Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

૧ બોટલની કિંમત રૂ. ૪૫ લાખ

વિશ્વ સૌથી મોંઘી પાણીની બોટલ : આ ભાવમાં આવી જાય ૩BHK ફલેટ

'એકવા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની' એટલે કે દુનિયાનું સૌથી મોંધુ પાણી ફ્રાંસ અને ફિઝીમાં એક નેચરલ સ્પ્રિંગમાંથી મળી આવે છે : કહેવાય છે કે જમીનની અંદરથી નીકળતા આ પાણીનો સ્વાદ ઘણો જ વિશેષ છે : શું તેમ જાણો છો ? નીતા અંબાણી આ પાણીની બોટલ પીવે છે

પેરિસ,તા.૨૦: પાણી મનુષ્યના જીવનમાં એક પ્રાથમિક જરૂરિયાત છે. પહેલેથી આપણે સાંભળતા આવ્યા છીએ કે જળ એ જ જીવન. પાણી જરૂરી છે અને તેથી તેની એક કિંમત પણ છે. સામાન્ય રીતે પાણી એક એવી વસ્તુ છે કે તેને આસાનીથી ખરીદીને પી શકાય છે અને તેનું કારણ છે પાણીની બોટલની નજીવી કે સામાન્ય કિંમત. આપણે જાણીએ જ છીએ કે દુનિયામાં ઘણા એવા પીણા કે ડ્રિંકસ છે, જેની લાખો અને કેટલાકની તો કરોડોમાં પણ કિંમત છે. શેમ્પેન, વાઈન અને સિંગલ માલ્ટ વ્હિસ્કી વગેરે તેમના મોંધાભાવ માટે જાણીતા છે. આપણે સરળતાથી માની લઈએ છીએ કે આવા ડ્રિંકસ મોંદ્યા હોઈ શકે છે. પણ શું કયારેય તમે વિચાર્યું છે કે પીવાના પાણીની કિંમત પણ લાખોમાં હોઈ શકે છે. જો અત્યાર સુધી તમારા મગજમાં આવો કોઈ વિચાર નથી આવ્યો તો હવે જાણી લો કે દુનિયાની સૌથી મોંધી પાણીની બોટલની કિંમત એટલી છે કે તે એક બોટલની કિંમતમાં અમદાવાદ શહેરમાં એક ૩ બીએચકે ફ્લેટ ખરીદી શકાય છે.

એક સામાન્ય માણસ પાણીની બોટલ ખરીદવા માટે ૨૦, ૫૦ કે ૧૦૦ રુપિયા સુધી ખર્ચી નાંખે છે.ઘણી વખત પાણીની બોટલના ૧૦૦ રુપિયા ચુકવવા પણ વધુ લાગતા હોય છે, પણ શું તમે જાણો છો કે દુનિયાનાં સૌથી મોંધી પાણીની બોટલની કિંમત ૫૦૦ કે ૧૦૦૦ રુપિયા નહીં પણ ૪૫ લાખ રુપિયા છે. જી હાં, દુનિયાના સૌથી મોંધા પાણીનું નામ એકવા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની છે, જેની ૭૫૦ ML પાણીની બોટલ માટે રુપિયા ૪૫ લાખ ચુકવવા પડે છે.

'એકવા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની' એટલે કે દુનિયાનું સૌથી મોંધુ પાણી ફ્રાંસ અને ફિઝીમાં એક નેચરલ સ્પ્રિંગમાંથી મળી આવે છે. કહેવાય છે કે જમીનની અંદરથી નીકળતા આ પાણીનો સ્વાદ ઘણો જ વિશેષ છે.

નેચરલ સ્પ્રિંગમાંથી નીકળતું પાણી એક સામાન્ય બાબત છે. આપણા દેશમાં પણ આ પ્રકારની પાણીની બોટલ ૫૦,૧૦૦ કે ૧૫૦ રુપિયામાં વેચાતી જ હોય છે, ત્યારે સવાલ થાય કે એકવા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયા શા માટે આટલુ મોંધુ છે. આપને જણાવી દઈએ કે આ પાણી આટલુ મોંઘુ હોવા પાછળ કેટલાક કારણો છો જેમાં સૌથી પહેલું કારણ છે આ પાણી જેમાં ભરેલું આવે છે તે ખાસ બોટલ. ઉલ્લેખનીય છે કે આ પાણી માટેની બોટલ વિશ્વના સૌથી નામચીન બોટલ ડિઝાઈનર ફર્નાંન્ડો અલ્તામિરાનો દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. આ બોટલની ખાસ વાત એ છે કે આ બોટલ ૨૪ કેરેટ ગોલ્ડની બનેલી છે. આ પાણી સામાન્ય પાણી કરતા સ્વાદમાં પણ અલગ છે અને સામાન્ય પાણી કરતા ઘણી વધુ એનર્જી પણ આપે છે. વિશ્વની સૌથી મોંધી બોટલ કોન્યેક ડુડોગન હેરિટેજ હેનરી IV પણ ફર્નાંન્ડો અલ્તામિરાનો દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે.

સામાન્ય માણસ માટે આ પાણી ચાખવું પણ માત્ર એક સ્વપ્ન જ છે ત્યારે વિશ્વની કેટલીક હસ્તીઓ આ પાણીનો ઉપયોગ કરી ચુકી છે. ભારતમાં અંબાણી પરિવારની વહુ અને મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી આ પાણીનો ઉપયોગ કરે છે.

(2:47 pm IST)