Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

યુનેસ્કો અને યુનિસેફે કહ્યું--અફઘાનિસ્તાનમાં યુવતીઓની સ્કૂલ બંધ કરવી શિક્ષણના મૌલિક અધિકારનુ ઉલ્લંઘન છે

છોકરીઓ પણ શિક્ષણથી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને બાળ વિવાહ જેવી પ્રથાઓ વધશે, છોકરાઓ અને છોકરીઓ વચ્ચે શિક્ષણનું અંતર ઉભું કરશે.: યુનેસ્કોની ચેતવણી

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (UNESCO) અને યુનાઈટેડ નેશનલ ચિલ્ડ્રન ફંડ (UNICEF)એ કહ્યુ છે કે અફઘાન યુવતીઓની સ્કુલ બંધ કરવી શિક્ષણના મૌલિક અધિકારનુ ઉલ્લંઘન છે. રિપોર્ટ અનુસાર યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઑડ્રે અઝોલે એક નિવેદનમાં કહ્યુ કે જો યુવતીઓના સ્કુલ બંધ રહે છે, તો આ યુવતીઓ અને મહિલાઓના શિક્ષણના મૌલિક અધિકારનુ એક મહત્વપૂર્ણ ઉલ્લંઘન હશે.

અઝોલેએ કહ્યું કે “યુનેસ્કોએ ચેતવણી આપી છે કે જો છોકરીઓને શિક્ષણના તમામ સ્તરે ઝડપથી શાળાએ પાછા ફરવાની મંજૂરી ન આપવામાં આવે તો તે ઉલટાવી શકાય તેવા પરિણામો આવશે. ખાસ કરીને, માધ્યમિક શાળામાં છોકરીઓના વિલંબમાં પરત આવવાથી તેઓ શિક્ષણમાં અને આખરે જીવનમાં પાછળ રહેવાના જોખમમાં મૂકાય છે. છોકરીઓ પણ શિક્ષણથી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને બાળ વિવાહ જેવી પ્રથાઓ વધશે, તે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે શિક્ષણનું અંતર ઉભું કરશે. અસમાનતાઓને વધુ વિસ્તૃત કરી શકે છે અને છેવટે ઉચ્ચ શિક્ષણ અને જીવનની તકોમાં છોકરીઓની પહોંચને અવરોધે છે.”

ન્યુઝ રિપોર્ટ અનુસાર યુનેસ્કો અને યુનિસેફ બંનેએ કહ્યુ કે અફઘાનિસ્તાને શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને છોકરીઓના શિક્ષણમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે અને તેમને સંરક્ષિત કરવા જોઈએ. અઝોલેએ કહ્યુ કે શિક્ષિત યુવક અને યુવતીઓ અફઘાનિસ્તાનના ભવિષ્યને આકાર આપશે તેથી તેમને શિક્ષણના અધિકારોનો સમાન રૂપે લાભ ઉઠાવવો જોઈએ.

(11:30 pm IST)