Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પટનામાં બેઠા બેઠા ૨૫૦ અમેરિકનો સાથે સાયબર ફ્રોડ : ૩ ની ધરપકડ

 નવી દિલ્હી,તા.૨૦ : પટનામાં બેસીને અમેરિકન નાગરિકો સાથે સાયબર ઠગાઈ કરનારી ગેંગની તપાસમાં બિહાર પોલીસ ઈન્ટપોલની મદદ લેશે. ખ્ઝ્રઞ્ હેડકવાર્ટર જેએસ ગંગવારે પટનામાં જણાવ્યું હતું કે દિઘા પોલીસ સ્ટેશને સાયબર ફ્રોડ સંબંધિત કેસમાં ત્રણ શાતિરોની ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળમાં રહેતા આ ઠગો દ્વારા લોકોને ફસાવવા માટે રિન્ટ સેન્ટર, સ્કાયપ, ટેકસ્ટ નાઉ જેવી એપનો ઉપયોગ કરવામાં આવતો હતો.

 તેમણે કહ્યું કે, ઠગાઈનો આ મામલો વિદેશ સાથે સંબંધિત છે તેથી તેની તપાસ માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે. આ ગેંગનો લીડર હાલમાં ફરાર છે પરંતુ પોલીસે તેની ઓળખ કરી લીધી છે. તેમણે કહ્યું કે, પોલીસ તેની ધરપકડ કરવાનો -યાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, પટનામાં કોલ સેન્ટર ખોલીને કેટલાક બદમાશો અમેરિકન નાગરિકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા હતા. આ કેસમાં પોલીસે દાનિશ અરશદ, સબ્બીર અહેમદ અને અમીર સિદ્દીકીની ધરપકડ કરી છે.

 આ ત્રણેય મળીને ખૂબ જ ચાલાકીથી અમેરિકન લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. અંગ્રેજી ભાષા પર તેમની સારી આવડતને કારણે તેમનું કામ સરળ બની ગયું હતું. તેઓ અમેરિકન લોકોને પોપઅપ લિંકસ મોકલતા હતા. જો કોઈએ આકસ્મિક રીતે લિંકને સ્પર્શ કર્યો તો માલવેયર તેના કમ્પ્યુટર પર આપમેળે ડાઉનલોડ થઈ જતું હતું. તેનાથી કોમ્પ્યુટરની સ્પીડ ધીમી પડી જતી હતી.

 ત્યારબાદ સાયબર ગુનેગારોએ વધુ લિંક મોકલીને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. એક અમેરિકન નાગરિક મોબાઈલ નંબર પર વાત કરતાની સાથે જ એની ડેસ્ક ડાઉનલોડ કરાવી લેવામાં આવતું હતું. ત્યારબાદ તેઓને પોતાની જાળમાં ફસાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. મામલો અમેરિકા સાથે સંબંધિત હોવાને કારણે બિહાર પોલીસ તેની તપાસમાં ઈન્ટરપોલની મદદ લેવા જઈ રહી છે. ખ્ઝ્રઞ્ કહ્યું કે, આ માટે જ:રી કાગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 પોલીસને સાયબર અપરાધીઓ પાસેથી બે ઈમેલ-આઈડી મળ્યા છે જેમણે અમેરિકી નાગરિકોના કોમ્પ્યુટર હેક કરીને તેમાં માલવેયર અપલોડ કરીને તેને ઠીક કરવાના નામે ડોલરની છેતરપિંડી કરી હતી. બંને ઈ-મેલ આઈડી પર તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ સાયબર સેલની પણ મદદ લેશે. ઈ-મેઈલ આઈડી પરથી જાણી શકાશે કે કોની સાથે વાત થઈ હતી અને કોની સાથે કનેકશન છે.

(3:23 pm IST)