Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પોર્નગ્રાફી કેસ :રાજ કુન્દ્રાને હાઇકોર્ટે આપી વચગાળાની રાહત : આગોતરા જામીન અરજીની 25મીએ સુનવણી

મુંબઈ સેશન કોર્ટે તેમની આગોત્રી જામીન રદ્દ કરતા રાજકુંદ્રાએ જામીનની માંગ કરતા બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાયો હતો.

મુંબઈ સેશન કોર્ટે તેમની આગોત્રી જામીન રદ્દ કરી દીધી હતી. જ્યાર બાદ રાજ કુન્દ્રાએ સાઈબર પોલીસ દ્વારા દાખલ મામલામાં જામીનની માંગ કરતા બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાયો હતો. 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેમની 19 જુલાઈએ ધરપકડ કરી હતી. આ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી છે.  આગોત્રા જામીન અરજી પર સુનાવણી 25 ઓગસ્ટે થશે.  

રાજ કુંદ્રાને આગોત્રી જામીન નવેમ્બપ 2020ના એક કેસમાં મળી છે. આ કેસમાં મુંબઈ સેશન કોર્ટે તેમની આગોત્રી જામીન રદ્દ કરી દીધી હતી. જ્યાર બાદ રાજ કુન્દ્રાએ સાઈબર પોલીસ દ્વારા દાખલ મામલામાં જામીનની માંગ કરતા બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાયો હતો. 

પોલીસે ચાર્જશીટમાં દાવો કર્યો છે કે કુંન્દ્રાએ પોર્ન રેકેટના દિન-પ્રતિદિનના સંચાલન માટે વિયાન ઈન્ડસ્ટ્રીઝના મુંબઈ કાર્યાલયનો ઉપયોગ કર્યો. મુંબઈ પોલીસ જણાવ્યું કે તે Hotshots અથવા Bollyfame એવી એપ છે જેના દ્વારા આરોપીએ અશ્લીસ સામગ્રી ઓનલાઈન અપલોડ કરી હતી. શિલ્પા શેટ્ટી ઉપરાંત કુન્દ્રા અને થોર્પના વિરૂદ્ધ મામલાને સાબિત કરવા માટે 42 વધુ સાક્ષીઓના નિવેદન છે. જેમાંથી અમુક એક મજીસ્ટ્રેટના સામે દાખલ કરવામાં આવ્યું છે

(6:42 pm IST)