Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

દેશના કેટલાક રાજયોમાં ભારે વરસાદની ચેતવણી

ફરી બદલાશે મોસમનો મિજાજઃ ઉત્તર પ્રદેશ, મધ્‍યપ્રદેશ, ઉત્તરાખંડ સહિતનાં રાજયોમાં અનરાધાર ખાબકશેઃ હવામાનખાતુ

નવી દિલ્‍હીઃ બંગાળની ખાડીમાં બનેલ ચક્રવાત હવે હળવા દબાણના ક્ષેત્રમાં પરિવર્તન થતું દેખાઇ રહયુ છે. આની અસરથી દેશના ઘણાં રાજયોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજે મંગળવારે પૂર્વ ઉતર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્‍યપ્રદેશના કેટલાક વિસ્‍તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ ઓરિસ્‍સા, આંધ્રપ્રદેશ, છતીસગઢ, ઝારખંડના કેટલાક વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઇ છે.

હવામાન વિભાગ અનુસાર, ચોમાસું અત્‍યારે ભટીંડા, દિલ્‍હી, હરદોઇ, વારાણસી, રાંચી, બાલાશોરથી પસાર થઇ રહ્યુ છે. તેની અસર હેઠળ આગામી ત્રણ દિવસ સુધી ઘણાં રાજયોમાં ભારે વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યુ છે. દિલ્‍હી એનસીઆરની વાત કરીએ તો ત્‍યાં આજે પણ આંશીકરૂપે વાદળી છવાયેલ રહેશે. વિભીન્ન વિસ્‍તારોમાં હળવો વરસાદ થઇ શકે છે.

આજે યુપીના પુર્વભાગના અનેક સ્‍થળોએ ફરી વરસાદ થવાનું અનુમાન છે. ભારે વરસાદને ધ્‍યાનમાં રાખીને પૂર્વ ઉતરપ્રદેશમા યેલો એલર્ટ જાહેર કરાયુ છે. ઘણાં જીલ્‍લાઓમાં ફરી એકવાર પુરનું જોખમ વધી ગયુ છે.

હવામાન વિભાગ અનુસાર, હળવા દબાણનું ક્ષેત્ર ૨૧મીની રાતથી ૨૨ સપ્‍ટેમ્‍બરની સવાર સુધીમાં મધ્‍યપ્રદેશમાં પહોંચી જશે જેના લીધે મધ્‍યપ્રદેશમાં ૨૧ સપ્‍ટેમ્‍બરથી લગભગ ત્રણ દિવસ સુધી સારો વરસાદ થવાની શકયતા છે. ઇંદોર, ભોપાલ, ગ્‍વાલીયર, રીવા, શહડોલ, જબલપુર, બેતુલ, આસપાસના વિસ્‍તારોમાં ગાજ-વીજ સાથે જોરદાર વરસાદ પડી શકે છે.

(3:32 pm IST)