Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

૮૦ વર્ષના દાદાને મળી ૬૦ વર્ષની દુલ્હન : પૌત્ર-પૌત્રીઓએ વાજતે-ગાજતે કરાવ્યા લગ્ન

પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર એક અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે

ઈસ્લામાબાદ,તા.૨૦: લગ્નો તો તમે ઘણા જોયા હશે અને ઘણા એવા લગ્નોમાં તમે સામેલ પણ થયા હશો જેમાં દુલ્હા-દુલ્હનને જોઈને આશ્યર્ય થાય. અહીં પણ એક એવા જ લગ્ન વિશે અમે જણાવી રહ્યા છીએ. નવાઈની વાત એ નથી કે, એક વૃદ્ઘે બીજા લગ્ન કર્યા. આશ્ચર્યની વાત એ છે કે, આ વૃદ્ઘના લગ્ન તેમના પૌત્ર-પૌત્રીએ ગોઠવી આપ્યા હતા. પોતાના લગ્નથી વૃદ્ઘ એટલા ખુશ હતા કે, પોતાની ખુશી વ્યકત કરવા નાચવા લાગ્યા હતા.

પાકિસ્તાનમાં થયેલા એક લગ્ન હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. પાકિસ્તાનની એક ટીવી ચેનલે રવિવારે જાણકારી આપતા જણાવ્યું કે, એક ૮૦ વર્ષની વ્યકિતને એક નવી દુલ્હન મળી ગઈ છે. વૃદ્ઘના લગ્નથી તેના પૌત્ર-પૌત્રીઓ ઘણા ખુશ છે. પાકિસ્તાનની વ્યકિતનું નામ અબ્દુલ રઝાક છે, જે લોધરાન જિલ્લાના આરાયન ગામના રહેવાસી છે.

રઝાકે ૮૦ વર્ષની ઉંમરે લગ્ન કરવાની ઈચ્છા વ્યકત કરી અને તેના પૌત્ર-પૌત્રીઓએ પોતાના દાદાની ઈચ્છાનું સન્માન કરતા લગ્નની વ્યવસ્થા કરી. રઝાકના લગ્ન સંપૂર્ણ રીત-રિવાજો સાથે કરાયા. ૮૦ વર્ષના રઝાકના લગ્ન ૬૦ વર્ષની મહિલા સાથે થયા.

રઝાક પોતાના લગ્નથી એટલા ખુશ છે કે, તે તેને છૂપાવી ન શકયા. પોતાના લગ્નની ખુશી વ્યકત કરવા તે પાતે પણ નાચવા લાગ્યા. સેરૈકી સંસ્કૃતિ મુજબ રઝાકના લગ્ન થયા હતા.

ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાએ પોતાના પુરુષ નાગરિકો પર પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ અને મ્યાનમાર આ ૪ દેશોની મહિલાઓ સાથે લગ્ન કરવા સામે પ્રતિબંધ છે. જાણવા મળ્યા મુજબ, એટલું એટલા માટે કરાયું છે કે, જેથી સાઉદી અરેબિયાના પુરુષોને પ્રવાસી અને દેશનિકાલ કરાયેલી મહિલાઓ સાથે લગ્ન કરતા રોકી શકાય. ફ્રાન્સમાં મરણોપરાંત મૃતક જીવનસાથી સાથે લગ્નનો નિયમ છે. આ પ્રક્રિયા પહેલા વિશ્વ યુદ્ઘ દરમિયાન એ સમયે શરૂ થઈ હતી, જયારે મહિલાઓના લગ્ન એ પ્રોકસી જવાનો સાથે કરી દેવાતા હતા, જેમનું સપ્તાહો પહેલા મોત થઈ ચૂકયું હોય. 

(10:04 am IST)