Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે ગુજરાત દેશમાં બિહાર સાથે બીજા સ્થાને:યુપી પ્રથમ ક્રમે

વર્ષ 2020માં દેશમાં પ્રેમ પ્રકરણના કારણે કુલ 1443 હત્યાના બનાવો : ઉત્તરપ્રદેશમાં 370 હત્યા અને ગુજરાત – બિહારમાં 170 હત્યા જયારે મધ્યપ્રદેશમાં 147: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી : દેશમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. હત્યા પાછળ અનેક કારણો હોય છે, જેને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના રીપોર્ટમાં વિસ્તારપૂર્વક દર્શાવવામાં આવે છે. વર્ષ 2020 ના NCRB માં ગુજરાત માટે ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે.

  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વર્ષ 2020 રીપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે આખા વર્ષમાં દેશમાં પ્રેમ પ્રકરણના કારણે કુલ 1443 હત્યાના બાવાનો બન્યા, એમાં ગુજરાતમાં 170 હત્યાના બનાવોનો સમાવેશ થાય છે. એટલે કે વર્ષ 2020 દરમિયાન દેશમાં પ્રેમ પ્રકરણ મામલે કુલ હત્યાઓ થઈ એની 12 ટકા હત્યા ગુજરાતમાં થઇ છે અને આ આંકડા સાથે ગુજરાત પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે દેશમાં બીજા ક્રમે રહ્યું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વર્ષ 2020 રીપોર્ટ પ્રમાણે 2020 ના વર્ષમાં દેશમાં પ્રેમ પ્રકરણના કારણે કુલ 1443 હત્યાઓ થઇ, જેમાં ટોપ-5 રાજ્યો આ પ્રમાણે છે :

ઉત્તરપ્રદેશ – 370 હત્યા
ગુજરાત – બિહાર – 170 હત્યા
મધ્યપ્રદેશ – 147 હત્યા
મહારાષ્ટ્ર – 116 હત્યા
રાજસ્થાન – 66 હત્યા

પ્રેમ પ્રકરણમાં હત્યા મુદ્દે ટોપ-5 રાજ્યોની સ્થિતિ પ્રમાણે માત્ર ઉત્તરપ્રદેશમાં ગુજરાતથી વધુ હત્યાઓ થઇ છે, જયારે બિહાર ગુજરાત સાથે જ બીજા ક્રમે રહ્યું છે, જયારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ગુજરાત કરતા પણ ઓછી સંખ્યામાં હત્યા થઇ છે.

રાજ્યના રાજકોટ મહાનગરમાં તાજેતરમાં જ પ્રેમ પ્રકરણ મુદ્દે એક યુવકની હત્યા કરવામાં આવી છે. માસીના પ્રેમમાં ગળાડૂબ ભાણીયાની તેના માસાએ જ હત્યા કરી નાખી અને આ રીતે લગ્નેત્તર અને અનૈતિક સંબંધો હત્યાનું કારણ બન્યા છે.

(9:26 am IST)