Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગુપ્ત રીતે દાન લીધું : ઓસ્ટ્રેલિયાના પ્રધાનનું રાજીનામું

કેનબેરા,તા.૨૦: પોતાના અંગત કેસની ફી ચુકવવા માટે નાણા ઉભા કરવા એક ગુપ્ત સ્ત્રોત તરફથી દાનની રકમ સ્વીકાર્યાની કબુલાત કર્યા બાદ ઓસ્ટ્રેલિયા ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતાના પ્રધાન ક્રિસ્ટિયન પોર્ટરે આજે રાજીનામું આપ્યુ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસને એમનું રાજીનામું સ્વીકારી લીધું છે. મોરીસને કહ્યું કે પોર્ટરે તાત્કાલિક અસરથી એમના પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. મોરીસને આ પ્રકરણમાં નિષ્ણાતો તરફથી સલાહ માંગી હતી, પરંતુ પોર્ટરે રાજીનામું આપી દીધુ છે.

પોર્ટરે દિવસ પહેલા જણાવ્યું હતુ કે એક પત્રકાર સામેના માનહાનિને લગતા બંધ કરાયેલા એક કેસમાં પોતાની કાનુની ફી ચુકવવા માટે એમણે 'લીગલ સર્વિસીસ ટ્રસ્ટ' નામે ઓળખાતી નેત્રહીન વ્યકિતઓ માટેના એક ટ્રસ્ટ તરફથી દાનની રકમ સ્વીકારી હતી. પોર્ટરે અગાઉ એટર્ની-જનરલ તરીકે સેવા બજાવી હતી.

(10:47 am IST)