Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

નિવૃત્તિ જાહેર કર્યા બાદ પોતાની છેલ્લી ATP ટુર્નામેન્ટ માટે લંડન પહોંચ્યો રોજર ફેડરર

લેવર કપમાં તે અન્ય ટેનિસ સ્ટાર રાફેલ નડાલ, નોવાક જોકોવિચ અને એન્ડી મરે સાથે જોવા મળશે.

મુંબઈ :  રોજર ફેડરરે ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફેડરર વિશ્વનો ત્રીજો સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ વિજેતા છે. તેણે તેની કારકિર્દીમાં કુલ 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. જેમાં છ ઓસ્ટ્રેલિયન ઓપન, એક ફ્રેન્ચ ઓપન, આઠ વિમ્બલ્ડન અને પાંચ યુએસ ઓપન ટાઇટલનો સમાવેશ થાય છે.

  ટેનિસ સ્ટાર રોજર ફેડરરે ગયા અઠવાડિયે નિવૃત્તિની જાહેરાત કરી હતી. લેવર કપ ટુર્નામેન્ટ બાદ તે પ્રોફેશનલ ટેનિસને કાયમ માટે અલવિદા કહી દેશે. 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ATP ટૂર્નામેન્ટ માટે ફેડરર લંડન પહોંચી ગયો છે. 22 સપ્ટેમ્બરથી ફેડરર ટીમ યુરોપ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. લેવર કપમાં તે અન્ય ટેનિસ સ્ટાર રાફેલ નડાલ, નોવાક જોકોવિચ અને એન્ડી મરે સાથે જોવા મળશે. નોંધનીય છે કે આ ચાર ખેલાડીઓ ટીમ યુરોપમાં છે. આ ચારને 21મી સદીના બિગ ફોર (4) કહેવામાં આવે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ફેડરરે ગુરુવારે  નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફેડરરે આની જાહેરાત કરી અને કહ્યું- હું 41 વર્ષનો છું. મેં 24 વર્ષની કારકિર્દીમાં 1500થી વધુ મેચ રમી છે. ટેનિસે મારી સાથે પહેલા કરતાં વધુ ઉદારતાપૂર્વક વર્તન કર્યું છે અને હવે જ્યારે મારી સ્પર્ધાત્મક કારકિર્દી સમાપ્ત કરવાનો સમય છે  ત્યારે મારે ઓળખવું પડશે કે મારી સ્પર્ધાત્મક કારકિર્દીનો અંત ક્યારે આવશે.

(12:57 am IST)