Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બિહારમાં સગીરા પર ગેંગરેપ કેસમાં ચાર આરોપીઓ જબ્બે

મિત્ર સાથે જતી સગીરા પર ગેંગરેપ કરનારા પર સકંજો : આરોપીઓએ ગેંગરેપમાં પોતાની સંલિપ્તતા કબૂલી લીધી છે અને તેમાં સગીરાના મિત્રનો પણ સમાવેશ થાય છે

પટણા, તા.૨૦ : બિહારના સમસ્તીપુર જિલ્લાના વિભૂતીપુર થાણા ક્ષેત્રમાં સગીરા સાથેના ગેંગરેપ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે એક આરોપી હજુ પણ પોલીસની પહોંચથી બહાર છે. પીડિતા પોતાના ફ્રેન્ડ મનીષ કુમાર સાથે રોસડાથી ફરીને મોડી રાતે પોતાના ઘરે આવી રહી હતી. જ્યારે તેઓ બંને સિંઘિયા પુલ પાસે પહોંચ્યા ત્યારે યુવકોએ તેમને અટકાવ્યા હતા અને પોતાના અન્ય મિત્રોને કોલ કરીને બોલાવી લીધા હતા

ત્યાર બાદ ચારેયે સાથે મળીને છોકરી અને તેના મિત્રને પકડી લીધા હતા અને સૂમસામ જગ્યાએ લઈ જઈને પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ લલિત નામના આરોપીએ પપ્પૂ નામના આરોપી મિત્રના મોબાઈલમાં દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો હતો. પીડિતાએ વિભૂતીપુર થાણામાં ન્યાયની માગણી કરી હતી અને પોલીસની વિશેષ ટીમે મનીષ કુમાર અને આરોપીઓની ધરપકડ કરી હતી

ઉપરાંત પોલીસે રેપનો વીડિયો ઉતારવામાં આવેલો તે ફોન પણ જપ્ત કરી લીધો છે. જ્યારે કૈલાશ મહતો નામનો એક આરોપી હાલ ફરાર છે જેના વિરૂદ્ધ પહેલેથી આર્મ્સ એક્ટનો કેસ નોંધાયેલો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ ગેંગરેપમાં પોતાની સંલિપ્તતા કબૂલી લીધી છે અને તેમાં સગીરાના મિત્રનો પણ સમાવેશ થાય છે. મનીષ સગીરા સાથે દુષ્કર્મ કરતો હોય તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરે આરોપીઓની ધરપકડ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પોલીસ પદાધિકારીઓને પુરસ્કૃત કરવાની ભલામણ કરી છે.

(9:05 pm IST)