Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

નકસલવાદીઓનો દાવોઃ કિસાન-અગ્નિવીર આંદોલનને હિંસક બનાવવામાં મોટી ભૂમિકા ભજવી!

દસ્‍તાવેજમાં માઓવાદીઓએ દાવો કર્યો છે કે ગયા વર્ષે રાજધાની દિલ્‍હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં તેમને મોટી સફળતા મળી હતી અને આંદોલનને હિંસક બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી

નવી દિલ્‍હી, તા.૧૯: ભારતમાં પ્રતિબંધિત કોમ્‍યુનિસ્‍ટ પાર્ટી ઓફ ઈન્‍ડિયા માઓવાદી CPI(M) એ દેશમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે એક યોજના બનાવી છે. આ સાથે નક્‍સલવાદીઓના એક જૂથે પણ દિલ્‍હીમાં ખેડૂતોના આંદોલનમાં સફળતાપૂર્વક ઘૂસણખોરી કરવાનો દાવો કર્યો છે. જણાવી દઈએ કે ખેડૂતોના આંદોલનને કારણે સરકારે ત્રણ કળષિ કાયદા પાછા ખેંચવા પડ્‍યા હતા. માઓવાદીઓએ ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોમાં એકમોને ૨૧ થી ૨૭ સપ્‍ટેમ્‍બર દરમિયાન પાર્ટીની ૧૮મી વર્ષગાંઠ ઉત્‍સાહ સાથે ઉજવવા જણાવ્‍યું છે.

જારી કરાયેલા દસ્‍તાવેજમાં માઓવાદીઓએ દાવો કર્યો છે કે ગયા વર્ષે રાજધાની દિલ્‍હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં તેમને મોટી સફળતા મળી હતી અને આંદોલનને હિંસક બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. એ જ રીતે તેણે ‘અગ્નવીર' વિરુદ્ધના આંદોલનમાં ઘૂસણખોરીનો પણ દાવો કર્યો છે.

૨૨ પાનાના દસ્‍તાવેજમાં પાર્ટીની ૧૮મી વર્ષગાંઠ દેશભરમાં ક્રાંતિકારી ઉત્‍સાહ અને સંકલ્‍પ સાથે ઉજવવાનું કહેવામાં આવ્‍યું છે. CPI(M) એ તેના સભ્‍યો, સહાનુભૂતિઓ, સાથીદારો, ખુલ્લી અને ગુપ્ત સમિતિઓ અને સંગઠનોને સમગ્ર દેશમાં ‘લોક ચળવળ'ને માર્ગદર્શન આપવા, ઉશ્‍કેરવા અને ઘૂસણખોરી કરવા માટે પાર્ટી માર્ગદર્શિકાનો અમલ કરવા વિનંતી કરી છે.

માઓવાદીઓએ તેમના દસ્‍તાવેજમાં જણાવ્‍યું હતું કે પાર્ટીની ગુપ્ત પ્રવળત્તિઓએ ઓડિશા અને તેલંગાણા જેવા રાજ્‍યના વિવિધ ભાગોમાં ‘જોઈન્‍ટ એક્‍શન ફોરમ' દ્વારા અનેક આંદોલનોમાં ઘૂસણખોરી કરી છે. આ સિવાય રિપોર્ટમાં સિલિંગર જેવા છત્તીસગઢના ગ્રામીણ ભાગોમાં ઘૂસણખોરીની પણ વાત કરવામાં આવી છે, જ્‍યાં સરકારી અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. (છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્‍ટ્રમાં, ઓપરેશન પ્રહાર એટલે નક્‍સલી વિદ્રોહીઓ સામેની લડાઈ)

ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે જણાવ્‍યું કે આ લોકો તેમની વર્ષગાંઠ પર આવી પત્રિકાઓ બહાર કાઢતા રહે છે. તેમણે કહ્યું કે જો તે લોકો આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારનું રાષ્‍ટ્ર વિરોધી, વિકાસ વિરોધી અથવા સમાજ વિરુદ્ધ કોઈ પગલું ઉઠાવશે તો અમે પણ જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ.

(12:00 am IST)