Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૩૩

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

જુનુ મન
‘‘જો તમે તમને ગમતી વસ્‍તુઓ તરફ જ રૂચી રાખો છો તો તમે તમારા જુના મનને અનુસરો છો તમને જેના ગમતી હોય તેવી વસ્‍તુઓ પણ તમારે કરવી જોઇએ અને તો જ વિકાસ થશે''
વિકાસ લોકો વિચારે છે એટલો સરળ નથી. તે પીડાદાયક છે અને સૌથી વધારે પીડા ત્‍યારે  થાય છે જયારે તમે તમારા -ગમા-અણગમાની વિરૂધ્‍ધ જાય છો.
એ કોણ છે જે કહે છે, ‘‘આ ગમે છે અને મને આ નથી ગમતું'' તે તમારૂ જુનુ મન છે, તમે નથી. જો તમે તેને પરવાનગી આપશે તો તમે કયારેય બદલી નહી શકો મન હંમેશા તમને જૂના રસ્‍તાઓ પર રહવાનું કહેશે કારણ કે તે-તેને પસંદ છે. તેથી વ્‍યકિતઓ તેની બહાર આવવું જ પડશે-કયારેક વ્‍યકિતએ પોતાના ગમા-અણગમાના વિરૂધ્‍ધ જવુ જ પડશે.
જયારે વ્‍યકિત જૂની પધ્‍ધતિઓને બદલાવે છે, તે પીડાકારક છે, તે દુઃખ આપેછે તે નવી ક્રિયા શીખવા જેવુ છે તમે જૂની ક્રિયા બરાબર જાણો છો તેવી સરળતાથી કહી શકો છો નવી ક્રિયા તમારા માટે અઘરી છે તે ફકત નવી ક્રિયા શીખવાની પ્રક્રિયા નથી, તમારૂં નવુ અસ્‍તીત્‍વ બનાવવાની પ્રક્રિયા છે જૂનાને મૃત્‍યુ પામવુ પડશે. નવાને જન્‍મ આપવા માટે જૂનાને જવુ પડશે. નવાને લાવવા માટેજો તમે જૂની પ્રક્રિયાને જ કર્યા કરશો તો નવાને આવવા માટે કોઇ જગ્‍યા જ નહી રહે.

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧


આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:33 am IST)