Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

હિજાબ ગરિમાનું પ્રતિક છે,જેવી રીતે હિંદુ મહિલાઓ સાડીથી માથું ઢાંકે છેઃ સુપ્રીમ કોર્ટમાં જોરદાર ચર્ચા

અભ્યાસ ધાર્મિક અભ્યાસ હોઈ શકે છે પરંતુ તે ધર્મનો અભ્યાસનો એક અનિવાર્ય અને અભિન્ન અંગ નથી. તે બંધારણ દ્વારા સુરક્ષિત નથી

નવી દિલ્હી ; હિજાબ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશૂ ધૂલિયાની બેન્ચ આ સુનાવણી કરી રહી છ. આજે સુનાવણીનો આઠમો દિવસ છે. હિજાબ બેન પર દુષ્યંત દવેએ કહ્યું કે, સરકારની દલીલ છે કે અનુચ્ચેદ 25 અને 26 હેઠળ સંરક્ષણ માત્ર તેમના માટે છે જે ધર્મનો અભિન્ન અને અનિવાર્ય હિસ્સો છે. આ અભ્યાસ ધાર્મિક અભ્યાસ હોઈ શકે છે પરંતુ તે ધર્મનો અભ્યાસનો એક અનિવાર્ય અને અભિન્ન અંગ નથી. તે બંધારણ દ્વારા સુરક્ષિત નથી પરંતુ સરકારની આ દલીલ યોગ્ય નથી. જસ્ટિસ ધૂલિયા: શું આપણે આવશ્યકત ધાર્મિક પ્રથાને અલગ કરીને સમસ્યાનો ઉકેલ લાવી શકીએ? દવે: પરંતુ હાઈકોર્ટે માત્ર જરૂરી ધાર્મિક પ્રથા પર જ બાબતોને નિપટારો લાવી દેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ- આપણે આવશ્યક ધાર્મિક અભ્યાસ ચર્ચા કેમ કરી રહ્યાં છીએ? અને તેમાંથી કેટલાકને હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો નથી?

દવે: કેમ કે હાઈકોર્ટે માત્ર EFP પર ટિપ્પણી કરી અને તે પણ વગર યોગ્ય પરિપ્રેક્ષ્યમાં અનેક ઉદાહરણો કાયમ કરનારા નિર્ણયોને વાંચો.

જસ્ટિસ ધૂલિયા: તેઓ 5 ફેબ્રુઆરીના સર્કૂલર (કર્ણાટક સરકારનો)ના સાથે કામ કરી રહ્યાં હતા અને સર્કુલરમાં કહેવામાં આવ્યું હતુ કે આ નિર્ણયોમાં તે આવશ્યકતા નથી અને આમાં સમિતિ પર છોડી દેવામાં આવ્યો છે, તેથી તે સંદર્ભમાં હાઈકોર્ટને ધાર્મિક અભ્યાસ આવશ્યકતાથી પહોંચીવળવું પડશે.

દવે-સબરીમાલાના ચુકાદા અને હિજાબ કેસમાં હાઈકોર્ટના નિર્ણયમાં ફરક છે.

જસ્ટિસ ગુપ્તાઃ દરેકને ત્યાં મંદિરમાં પ્રવેશ કરવાનો બંધારણીય અધિકાર નથી.

દવે: ના.. હવે ચુકાદા પછી નક્કી કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ મંદિરોમાં પ્રવેશ કરી શકશે.

જસ્ટિસ ગુપ્તા – સબરીમાલા કેસ હાલમાં 9 જજોની બેંચ પાસે પેન્ડિંગ છે. અમે તેના પર નથી જઈ રહ્યા. યુનિફોર્મ એક મહાન લેવલર છે. એક જ કપડાં પહેરે ત્યારે જુઓ, વિદ્યાર્થી અમીર હોય કે ગરીબ બધા એક સરખા જ દેખાય છે.

દુષ્યંત દવે: જો છોકરીઓ હિજાબ પહેરવા માંગતી હોય તો આનાથી કોના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થયું છે? અન્ય વિદ્યાર્થીઓ કે શાળા?

દવે: જાહેર વ્યવસ્થાનું પાસું એ એકમાત્ર આધાર છે જેના પર આપણી સામે તર્ક આપી શકાય છે.

દવે: હિજાબ એ ગરિમાનું પ્રતિક છે. મુસ્લિમ સ્ત્રી પ્રતિષ્ઠિત દેખાય છે, જેમ હિંદુ સ્ત્રી સાડીથી માથું ઢાંકે છે તો તે પ્રતિષ્ઠિત દેખાય છે.

દવે: આનાથી કોઈની પણ શાંતિ,સ સુરક્ષા ભંગ થતી નથી અને શાંતિને (શાંતિ ડોહળાવવાનો) કોઈ જ ખતરો નથી.

દવે: 75 વર્ષ પછી અચાનક રાજ્યમાં આવો પ્રતિબંધ લાદવાનું કેમ વિચાર્યું? રાજ્ય પાસે આ માટે કોઈ યોગ્ય કારણ કે સમર્થન નહોતું. તે આઘાતજનક નિર્ણય હતો. દવેએ બુલી બાય સુલી ડીલ્સનો ઉલ્લેખ કર્યો.

દવે: એ એપ્સ જુઓ જેના દ્વારા મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓને વર્ચ્યુઅલ સ્પેસમાં વેચાણ માટે મૂકવામાં આવી હતી. આવું કેમ થયું?

દવેઃ કર્ણાટકમાં ઘણી વખત લઘુમતી સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે.

સોલિસિટર જનરલે દવેના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ કોઈ સાર્વજનિક પ્લેટફોર્મ નથી, તમારે કાયદા પર દલીલ કરવી જોઈએ.

દવે – આપણે કોઈ સમુદાયના મનમાં ડર બનાવી શકીએ નહીં, ભારતમાં 160 મિલિયન મુસ્લિમો છે

દવે- કર્ણાટક સરકારનો આદેશ ગેરબંધારણીય છે, આ આદેશ ગેરકાયદેસર છે. હાઈકોર્ટનો નિર્ણય ટકવાનો નથી. સુપ્રીમ કોર્ટે આ આદેશને રદ કરવો જોઈએ.

(9:22 pm IST)