત સીએમ બન્યાં છે. પંજાબના દોઆબા ક્ષેત્રના કદ્દાવર કોંગ્રેસ નેતા છે. 
ચરણજીત સિંહ ઘણા લાંબા સમયથી કેપ્ટન અમરિન્દરની સામે બળવો પોકારી રહ્યાં હતા. તેઓ 2015 થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

  મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા બાદ ચન્નીએ કહ્યું કે મારુ પહેલું કામ લોકો કલ્યાણકારી કામોને પુરા કરવાનું છે. હું બધા લોકોને સાથે રહીને ચાલીશ.

(12:00 am IST)