Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પાકિસ્‍તાનમાં માત્ર આતંકની બોલબાલાઃ કાનૂનના રાજમાં તળીયે પહોંચ્‍યું

રૂલ ઓફ લો ઈન્‍ડેક્ષ-૨૦૨૧નો રીપોર્ટઃ ૧૩૯ દેશોમાંથી પાકિસ્‍તાનનું સ્‍થાન ૧૩૦મું: ડેન્‍માર્ક પ્રથમ સ્‍થાને : મૌલિક અધિકારો, નાગરીક ન્‍યાય, ભ્રષ્‍ટાચાર વગેરે બાબતમાં પણ પાકિસ્‍તાન પાછળ ધકેલાયું: ભારત ૭૯માં ક્રમે

નવી દિલ્‍હી, તા. ૨૦ :. પાકિસ્‍તાનમાં કાયદાના શાસનની સ્‍થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ રૂલ ઓફ લો ઈન્‍ડેક્ષ-૨૦૨૧ના રીપોર્ટથી લગાવી શકાય છે. વર્લ્‍ડ જસ્‍ટીસ પ્રોજેકટનો આ રીપોર્ટ જણાવે છે કે ૧૩૯ દેશોમાંથી પાકિસ્‍તાનનું સ્‍થાન ૧૩૦મું છે. ગયા વર્ષે પાકિસ્‍તાનનો ક્રમ ૧૨૦મો હતો. દક્ષિણ એશીયામાં પાકિસ્‍તાન આ મામલામાં માત્ર અફઘાનિસ્‍તાનથી આગળ છે. ડેન્‍માર્ક આ યાદીમાં પ્રથમ ક્રમાંકે છે.
રૂલ ઓફ લો ઈન્‍ડેક્ષ-૨૦૨૧ માટે અંક ૦ થી ૧ ની વચ્‍ચે હતો જેમાં ૧ કાનૂનના શાસનનું સૌથી મજબૂત પાલન દર્શાવે છે. ધ ન્‍યુઝ ઈન્‍ટરનેશનલના રીપોર્ટ અનુસાર પાકિસ્‍તાને ૦.૩૯નો ખરાબ સ્‍કોર મેળવ્‍યો હતો. કાનૂનના શાસનની શ્રેણીમાં નેપાળ, શ્રીલંકા, ભારત, બાંગ્‍લાદેશ બધાએ પાકિસ્‍તાન કરતા સારો દેખાવ કર્યો છે. રીપોર્ટ અનુસાર પાકિસ્‍તાને ભ્રષ્‍ટાચાર, મૌલિક અધિકાર, વ્‍યવસ્‍થા અને સુરક્ષા તથા નિયામક પ્રવર્તનના મામલામાં ખરાબ દેખાવ કર્યો છે. આ ક્ષેત્રોમાં પણ પાકિસ્‍તાન દક્ષિણ એશીયામાં બીજુ સૌથી ખરાબ રાષ્‍ટ્ર છે. આપરાધીક ન્‍યાય પ્રણાલી, નાગરીક ન્‍યાય, ખુલ્લી સરકાર અને સરકારી શકિતઓ પર બાધાઓના ક્ષેત્રોમાં પાકિસ્‍તાન કુલ ૬ ક્ષેત્રીય દેશોમાં ચોથા સ્‍થાને છે.
વિશ્વ સ્‍તર પર ૧૩૯ દેશોમાંથી પાકિસ્‍તાન આદેશ અને સુરક્ષાના મામલામાં ૩ સૌથી ખરાબ દેશોમાંથી છે. ૧૩૯ દેશોમાંથી પાકિસ્‍તાન ૧૩૭મું છે. રીપોર્ટ અનુસાર નાગરીક ન્‍યાય, નિયામક પ્રવર્તન, મૌલિક અધિકાર અને ભ્રષ્‍ટાચારમાં પાકિસ્‍તાન ક્રમશઃ ૧૨૪, ૧૨૩, ૧૨૬ અને ૧૨૩માં સ્‍થાને છે.
આ યાદીમાં ભારત ૦.૫૦ અંક સાથે ૭૯માં ક્રમે છે. કાનૂનના શાસન મામલામાં ગયા વર્ષના મુકાબલે ઘટાડો થયો છે. ગયા વર્ષે ભારત ૬૯માં ક્રમે હતુ. ખુલી સરકારના મામલામાં ભારત ૧૩૯ દેશોમાંથી ૪૦મા સ્‍થાને છે. મૌલિક અધિકારના મામલામાં ૯૩માં ક્રમે, સામાજિક ન્‍યાયમાં ૧૧૦માં ક્રમે અને આપરાધીક ન્‍યાયમાં ૮૬માં ક્રમે છે. નેપાળ ૭૦મા સ્‍થાને છે. શ્રીલંકા ૭૬માં સ્‍થાને તો બાંગ્‍લાદેશ ૧૨૪માં ક્રમે છે. ચીન ૯૮માં ક્રમે છે.
૫ સર્વશ્રેષ્‍ઠ દેશોમાં ડેન્‍માર્ક, નોર્વે, ફીનલેન્‍ડ, સ્‍વીડન અને જર્મની છે.


 

(10:32 am IST)