Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પાકિસ્તાન ક્રિકેટનુ ભવિષ્ય ફરી અંધકારમય : સુરક્ષાના લીધે ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો કેન્સલ

પુરુષ અને મહિલા ટીમનો પાક. પ્રવાસ રદ્દ કર્યો : ટી-20 વિશ્વકપ પહેલા ઇંગ્લેન્ડ જવાનું હતું પાકિસ્તાન :બે વોર્મ અપ મેચનું આયોજન રદ્દ કરાયું

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષાનો ખતરો હોવાનુ કારણ આપીને પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી દીધા બાદ પાકિસ્તાનનો આખા જગતમાં ફજેતો થઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટનુ ભવિષ્ય ફરી અંધકારમય બની રહ્યુ છે. ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ  કેન્સલ  કર્યો છે  ઓક્ટોબરમાં યુએઈ તેમજ ઓમાનમાં રમાનારા ટી 20 આઈસીસી વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં બે ટી-20 મેચો રમવા જવાની છે પણ  ઈંગ્લેન્ડ પણ આ પ્રવાસ રદ કરી નાખ્યો છે આ અગાઉ ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં શું સ્થિતિ છે તે સમજવા માટે અમે અમારી સુરક્ષા ટીમના સંપર્કમાં છે. આ ટીમ પાકિસ્તાનમાં જ છે. બોર્ડ આગામી 48 કલાકમાં નક્કી કરશે કે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે કે નહી.એવુ મનાય છે કે, ઈંગ્લેન્ડ બોર્ડ આજે જ આ બાબતે નિર્ણય કરી શકે છે.

આ પહેલા ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓે કહ્યુ હતુ કે, ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ તમામ ખેલાડીઓએ પાકિસ્તાન જવુ પડશે. આ સિરિઝ જો યોજાય તો ઈંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લઈ શકે તેમ નથી. કારણકે આ સિરિઝ અને આઈપીએલ એક જ સમયે રમાનાર છે.

હાલના કાર્યક્રમ પ્રમાણે ઈંગ્લેન્ડની ટીમ 9 ઓક્ટોબરે પાકિસ્તાન પહોચશે અને બંને ટીમ વચ્ચે 14 અને 15 ઓક્ટોબરે બે મેચ રમવાની છે.

(10:08 pm IST)