Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભૂપેન્દ્રભાઇ પટેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ : શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ગુજરાત ના મુખ્યમંત્રીશ્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે દિલ્હીની મુલાકાતે ગયા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીની સૌજ્ન્ય શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રપતિ ભવન ખાતે લીધી હતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકેયા નાયડુની દિલ્હીમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે નવી દિલ્હીમાં  કેન્દ્રીય  ગૃહ  મંત્રીશ્રી અમિત ભાઈ શાહજી ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નવી દિલ્હીની તેમની મુલાકાત દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

(3:56 pm IST)