Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ચાલો, આવજો... આવતા વર્ષે ફરી મળીશું...

કોરોના નિયંત્રણો વચ્ચે ૧૦ દિવસ સુધી શ્રીજીની ઉત્સાહ, ઉમંગ, ઉમળકાસાથે આગતા-સ્વાગતા કર્યા બાદ રવિવારે અનંત ચૌદશ નિમિત્તે ભકતોએ વિઘ્નરાજને ભારે હૈયે વિદાય આપી હતી. પોલીસનો ચાંપતો બંદોબસ્ત અને ઘર આંગણે જ પ્રતિમાના વિસર્જનના આગ્રહને લઇને રાજમાર્ગ પર દાયકાઓથી દેખાતી ભીડ પ્રમાણમાં ઓછી રહી હતી. જોકે, ઠેરઠેર શેરી, મહોલ્લા, સોસાયટીમાં ભકિતની ભીડ દેખાઈ હતી. સેંકડો સોસાયટી, શેરીમાં પુષ્પોથી સજાવેલા કુડ, તપેલા, ટાંકીમાં ગણેશજીની પ્રતિમાઓનું ભકિતમય માહોલમાં વિસર્જન કરાયું હતું. સુરત મહાનગરપાલિકાએ તૈયાર કરેલા ૧૯ કૃત્રિમ તળાવોમાં ૪૦ હજાર શ્રીજી પ્રતિમાનું વિસર્જન થયું હોવાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. વિસર્જનની આ પ્રકિયામાં સુરતમાં મીની કારમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમા વિસર્જન માટેની યાત્રામાં જયારે રસ્તા ઉપરથી પસાર થતી હતી ત્યારે વિઘ્નહર્તાની પ્રતિમા જાણે સ્વંય બોલતી હતી.. ચાલો આવજો ત્યારે...આવતા વર્ષે ફરી મળીશું...!! - (સાભાર સંદેશ)

(3:17 pm IST)