Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સુપર પાવરફુલ 7.6 તિવ્રતાના ભૂકંપે મેક્સિકોને હચમચાવી નાખ્યું : ઇમારતો ધ્રુજવા લાગી : લોકો રસ્તામાં દોડી ગયા

મિકોઆકન અને કોલિમા રાજ્યોના સરહદી પ્રદેશ પર દરિયાકાંઠે15 કિમિ ઊંડાઇએ કેન્દ્રબિંદુ : 1985 અને 2017ના વિનાશક ભૂકંપની વર્ષગાંઠ પર મેક્સિકોમાં ભયંકર ભૂકંપ

નવી દિલ્હી : સોમવારે બે વિનાશક ભૂકંપની વર્ષગાંઠ પર પશ્ચિમ મેક્સિકોના દરિયાકાંઠે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે  ઇમારતોને ધ્રુજારી અને મેક્સિકો સિટીના રહેવાસીઓને સલામતી માટે શેરીઓમાં દોડી ગયા હતા હમણાં જ મળતા અહેવાલ મુજબ 1 p.m. સ્થાનિક સમય મુજબ( ભારતીય સમય મુજબ મધરાત્રે ભયંકર ભૂકંપનો આંચકો આવ્યો છે 

  યુ.એસ. જીઓલોજિકલ સર્વે દ્વારા 7.6ની તીવ્રતા પર નોંધાયેલ ભૂકંપ લગભગ 15 કિમી (9 માઇલ) ની ઊંડાઈએ મિકોઆકન અને કોલિમા રાજ્યોના સરહદી પ્રદેશ પર દરિયાકાંઠે કેન્દ્રબિંદુ હતું .

મેક્સિકો સિટીના મેયર ક્લાઉડિયા શેનબૌમે જણાવ્યું હતું કે 1985 અને 2017 માં દેશમાં મોટા ભૂકંપના આંચકા આવ્યા તે જ દિવસે મેક્સિકોમાં ધમધમતા આંચકા પછી રાજધાનીમાં નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. 1985ના ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા હતા અને 2017ના ભૂકંપમાં 350થી વધુ લોકોના મોત થયા હતા.

(12:39 am IST)