Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાહુલ ગાંધી વિરુદ્ધ આરએસએસ કાર્યકર્તાની અરજી બોમ્બે હાઇકોર્ટે ફગાવી

રાહુલ ગાંધીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસ જવાબદાર હોવાનું જણાવ્યું હતું : થાણેની અદાલતે અરજી નામંજૂર કરતા ચુકાદાને હાઇકોર્ટમાંપડકાર્યો હતો

મુંબઈ : રાહુલ ગાંધી વિરુદ્ધ આરએસએસ કાર્યકર્તાની અરજી બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેમણે 2014 ની સાલમાં આપેલા એક ભાષણમાં

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસ જવાબદાર હોવાનું જણાવ્યું હતું .

કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીના આ નિવેદન વિરુદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના કાર્યકર રાજેશ કુંટેએ થાણે અદાલતમાં માનહાનિનો દાવો નોંધાવ્યો હતો. જેને અદાલતે માન્ય નહીં કરતો ચુકાદો આપ્યો હતો.

આથી આ ચુકાદાને બોમ્બે હાઇકોર્ટેમાં પડકારાયો હતો.અને બોમ્બે હાઇકોર્ટે થાણે અદાલતના ચુકાદાને માન્ય રાખી રાજેશ કુટની અરજી ફગાવી દીધી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:08 pm IST)