Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સંયુક્ત અરબ અમીરાતમાં રહેવા વાળા ભારતીય લોકો માટે એક મોટા સમાચારઃ 100 વખત કોવિડ ટેસ્ટ કરાવનાર ભારતીયને રિપોર્ટ વગર મળશે દેશમાં એન્ટ્રી

ક્રાઈસિસ એન્ડ ડિજાસ્ટર કમિટી દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા

જે ભારતીય લોકોને અબુધાબીમાં કામ અર્થે જવું પડે છે તે લોકો માટે હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા જો હવે કોઈ પણ વ્યક્તિએ 100 વખત ટેસ્ટ કરાવ્યો હશે તો તેણે હવે ટેસ્ટ કરાવો નહી પડે.

સંયુક્ત અરબ અમીરાતમાં રહેવા વાળા ભારતીય લોકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુએઈમાં રહેતા ભારતીયો ઘણી વખત કામને લઈને રાજધાની અબૂધાબીમાં આવતા જતા હોય છે. જેમા તેમને કોરોના સંબંધી પ્રોટોકોલનું પાલન કરવું પડે છે. પરંતુ હવે આ મુદ્દે અમુક નિયોમામાં ફેરબદલી કરવામાં આવી છે.

હવે રોજબરોજ મુસાફરી કરાનારાને રિપોર્ટ નહી કઢાવો પડે

ઘણા બધા લોકો કે જેઓ યુએઈમાં રહે છે. તેઓ અબુધાબીમાં પ્રવેશ કરવાને લઈને 100 વખત આરટીપીસીઆર ટેસ્ટ કરાવી ચુક્યા છે. જેથી તે લોકોએ હવે આરટીપીસીઆર ટેસ્ટ નહી કરવો પડે તેવો નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. ક્રાઈસિસ એન્ડ ડિજાસ્ટર કમિટી દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

લોકો પહેલા ઘણા હેરાન થતા હતા

જે લોકો દુબઈથી રોજ અબુધાબી જતા હતા તેમણે પણ રોજ ટેસ્ટ કરવો પડતો હતો. જેના કારણે તે લોકો ઘણા હેરાન થતા હતા. પરંતુ હવે તે લોકો રાહતથી ફરી શકશે. આપને જણાવી દઈએ કે કોવિડના પ્રોટોકોલ ફોલો કરવા મામલે યુઈએ પહેલાથીજ આગળ રહ્યું છે.

શેડ્યુલ પ્રમાણે ટેસ્ટ કરવા જવું પડતું હતુ

ઉલ્લેખનીય છે કે જે લોકો ખાસ કરીને દુબઈથી અબુધાબી જતા હતા. તે લોકો માટે ખરેખરમાં રાહતના સમાચાર છે. કારણકે પ્રોટોકોલ પાલન કરવાને લઈને તેમને ઘણો સમય લાગી જતો હતો. જેના કારણે ઘણી વખત તો લોકો પોતાની યાત્રા ટાળી દેતા હતા. કારણકે ટેસ્ટ કરવાને લઈને તે લોકો જે શેડ્યુલ આપે તે પ્રમાણે જવું પડતું હતું.

(5:32 pm IST)