Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ટીએમસીના સુષ્મિતા દેવ વિરોધ વગર પહોચશે રાજ્યસભા : ભાજપ કોઈ ઉમેદવાર નહિ ઉતારે

સુષ્મિતા દેવ તાજેતરમાં કોંગ્રેસ છોડ્યા બાદ પાર્ટીમાં સામેલ થયા હતા.

પશ્ચિમ બંગાળ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યુ છે કે પાર્ટી રાજ્યસભા પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના સુષ્મિતા દેવ વિરૂદ્ધ કોઇ ઉમેદવાર નહી ઉતારે.

સુવેન્દુ અધિકારીએ એક ટ્વીટમાં કહ્યુ, “ભાજપ પશ્ચિમ બંગાળમાં યોજાનારી રાજ્યસભા પેટા ચૂંટણી માટે કોઇ ઉમેદવારને નહી ઉતારે. અમારૂ ધ્યાન આ સુનિશ્ચિત કરવુ છે કે અનિર્વાચિત મુખ્યમંત્રી એક વખત ફરી અનિર્વાચિત થઇ જાય. જય માં કાલી.”

ભાજપના પશ્ચિમ બંગાળમાંથી ખાલી થયેલી બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર ના કરવાના નિર્ણય સાથે ટીએમસીના સુષ્મિતા દેવ વિરોધ વગર જીતી શકે છે. આ વચ્ચે સુષ્મિતા દેવ સોમવારે રાજ્યસભા પેટા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ટીએમસીએ ગત અઠવાડિયે સુષ્મિતા દેવનું નામ જાહેર કર્યુ હતુ, જે તાજેતરમાં કોંગ્રેસ છોડ્યા બાદ પાર્ટીમાં સામેલ થયા હતા. માનસ ભુનિયાના પશ્ચિમ મેદિનીપુરના સબાંગથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ખાલી પડેલી રાજ્યસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે ટીએમસીએ તેમણે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

બંગાળની એક સહિત છ રાજ્યસભા બેઠક માટે પેટા ચૂંટણી 4 ઓક્ટોબરે યોજાશે. સુષ્મિતા દેવ, જે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને તેમની મહિલા વિંગના પ્રમુખ હતા, ગત મહિને મમતા બેનરજીના નેતૃત્વ ધરાવતી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા, તેમણે આસામ અને ત્રિપુરામાં ટીએમસીના સંચાલનની દેખરેખનુ કામ સોપવામાં આવ્યુ છે.

(6:48 pm IST)