Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

આયુષના ' ડોક્ટરો ' આધુનિક દવાની પ્રેક્ટિસ કરતા હોવાથી લોકોનો જીવન જીવવાનો અધિકાર જોખમમાં છે : એશોશિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ મુંબઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન : નામદાર કોર્ટે નોટિસ જારી કરી કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો

મુંબઈ : ભારતની સર્વોચ્ચ અદાલતની ડિવિઝન બેન્ચે સોમવારે એસોસિયેશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ, મુંબઈ દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન પર નોટિસ જારી કરીને કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો છે.

નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન એક્ટ, 2020 અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ચોક્કસ જોગવાઈઓની બંધારણીયતાને પિટિશનમાં પડકાર ફેંકવામાં આવ્યો છે.

એક્ટ, 2020 તેમજ ઇન્ડિયન મેડિકલ સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન, 2016 ના નિયમન 10(9)માં 2020નો સુધારો કરવામાં આવ્યો હતો. જેણે હોમિયોપેથી અને આયુર્વેદ જેવી વિવિધ પ્રકારની વૈકલ્પિક તબીબી પ્રણાલીઓને આધુનિક અથવા મુખ્યપ્રવાહની દવાઓ સાથે સંકલિત કરવાના કેન્દ્રના નિર્ણયને મુખ્ય આધાર બનાવ્યો હતો, જેને સામાન્ય રીતે એલોપથી તરીકે ઓળખવામાં આવે છે તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે. 

(1:22 pm IST)