Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કુતુબ મિનારની જમીનની માલિકીનો દાવો કરતી અરજી દિલ્હી કોર્ટે ફગાવી : ગંગા અને યમુના વચ્ચેની આગ્રાથી ગુરુગ્રામ સુધીની તમામ જમીનની માલિકીનો દાવો કર્યો હતો : અરજદારે પોતાને 16મી સદીથી આઝાદી સુધીના આગ્રાના સંયુક્ત પ્રાંતના વારસાગત શાસક ગણાવ્યા હતા

ન્યુદિલ્હી : દિલ્હીની એક અદાલતે આજ મંગળવારે કુતુબ મિનાર સંકુલની જમીનની માલિકીનો દાવો કરતી અરજી ફગાવી દીધી હતી.અરજદાર કુંવર મહેન્દ્ર ધ્વજ પ્રસાદ સિંહે એડવોકેટ એમએલ શર્મા દ્વારા આગ્રાથી ગુરુગ્રામ સુધી ગંગા અને યમુના વચ્ચેની તમામ જમીનની માલિકીનો દાવો કરીને હસ્તક્ષેપની અરજી દાખલ કરી હતી.

અરજદારે પોતાને 16મી સદીથી આઝાદી સુધીના આગ્રાના સંયુક્ત પ્રાંતના વારસાગત શાસક ગણાવ્યા હતા.

કોર્ટે સ્મારક સંકુલની અંદર પૂજા પુનઃસ્થાપિત કરવાની માંગ કરતા દાવાની સુનાવણી 19 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:15 pm IST)