Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

UPA વખતે ૬૦ તો NDAમાં ૯૫% વિપક્ષી નેતા CBIના સાણસામાં

રડાર ઉપર માત્ર વિરોધ પક્ષના નેતાઓ : ભાજપના નેતૃત્‍વવાળા એનડીએના બીજા કાર્યકાળમાં ૮ વર્ષના શાસનમાં ઓછામાં ઓછા ૧૨૪ ટોચના નેતાઓને સીબીઆઇ તપાસનો સામનો કરવો પડયો છે આમાંથી ૧૧૮ વિપક્ષના નેતાઓ છે

નવી દિલ્‍હી, તા.૨૦: છેલ્લા ૧૮ વર્ષો દરમિયાન, કોંગ્રેસ અને ભારતીય જનતાની સરકારમાં લગભગ ૨૦૦ વિપક્ષી નેતાઓ પર સીબીઆઈ દ્વારા કેસ કરવામાં આવ્‍યો છે, ધરપકડ કરવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્‍યા છે અથવા પૂછપરછ કરવામાં આવી છે. ધ ઈન્‍ડિયન એક્‍સપ્રેસના કોર્ટના રેકોર્ડ્‍સ, સત્તાવાર દસ્‍તાવેજો, એજન્‍સીના નિવેદનો અને અહેવાલોની તપાસથી આ બહાર આવ્‍યું છે જેમાંથી ૮૦ ટકા નેતાઓ વિપક્ષના હોય છે. ૨૦૧૪માં એનડીએ સરકારે સત્તા સંભાળ્‍યા બાદ આ કિસ્‍સાઓ વધુ વેગવંતા બન્‍યા છે.

સીબીઆઈ, ઈન્‍કમટેક્‍સ અને એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ, આ ત્રણ સરકારી તપાસ એજન્‍સીઓએ સરકારના ઈશારે કામ કર્યું છે. સેન્‍ટ્રલ બ્‍યુરો ઑફ ઇન્‍વેસ્‍ટિગેશન, કે જે દેશની અગ્રણી ભ્રષ્ટાચાર વિરોધી એજન્‍સી છે. તેણે સરકારની કઠપૂતળીની જેમ અભિનય કર્યા બાદ પ્રતિષ્‍ઠા સ્‍વરૂપે કોંગ્રેસી બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટીગેસન અને પીંજરે કા તોતા સહિતની ‘ઉપાધી' પણ મેળવી છે.

કોંગ્રેસના નેતળત્‍વ હેઠળના યુપીએના ૧૦ વર્ષ (૨૦૦૪-૨૦૧૪) દરમિયાન, ઓછામાં ઓછા ૭૨ રાજકીય નેતાઓ સીબીઆઈની તપાસ હેઠળ આવ્‍યા હતા અને તેમાંથી ૪૩ (૬૦ ટકા) વિપક્ષના હતા. ભાજપની આગેવાની હેઠળના NDA-II ના આઠ વર્ષના શાસનમાં, વિપક્ષના રાજકીય પગથિયાં સંકોચાઈ ગયા હોવા છતાં, ઓછામાં ઓછા ૧૨૪ અગ્રણી નેતાઓએ CBI તપાસનો સામનો કર્યો છે અને તેમાંથી ૧૧૮ વિપક્ષના છે - એટલે કે ૯૫ ટકા. અને યુપીએની જેમ, જ્‍યારે કોઈ નેતા પક્ષ બદલી નાખે છે, ત્‍યારે તેમની સામે સીબીઆઈનો કેસ અભેરાઇ પર જાય છે.

CBI તપાસમાં ૭૨ UPA અને ૧૨૪ NDA નેતાઓની યાદી indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી છે. જેમની સામે સીબીઆઈએ કાર્યવાહી હાથ ધરી હતી. ત્‍યારબાદ નેતાઓને તે રાજકીય પક્ષો હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્‍યા હતા જેનાથી તેઓ સંબંધ ધરાવતા હતા. સીબીઆઈએ આ અંગે ઈન્‍ડિયન એક્‍સપ્રેસના પ્રશ્‍નનો જવાબ આપ્‍યો ન હતો, પરંતુ તપાસ એજન્‍સીના અધિકારીએ તેને માત્ર એક સંયોગ ગણાવ્‍યો હતો અને વિરોધ પક્ષના નેતાઓને નિશાન બનાવ્‍યા હોવાનો ઈન્‍કાર કર્યો હતો.

યુપીએ શાસનના અનેક કૌભાંડો સાથે, ૨જી સ્‍પેક્‍ટ્રમ કેસથી લઈને કોમનવેલ્‍થ ગેમ્‍સ અને કોલસા બ્‍લોક ફાળવણીના કેસ સુધી, ૨૦૦૪ થી ૨૦૧૪ દરમિયાન સીબીઆઈ દ્વારા તપાસ કરાયેલા ૭૨ અગ્રણી નેતાઓમાંથી ૨૯ કોંગ્રેસ અથવા તેના સાથી પક્ષો જેમ કે ડીએમકેના હતા.

NDA-II હેઠળ CBI તપાસના ડેટા બિન-NDA પક્ષો કરતાં વિરોધ પક્ષો તરફ વધુ ઝુકાવ ધરાવે છે. જેમાં ભાજપના માત્ર છ નેતાઓ સીબીઆઈ તપાસનો સામનો કરી રહ્યા છે.

યુપીએ દરમિયાન સીબીઆઈ દ્વારા તપાસ હેઠળના ૪૩ વિપક્ષી નેતાઓમાંથી, ભાજપના નેતાઓ સૌથી મોટા હતા જેમાં તેના ૧૨ નેતાઓની પૂછપરછ, દરોડા અથવા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સોહરાબુદ્દીન શેખની કથિત એન્‍કાઉન્‍ટર હત્‍યાના સંબંધમાં એજન્‍સી દ્વારા ધરપકડ કરવામાં આવેલા ગુજરાતના તત્‍કાલિન મંત્રી કેન્‍દ્રીય ગળહપ્રધાન અમિતભાઇ શાહનો પણ સમાવેશ થાય છે. ચકાસણી હેઠળના અન્‍ય અગ્રણી એનડીએ નેતાઓમાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાન બીએસ યેદિયુરપ્‍પાનો સમાવેશ થાય છે. બેલ્લારી માઇનિંગ બેરોન ગાલી જનાર્દન રેડ્ડી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્‍યોર્જ ફર્નાન્‍ડિસ. ૨૦૧૨માં ૨જી સ્‍પેક્‍ટ્રમ ફાળવણીની તપાસ સંબંધિત ચાર્જશીટમાં સીબીઆઈએ પ્રમોદ મહાજનના મળત્‍યુ પછી પણ તેમની તપાસ ચાલુ રાખી હતી.

(10:01 am IST)