Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઓસ્ટ્રેલિયાની સ્ટેફની મિલિંગરે 5 મિનિટથી વધુ સમય એલ-સિટ પોઝિશનમાં રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો: જુઓ વિડિઓ

વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ: મહિલાની ફિટનેસ, સખત મહેનત અને સમર્પણની પ્રશંસા

મુંબઈ : વિશ્વના કલા કૌશલ્ય અને કૌવત સભર અનેક વિડિઓ વાયરલ થતા રહે છે તેવામાં તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીએ 5 મિનિટથી વધુ સમય માટે એલ-સિટ પોઝિશનમાં રહીને  ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યુ છે.

ઓસ્ટ્રેલિયાની સ્ટેફની મિલિંગર નામની આ મહિલાએ 5 મિનિટથી વધુ સમય માટે એલ-સિટ પોઝિશનમાં રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી આ વીડિયો શેર કર્યો છે અને સાથે લખ્યુ કે, “L-sit પોઝિશનમાં સૌથી વધુ સમય 5 મિનિટ 15 સે. “સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકો ઓસ્ટ્રેલિયન મહિલાની ફિટનેસ, સખત મહેનત અને સમર્પણની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે ,ઉપરાંત યુઝર્સ ગિનિસ વર્લ્ડ રેકોર્ડના  ઈતિહાસમાં તેનું નામ અંકિત થવા બદલ તેને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.

(12:00 am IST)