Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અમેરિકાના 'સમલૈગિંક' ગવર્નરે મેલ પાર્ટનર સાથે કર્યા લગ્નઃ ૧૮ વર્ષથી પ્રેમમાં હતા

જેરેડ મહાસત્ત્।ા અમેરિકાના પહેલા એવા ગવર્નર પણ બની ગયા છે જેમણે પદ પર રહીને સમલૈગિંક લગ્ન કર્યા છે : બોલ્ડર સિટીમાં આયોજીત લગ્ન સમારોહમાં જેરેડ અને રીસ સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાયા : ગત ડિસેમ્બરમાં બંને સગાઇ કરી હતી, પરંતુ એ પછી રીસ કોરોના સંક્રમિત થતાં લાંબા સમય માટે સારવાર લીધી હતીઃ રીસના સંક્રમણ મૂકત થતાં જેરેડ કોરોનાની ઝપેટમાં આવ્યા, જેના લીધે બંનેના લગ્નમાં સમય લાગ્યો

વોશિંગટનઃ અમેરિકાના કોલોરાડો સ્ટેટના ગવર્નર જેરેડ પોલિસ એ એમના મેલ પાર્ટનર સાથે લગ્ન કરી લીધા છે. જેરેડ ૨૦૧૮માં કોલોરાડાના ગવર્નર તરીકે ચૂંટાયા હતા. ખાસ વાત એ છે કે એ સમયે તેઓ જાહેરમાં સ્વીકારી ચૂકયા હતા કે પોતે 'ગે'છે. જેરેડ મહાસત્ત્।ા અમેરિકાના પહેલા એવા ગવર્નર પણ બની ગયા છે જેમણે પદ પર રહીને સમલૈગિંક લગ્ન કર્યા છે. જેરેડએ લેખક અને એનિમલ વેલફેર એડવોકેટ માર્લન રીસ સાથે લગ્ન કર્યા છે.

આ બંનેના સમલૈગિંક લગ્ન એક યહૂદી સમારોહમાં થયા હતા. બોલ્ડર સિટીમાં આયોજીત આ લગ્નમાં જેરેડ અને રીસના સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા. આ બંને વિતેલા ૧૮ વર્ષથી સાથે હતા. ગવર્નર જેરેડના બે બાળકો પણ છે જેમાં એક સાત વર્ષનો છોકરો અને બીજી ૯ વર્ષની છોકરી છે.

ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને ગવર્નર જેરેડ પોલીસ અને લેખક માર્લન રીસે ગત વર્ષે ડિસેમ્બરમાં સગાઇ કરી હતી. રીસે કોરોના સંક્રમિત થવાને લીધે લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જયારે રીસ કોરોનાથી મૂકત થયા ત્યારે ગવર્નર કોરોનાથી સંક્રમિત થયા, આ કારણે બંનેના લગ્નમાં લાંબા સમય લાગ્યો.

લગ્ન બાદ આ સમલૈગિંક કપલે લગ્ન સમારોહ સંબોધતા કહ્યું એક પરિણીત યુગલ તરીકે અમારા જીવનને એકસાથે મનાવવાનો અવસર આપવા માટે પરિવાર અને મિત્રોના આભારી છીએ.

જેરેડ પોલિસ આ પહેલા અમેરિકાની પ્રતિનિધ સભા માટે ચૂંટાયેલા પહેલા સમલૈગિંક પેરેન્ટ બનીને ઇતિહાસ રચી ચૂકયા છે. 

(10:04 am IST)