Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

શહેરોના વિકાસ બાબતે લોકોને ભાજપા પર છે વિશ્‍વાસઃ રાષ્‍ટ્રીય મેયર સંમેલનમાં નરેન્‍દ્રભાઇ

નવી દિલ્‍હી તા. ર૦: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે ગાંધીનગરમાં યોજાયેલ બે દિવસના રાષ્‍ટ્રીય મેયર સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં વર્ચ્‍યુઅલ જોડાયા છે. આ સંમેલનમાં દેશભરમાંથી ભાજપા શાસિત શહેરોના કોર્પોરેશનોના મેયરો અને ડેપ્‍યુટી મેયરો સામેલ થયા છે. વડા પ્રધાને સંમેલનમાં બધાનું સ્‍વાગત કરતા કહ્યું કે આઝાદીના અમૃત કાળમાં આગામી રપ વર્ષ માટે ભારતના શેરી વિકાસનો રોડ મેપ તૈયાર કરવામાં આ સંમેલનની મોટી ભૂમિકા છે. વડા પ્રધાને કહ્યું કે શહેરોના વિકાસ બાબતે લોકોને ભાજપા પર સંપૂર્ણ વિશ્‍વાસ છે.

આ કાર્યક્રમની વધુ માહિતી આપતા ભાજપાના રાષ્‍ટ્રીય મહાસચિવ ઋતુરાજસિંહાએ કહ્યું કે દેશભરના ૧ર૧ મેયરો અને ડેપ્‍યુટી મેયરો આ બે દિવસના સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન પોતે શહેરી વિકાસના મુદ્દે મેયરો અને ડેપ્‍યુટી મેયરોનું માર્ગદર્શન કરી રહ્યા છે. ભાજપાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નડ્ડા પણ ઉદ્દઘાટન સમારોહમાં સામેલ થયા છે. બે દિવસ ચાલનારા આ સંમેલનમાં ભાગ લેનારા અન્‍ય લોકોમાં મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યમંત્રી ફડણવીસ અને કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપસીંહ પુરી પણ સામેલ છે. 

(3:51 pm IST)