Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પુરૂષોને કેમ પસંદ હોય છે પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ ?

રિસર્ચમાં થયો ખુલાસો

નવી દિલ્‍હી,તા. ૨૦: પ્રેમ એક સુંદર અહેસાસ હોય છે, જેમાં જાતિ, રંગ, ઉંમર કોઈ પણ ચીજો જરૂરી નથી હોતી. આ વાત તમે ઘણીવાર અલગ-અલગ લોકોના મોઢે સાંભળી હશે, સાથે જ પ્રિયંકા ચોપડા, સચિન તેંદુલકર, કરીના કપૂર, ભારતી સિંહ, અર્જુન કપૂર જેવા ઘણા ઉદાહરણ પણ છે, જેમણે પ્રેમમાં ઉંમરની મર્યાદા જોયા વગર પાર્ટનર પસંદ કર્યા. આપણા સમાજના નિયમાનુસાર લગ્ન માટે છોકરીની ઉંમર ઓછી અને છોકરાની ઉંમર વધારે હોવી જોઈએ પણ બદલાતા સમયની સાથે છોકરાઓમાં પોતાના કરતા મોટી ઉંમરની છોકરીઓ પ્રતિ વધારે આકર્ષણ જોવા મળ્‍યું.

આ વાત ફક્‍ત બોલીવુડ જ નહીં ઘણી રિસર્ચમાં પણ સામે આવી ચૂકી છે કે પુરૂષોમાં પોતાના કરતા વધારે ઉંમરની મહિલાઓ પ્રતિ આકર્ષણ થાય છે. સોશિયલ મીડિયામાં ‘ભાભી' શબ્‍દને લઈને ઘણા જોક્‍સ અને Memes પણ વાયરલ થતા રહે છે. ટીવીમાં પણ એવી ઘણી સીરિયલ પ્રસારિત થતી હોય છે.

Today.com દ્વારા કરવામાં આવેલા એક સર્વેના અનુસાર મોટી ઉંમરની મહિલાઓમાં ફાઈનાન્‍શિયલ સ્‍ટેબિલિટી, સંબંધને મધુર બનાવવાની સમજ કોન્‍ફિડેન્‍સ લેવલ વધારે હોય છે, જેના કારણે પુરૂષોને મોટી ઉંમરની મહિલાઓ વધારે પસંદ આવે છે.

પતિ-પત્‍ની વચ્‍ચે સતત વધતા ઝઘડા પણ તેનું એક કારણ છે, મોટી ઉંમરની મહિલાઓમાં બાળકપણું નથી હોતું, જેનાથી ઝઘડા નથી થતા.મોટી ઉંમરની મહિલાઓમાં સંબંધોની સારી સમજ હોય છે. મોટી ઉંમરની મહિલાઓ આર્થિક રીતે વધારે મજબૂત હોય છે. મોટી ઉંમરની મહિલાઓમાં મેચ્‍યોરિટી વધારે હોય છે.

(11:13 am IST)