Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

હવે આઈઆઈટી બોમ્બે હોસ્ટેલમાં MMS કાંડ!:વોશરૂમની બારીમાંથી કેન્ટીન કર્મચારીએ બનાવ્યો વીડિયો: ધરપકડ

વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સુરક્ષાના પગલાં વધારવા અને ખાસ કરીને શૌચાલયની ડિઝાઈનમાં ફેરફારની માંગ કરી

મુંબઈ : ચંદીગઢ યુનિવર્સિટીમાં અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો હજુ ઉકેલાયો નથી કે મુંબઈ ) સ્થિત પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી બોમ્બે) માં આવી જ એક ઘટનાએ હોબાળો મચાવી દીધો છે. અહીં કેન્ટીનના એક કર્મચારી પર હોસ્ટેલના વિદ્યાર્થીનીનો વોશરૂમની બારીમાંથી આપત્તિજનક વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ રવિવારે આઈઆઈટી બોમ્બેની એક વિદ્યાર્થીનીએ પવઈ પોલીસને ફરિયાદ કરી હતી કે એક કેન્ટીન કર્મચારીએ હોસ્ટેલ 10 (H10) ના વોશરૂમમાં નહાતી વખતે તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પોલીસે કેસ નોંધીને આરોપી કર્મચારીની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે તેઓ વિદ્યાર્થીનીઓના આરોપોની તપાસ કરી રહ્યા છે કે આરોપીઓએ તેમનો વીડિયો બનાવ્યો હતો.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી કેન્ટીન કર્મચારીને બારીની જાળીમાંથી વોશરૂમમાં ઝાંખતા જોયા બાદ એક વિદ્યાર્થીનીએ બૂમો પાડી હતી. રવિવારે કેન્ટીન બંધ હતી, પરંતુ તે દરમિયાન કાર્યકર્તા હોસ્ટેલના પરિસરમાં હતા. આઈઆઈટી બોમ્બેના પ્રવક્તાએ કહ્યું કે કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે સંસ્થાને જાણ નથી કે આરોપી પાસેથી જપ્ત કરાયેલા ફોનમાં કોઈ ફૂટેજ છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેમની પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે તેમાં કોઈ રેકોર્ડિંગ સામેલ નથી. હાલમાં આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આગળની વધુ પૂછપરછ ચાલુ છે.

વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સુરક્ષાના પગલાં વધારવા અને ખાસ કરીને શૌચાલયની ડિઝાઈનમાં ફેરફારની માંગ કરી છે, જેથી કરીને સુનિશ્ચિત કરી શકાય કે આવી ઘટનાઓ ફરી ન બને, ભલે સંસ્થાએ કેન્ટીન બંધ કરી દીધી છે. કેન્ટીન ત્યારે જ ખુલશે જ્યારે અહીં સ્ટાફમાં માત્ર મહિલાઓ જ રાખવામાં આવશે. આઈઆઈટી બોમ્બેના પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે અમે સુરક્ષા વધારવા માટે અન્ય કયા પગલાં લઈ શકીએ

(7:08 pm IST)