Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

નાગાલેન્ડમાં હવે વિપક્ષ પાર્ટી હશે નહીં

દરેક પક્ષો સાથે મળીને સરકાર ચલાવશે : અનોખી પહેલ વાળું રાજય

કોહિમા તા. ૨૦ : નાગાલેન્ડ દેશનું એક એવું રાજય છે થશે જયાંકોઈ વિપક્ષી પાર્ટી હશે નહીં. ત્યાં દરેક પક્ષો એક સાથે મળીને સરકાર ચલાવાનો નિર્ણય કર્યો છે. નાગાલેન્ડ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા દરેક રાજનૈતિક દળોએ કોહિમામા સર્વદળીય સરકારે ગઠનનેઅંતિમ રૂપ આપવામાં આવ્યું. ગૃહે સંકલ્પ લીધો કે નવી સરકારનેસંયુકત લોકતાંત્રિક ગઢબંધન કહેવામાં આવશે.તેમાં બીજેપી પણ સામેલ છે.

નાગાલેન્ડના સીએમ નેફિયૂ રીયોનીઅધ્યક્ષતામાં થયેલી બેઠકમાં વિપક્ષ રહિત વ્યવસ્થા અપનાવવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. સીએમે ટ્વીટ કર્યું, દરેક વિધાયક મળીને સરકાર ચલાવશે. શરૂમાં પ્રદેશ બીજેપીના નેતા સર્વદળીય સરકાર બનાવાના પ્રસ્તાવથી સહમત નહોતા. મુખ્યમંત્રી રિયોના બીજેપીના કેન્દ્રીય નેતૃત્વને આશ્વસ્ત કર્યા બાદ પાર્ટી માની ગઈ.બીજેપી પહેલેથી જ સરકારમાં એનડીપીપીનીમુખ્ય સહયોગી છે.

(11:50 am IST)