Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ શર્લિન ચોપડા વિરૂદ્ધ 50 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ દાખલ કરશે

શર્લિન ચોપડાને નોટિસ મોકલી એક અઠવાડિયાની અંદર માફી માંગવાની તાકીદ

મુંબઈ :અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રાએ શર્લિન ચોપડા વિરૂદ્ધ 50 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટિલે શર્લિન ચોપડાને નોટિસ મોકલી એક અઠવાડિયાની અંદર માફી માંગવાની વાત કરી છે અને જો શર્લિન ચોપડા રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટીની માફી નથી માંગતી તો 50 કરોડનો ડિફેમેશન સૂટ અને ક્રિમિનલ સૂટ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી દ્વારા ફાઇલ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા પર સેક્સુઅલ હેરેસમેન્ટ અને છેતરપિંડીનો આરોપ લગાવતા મીડિયા ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યુ હતુ. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે શર્લિને તેમના વિરૂદ્ધ ખરાબ ટિપ્પણી કરી છે.

નિવેદનમાં કહેવાયુ છે કે “શર્લિન ચોપડા દ્વારા રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી કુંદ્રા વિરૂદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા, નિરાધાર અને વગર કોઇ પુરાવા વગરના છે. શર્લિન ચોપડાએ માત્ર બદનામ કરવા અને બળજબરી વસૂલી કરવાના અર્થથી આરોપ લગાવ્યા છે, તેમણે આગળ કહ્યુ કે શિલ્પા શેટ્ટી જેએલ સ્ટ્રીમ એપ મામલે ના તો જોડાયેલી છે અને ના તો દેખરેખ રાખી રહી છે. શર્લિન ચોપડા દ્વારા શિલ્પા શેટ્ટીના નામને ઉછાળવાનો અર્થ માત્ર વિવાદ ઉભો કરવા અને મીડિયા એટેંશન માટે છે.”

રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મ બનાવવાના કેસમાં મુંબઇ પોલીસે 19 જુલાઇએ ધરપકડ કરી હતી. રાજ કુંદ્રા 2 મહિના જેલમાં રહ્યો. તે બાદ તેને સપ્ટેમ્બરમાં જામીન મળ્યા હતા. મલાડ પશ્ચિમમાં માલવાની પોલીસે એક બંગલા પર રેડ કરીને એપ પર અશ્લીલ સામગ્રી પીરસવાના કેસનો પર્દાફાશ કર્યો હતો. જોકે, રાજ કુંદ્રાએ જામીન દરમિયાન આરોપોને ફગાવી દીધા હતા.

(12:00 am IST)