Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મહિલા અનામત બિલ પર લોકસભામાં I.N.D.I.A ગઠબંધનનું નેતૃત્વ કરશે સોનિયા ગાંધી: કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્લાન તૈયાર

ભાજપ સરકારના બિલમાં પ્રથમ વસ્તી ગણતરી અને સીમાંકન પછી 2029માં લાગુ થઈ શકશે: નવા બિલમાં રાજ્યસભા અને વિધાન પરિષદમાં મહિલા અનામતને દૂર કરવામાં આવી

નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભામાં મહિલા અનામત બિલ પર વિપક્ષ અને પાર્ટી તરફથી ચર્ચાનું નેતૃત્વ કરશે. એટલે કે તે લોકસભામાં બોલશે.મહિલા આરક્ષણ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બુધવારે ગૃહમાં બિલ પર ચર્ચા થશે. સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટી આ બિલના સમર્થનમાં છે, પરંતુ તેઓ તેને પોતાનું બિલ ગણાવી રહ્યા છે. સોનિયા ગાંધીએ પણ સંસદ પરિસરમાં કહ્યું કે આ તેમનું બિલ છે. બીજી તરફ, ઈન્ડિયા એલાયન્સ બિલની વિરુદ્ધ વોટ નહીં કરે. તે મહિલા વિરોધી દેખાવા માંગતો નથી, પરંતુ કેટલાક એવા મુદ્દા છે જેના પર સરકારને ઘેરવાની તૈયારી ચાલી રહી છે.

  રાજ્યસભામાં પસાર થયેલા યુપીએ બિલમાં મહિલા આરક્ષણ તરત જ લાગુ કરવામાં આવ્યું હોત, જ્યારે ભાજપ સરકારના બિલમાં પ્રથમ વસ્તી ગણતરી અને સીમાંકન પછી 2029માં લાગુ થઈ શકશે

  યુપીએ દ્વારા રાજ્યસભામાં પસાર કરાયેલા ખરડામાં રાજ્યસભા અને વિધાન પરિષદમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ હતી, પરંતુ ભાજપ સરકારના નવા બિલમાં રાજ્યસભા અને વિધાન પરિષદમાં મહિલા અનામતને દૂર કરવામાં આવી હતી.

કોટામાં કોટાની માંગ જોરશોરથી ઉઠાવવામાં આવશે. જો કે, યુપીએ સરકાર દરમિયાન, કોંગ્રેસ પોતે બિલમાં ઓબીસીને અનામત આપવાનો પ્રસ્તાવ લાવી ન હતી

(12:56 am IST)