Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કેમ ઘટતા નથી કોરોનાના કેસ ?

દેશમાં ૨૪ કલાકમાં ૩૦,૨૫૬ દર્દીઓ નોંધાયા : ૨૯૫ લોકોએ જીવ ગુમાવ્યા

દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે

નવી દિલ્હી તા. ૨૦ : દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જયારે ૨૯૫ લોકોએ વાયરસથી જીવ ગુમાવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૦,૨૫૬ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ૩૩,૪૭૮,૪૧૯ પર પહોંચી છે. ગઈ કાલે ૩૦,૭૭૩ નવા દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી ૩,૧૮,૧૮૧ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૪૩,૯૩૮ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૩,૨૭,૧૫,૧૦૫ થઈ છે.

સરકારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૯૫ દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં થયેલા મૃત્યુની સંખ્યા ૪,૪૫,૧૩૩ થઈ છે. દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના ૮૦,૮૫,૬૮,૧૪૪ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૩૭,૭૮,૨૯૬ ડોઝ છેલ્લા ૨૪ કલાકમાં અપાયા છે.

નવા જે ૩૦,૨૫૬ કેસ નોંધાયા છે તેમાંથી કેરળમાં ૧૯,૬૫૩ નવા દર્દીઓ નોંધાયા છે. જયારે ૧૫૨ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

(10:45 am IST)