Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના જુહુ સ્થિત બંગલાનું ગેરકાયદે બાંધકામ 2 સપ્તાહમાં તોડી પાડવાનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ : રાણેની કંપની પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

મુંબઈ : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના જુહુ સ્થિત બંગલાનું ગેરકાયદે બાંધકામ 2 સપ્તાહમાં તોડી પાડવાનો બોમ્બે હાઇકોર્ટે આદેશ કર્યો છે.સાથોસાથ  રાણેની કંપની પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

ન્યાયમૂર્તિ આરડી ધાનુકા અને કમલ ખાટાની બેન્ચે જણાવ્યું હતું કે નાગરિક સત્તામંડળ, BMC સમક્ષ બાંધકામ નિયમિત કરવા માટેની અરજી જાળવવા યોગ્ય નથી.

જસ્ટિસ આરડી ધાનુકા અને કમલ ખાટાની બેન્ચે મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (MALSA) પાસે જમા કરાવવા માટે રાણેની કંપની પર ₹10 લાખનો ખર્ચ પણ લાદ્યો હતો જ્યારે BMCને બીજી રેગ્યુલરાઈઝેશન અરજી પર વિચાર કરવા માટે નિર્દેશ માંગતી અરજીને ફગાવી દીધી હતી.

બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું અરજદારોએ સ્વીકાર્યું છે કે અનુમતિપાત્ર મર્યાદા કરતાં ત્રણ ગણું વધુ બાંધકામ કર્યું છે. સૂચિત રીટેન્શન માટેની અરજી કાયદાકીય જોગવાઈઓ માટે કોઈ ચિંતા કર્યા વિના મુંબઈ શહેરમાં મોટા પાયે ઉલ્લંઘનને પ્રોત્સાહન આપવા માટે સમાન છે.

અરજદાર તરફથી એડવોકેટ શાર્દુલ સિંહે સુપ્રીમ કોર્ટમાં જવા માટે ડિમોલિશન પર 6 અઠવાડિયાનો સ્ટે માંગ્યો હતો. જે પ્રાર્થના સ્વીકારવાનો નામદાર કોર્ટે ઇનકાર કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:05 pm IST)