Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ગ્રાહક હિન્દી જાણતો ન હોવાથી ઝોમેટોના કર્મચારીએ રીફંડન ન આપ્યું

કસ્ટમર કેરની બબાલ બે ભાષનો વિવાદ બની : તમિલે રિજેકટ ઝોમેટો કેમ્પેઇન શરૂ કરતા કંપનીએ બચાવમાં ઉતરવું પડ્યું

ચેન્નાઈ,તા. ૨૦ :  રેસ્ટોરા એગ્રીગેટર અને ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનો આંચકાજનક કિસ્સો સામે આવ્યો છે. કંપનીના કસ્ટમર કેર એજન્ટે તમિળને તે હિન્દી ન જાણતો હોવાના લીધે રિફંડ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કંપનીએ આના પગલે તે વ્યકિતની માફી માંગી છે અને આમ કરનારા કર્મચારીને નોકરીમાંથી બરતરફ કર્યો હતો.

આના પગલે કંપનીના ગ્રાહકે રિજેકટ ઝોમેટો હેશટેગ સાથે કેમ્પેઇન શરૂ કરતા અને તે ટ્રેન્ડિંગ થવા લાગતા કંપનીને માફી માગવાની ફરજ પડી હતી. જો કે કંપનીના સ્થાપક દીપિન્દર ગોયલે પછી તે કર્મચારીને પાછો નોકરી પર લઈ લેતા જણાવ્યું હતું કે આ ભૂલ તેનાથી અજાણતા થઈ ગઈ હતી.

અગાઉ વિકાસે ઝોમેટોમાંથી ફૂડનો ઓર્ડર કર્યો હતો અને પછી ફરિયાદ કરી હતી કે તેની આઇટેમ ગુમ છે. કસ્ટમર કેરે જણાવ્યું હતું કે આ રકમ પરત કરી શકાય તેમ નથી કારણ કે હું હિન્દી જાણતો ન હતો. તેની સાથે તેણે મને જણાવ્યું કે ભારતીય તરીકે મારે હિન્દી જાણવું જોઈએ. તેણે મને જૂઠા તરીકે ટેગ કર્યો કારણ કે તે તમિળ જાણતો ન હતો. શું ઝોમેટોના કસ્ટમર કેર એજન્ટ કસ્ટમર સાથે આ રીતે વાત કરે છે. તેણે પાછું આ બધુ ટવીટ કરીને કંપનીને ટેગ કરી હતી, તેની સાથે સ્ક્રીનશોટ શેર કર્યો હતો. ઝોમેટોના એજન્ટે વિકાસને જણાવ્યું હતું કે હિન્દી દેશની રાષ્ટ્રીય ભાષા છે. તેના પગલે બે ભાષા વચ્ચેનો વિવાદ શરૂ થઈ ગયો હતો. તેના લીધે ઝોમેટોએ તેના કર્મચારીની વર્તણૂક માટે માફી માંગી હતી.

ઝોમેટોના ટ્વિટર હેન્ડલે જણાવ્યું હતું કે આપણા વૈવિધ્યસભર વારસા અંગે એજન્ટના અજ્ઞાાન બદલ અમે તેનો કરાર પૂરો કર્યો છે. અમારા પ્રોટોકોલ અને એજન્ટની વર્તણૂક સંવેદનશીલતા વિરુદ્ઘ છીએ, અમે નિયમિત ધોરણે અમારા એજન્ટ્સને તાલીમ આપીએ છીએ. તેણે જણાવ્યું હતું કે હકાલપટ્ટી પામેલા કર્મચારીનું નિવેદન કંપનીના ભાષા અને વૈવિધ્યતા અંગેના વલણનું પ્રતિબિંબ પાડતું નથી. તેણે વધુમાં જણાવ્યું હતું કે તે મોબાઇલ એપની તમિલ આવૃત્ત્િ। વિકસાવી રહી છે અને તેણે રાજયમાં સ્થાનિક ભાષામાં માર્કેટિંગ કરવા માટે સ્થાનિક ટીમ પણ બનાવી છે. તેણે નિર્દેશ કર્યો કે તેણે જાણીતા તમિલ સંગીતજ્ઞા અનિરુદ્ઘ રવિચંદરને સ્થાનિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે.

(10:00 am IST)