Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

લાંબુ જીવવું હોય તો ચાલવાનું રાખો : રોજના ૭૦૦૦ સ્ટેપ્સ ચાલવાથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો ૫૦થી ૭૦ ટકા સુધી ઘટી જાય છે

લાંબી ઉંમર માટે તંદુરસ્ત લાઈફસ્ટાઈલને અપનાવવી જરૂરી છે. ખાણી-પીણી અને અનહેલ્થી આદતોનું અસર સીધું માણસની જિંદગી પર પડે છે

નવી દિલ્હી,તા.૨૦: લાંબી ઉંમર માટે તંદુરસ્ત લાઈફસ્ટાઈલને અપનાવવી જરૂરી છે. ખાણી-પીણી અને અનહેલ્થી આદતોનું અસર સીધું માણસની જિંદગી પર પડે છે. એક નવા અભ્યાસ મુજબ, રોજના ૭૦૦૦ સ્ટેપ્સ ચાલવાથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો ૫૦થી ૭૦ ટકા સુધી ઘટી જાય છે. આ અભ્યાસ JAMA નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થઈ છે.

ફિઝિકલ એકિટવિટી એપિડેમાયોલોજિસ્ટ અને સ્ટડીના પ્રમુખ લેખલ અમાંડા પલુચે જણાવ્યું કે ૧૦,૦૦૦થી વધુ સ્ટેપ્સ ચાલવા અથવા ઝડપથી ચાલવાથી કોઈ પણ પ્રકારનો અતિરેકત લાભ મળતો નથી. તેમણે ૧૦,૦૦૦ સ્ટેપ્સ ચાલવા પર જાપાની પેડોમીટર માટે આશરે એક દસ્કા જૂના માર્કટિંગ કેમ્પેઈનનો ભાગ ગણાવ્યો.

આ માટે શોધકર્તાઓએ કોરોનરી આર્ટરી રિસ્ક ડેવલોપમેન્ટ ઈન યંગ એડલ્ટ સ્ટડી પાસેથી ડેટા લીધો છે, જે વર્ષ ૧૯૮૫માં શરૂ થઈ હતી અને આના પર શોધ યથાવત છે. ૩૮થી ૫૦ વર્ષની ઉંમરના આશરે ૨૧૦૦ વોલન્ટિયર્સને ૨૦૦૬માં એકસીલરોમીટર પહેરાવાયું હતું. ત્યારબાદ તેમની તંદુરસ્તીને આશરે ૧૧ વર્ષ સુધી મોનિટર કરવામાં આવ્યું.

ત્યારબાદ ૨૦૨૦-૨૧માં તે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને આમાં સામેલ વોલંટિયર્સને ૩ અલગ અલગ ગ્રુપ્સમાં બાંટવામાં આવ્યા. પહેલા લો સ્ટેપ વોલ્યુમ(રોજના ૭૦૦૦થી ઓછા સ્ટેપ્સ), બીજા મોડરેટ(૭૦૦૦-૯૦૦૦ સ્ટેપ્સ) અને ત્રીજા હાઈ(૧૦,૦૦૦થી વધુ સ્ટેપ્સ).

આ અભ્યાસના આધાર પર વિશેષજ્ઞોએ જણાવ્યું કે રોજના ૭૦૦૦-૯૦૦૦ સ્ટેપ્સ ચાલતા વોલંટિયરના આરોગ્યને ઘણો ફાયદો થયો છે. જો કે પ્રતિદિવસ ૧૦,૦૦૦થી વધુ સ્ટેપ્સ ચાલનારા લોકોના આરોગ્યને કોઈ ખાસ લાભ મળ્યો નથી. શોધકર્તાઓએ અભ્યાસ થકી જાણ્યું કે રોજ ૭૦૦૦ સ્ટેપ્સ ચાલતા લોકોમાં કોઈ પણ કારણથી મોતનો ખતરો ૫૦-૭૦ ટકા સુધી ઘટી જાય છે.

(10:05 am IST)