Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ખાદ્યતેલોની ટેરિફ વેલ્યુ ઊંચી હોવાથી આયાત ડયૂટીના ઘટાડાનો લાભ મળતો નથી

છૂટક ભાવમાં અપેક્ષિત ઘટાડો થયો નથીઃ નિષ્ણાંતો

નવી દિલ્હી, તા.૨૦:  નાણાં મંત્રાલયે ખાદ્ય તેલો ઉપરની આયાત ડ્યૂટી ઘટાડ્યા બાદ ટેરિફ વેલ્યુ વધારી છે. આને કારણે ખાદ્ય તેલોના છૂટક ભાવોમાં આયાત ડ્યૂટીમાં ઘટાડાને કારણે અપેક્ષા કરતાં ઓછો ઘટાડો થયો છે. આયાત ડ્યૂટી ઘટાડ્યા બાદ તરત જ રિફાઇન્ડ તેલના ભાવ પ્રતિ કિલો રૂ. છ થી આઠ જેટલા ઘટવાની ધારણા હતી, પરંતુ તેમાં એટલો ઘટાડો થયો નહીં.'

ટેરિફ વેલ્યુ એટલે એ ભાવ, જે આયાત કરેલા માલસામાન માટે ડ્યૂટીની ગણતરી માટે આધાર તરીકે ધ્યાન ઉપર લેવાય છે. આ વેલ્યુમાં કોઈ ફેરફાર કરવો હોય તો તે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તતા ભાવોને ધ્યાન ઉપર રાખીને દર પંદર દિવસે કરી શકાય છે. ૧૯૬૨ના કસ્ટમ્સ એકટની કલમ ૧૪દ્ગક પેટા કલ (૨) આ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસીઝ એ? છડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ને કોઈ પણ પ્રકારના આયાતી માલ કે નિકાસી માલ માટે ટેરિફ વેલ્યુ ઠેરવવાની સત્તા આપે છે અને આ ટેરિફ વેલ્યુને આધારે ડ્યૂટી વસૂલવામાં આવે છે.

એક તરફ, એક મહિના સુધી ટેરિફ વેલ્યુમાં કોઈ ફેરફાર નહીં કર્યા પછી ૧૪મી ઓકટોબરના રોજ બોર્ડે ક્રૂડ પામ તેલ, આરબીડી (રિફાઇન્ડ, બ્લીચ્ડ એન્ડ ડીઓડોરાઇઝડ) પામ તેલ, અન્ય પામ તેલ, ક્રૂડ પામોલીન, આરબીડી પામોલીન, અન્ય - પામોલીન અને ક્રૂડ સોયાબીન તેલની ટેરિફ વેલ્યુ પ્રતિ ટન ૬૦-૭૪ ડોલરની રેન્જમાં વધારી. ત્યારે બીજી તરફ, એ જ દિવસે બોર્ડે ક્રૂડ અને રિફાઈન્ડ પામ તેલ, સોયાબીન તેલ અને સનફ્લાવર તેલ ઉપરની આયાત ડ્યૂટી ૧૯.૨૫ ટકાથી ઘટાડીને ૧૬.૫ ટકા કરી.

તાજેતરના મહિનાઓમાં આ ત્રીજો ઘટાડો છે અને હમણાં તહેવારોની સિઝન અને ખાદ્ય ચીજોના ઊંચા ભાવને કારણે ખાદ્યતેલના વધેલા ભાવને કારણે આ ડ્યૂટી ઘટાડો લાગુ કરાયો છે.

ઈન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઈન કોમ્પ્લેકસ ચોઇસીઝના પ્રોફેસર અને સહસ્થાપક અનિલ સૂદે જણાવ્યું કે ટેરિફ વેલ્યુ બદલવાનું એક કારણ કોમોડિટીના બજાર ભાવમાં ફેરફાર સાથે તાલમેલ જાળવવાનું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કોમોડિટીના ભાવમાં એક સામાન્ય વધારાનું વલણ જોવા મળી રહ્યું છે. જેમકે, મલેશિયામાં સ્થાનિક વેચાતા ક્રૂડ પામતેલનો ભાવ જુલાઈથી ઓકટોબરમાં ૧૮ ટકા જેટલો વધ્યો છે. વર્લ્ડ બેન્કના ઈન્ડેકસમાં પણ મલેશિયાના પામ તેલના ભાવમાં વધારો દર્શાવાયો છે.

પ્રોસેસ્ડ પામ તેલ માટે છેલ્લા ત્રણ મહિનામાં મલેશિયાના નિકાસ ભાવમાં ભાગ્યે જ કોઈ ફેરફાર થયો છે. સંભવ છે કે બજાર ભાવમાં તાજેતરના વધારાની અસર થયેલા કરારના પ્રકારને આધારે થોડા મહિના બાદ નિકાસ ભાવ ઉપર જોવા મળે.

સૂદના જણાવ્યા મુજબ, બીજી તરફ, સોયાબીન તેલના ભાવ છેલ્લા કેટલાક મહિનામાં ઘટ્યા છે. એટલે, ટઙ્ખરિફ વેલ્યુમાં વધારો થોડોક આશ્ચર્યજનક જણાય છે. ટેરિફ વેલ્યુમાં થતો કોઈ પણ વધારો સ્વાભાવિક રીતે જ ડ્યૂટી વધારે છે અને તેના કારણે કેન્દ્ર સરકારની આવકની માત્રા સચવાઈ જતી હોવા છતાં ડ્યૂટી દ્યટાડાના લાભ ઘટે છે.

ઉત્પાદકોનું માનવું છે કે આયાત ડ્યૂટી ઘટાડવી અને ટેરિફ વેલ્યુ વધારવી, એ મૂંઝવણભર્યા સંકેતો આપે છે. સોલ્વેન્ટ એકસ્ટ્રકટર્સ એસોસીએશનના એકિઝકયુટીવ ડિરેકટર બી.વી. મહેતાએ જણાવ્યું કે ખાદ્ય તેલનો ઉદ્યોગ વેપાર ઊંચા વોલ્યુમ અને નીચા માર્જિન ધરાવે છે. ઉપરાંત, આપણે આપણી લગભગ ૬૫ ટકા જરૂરિયાત આયાત મારફતે સંતોષીએ છીએ. ડ્યૂટી ઘટાડાના મહત્ત્।મ લાભ આપવા માટે નાણાં મંત્રાલયે ટેરિફ વેલ્યુમાં થોડો સમય કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં.

(10:04 am IST)