Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કોરોનાના ૪૦૪૩ નવા કેસઃ ૧૫ના મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૪૩,૦૮૯ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્‍હી, તા.૨૦: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૪૩ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૧૬.૮૩ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૪૩,૦૮૯ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૮,૩૭૦ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૯,૬૭,૩૪૦  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૪૬૭૬ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૪૭,૩૭૯એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૧૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૧ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી. કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૨,૯૫,૮૯૪ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૯.૧૬ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૩૬ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૮૧ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૧૬,૮૩,૨૪,૫૩૭  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈકાલે ૧૩,૧૦,૪૧૦  લોકોને રસી આપવામાં આવી હતી.

(4:26 pm IST)