Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

દિવાળી પૂર્વે કારીગરોની ભારે અછત

લોકો કડિયાકામ, કલરકામ, મિષાીકામ માટે માણસો શોધે છે પણ મળતા નથી

છેલ્લા દોઢ બે વર્ષથી લોકોએ કોરોનાના લીધે નાના મોટા કામો મુલત્‍વી રાખ્‍યા હતા પરંતુ હવે તે કામો હાથ પર લેતા આ સ્‍થિતિ થઇ છે

નવી દિલ્‍હી તા. ૨૦ : તહેવારોની સિઝન શરૂ થતાં રાજયના અમદાવાદ જેવા મોટા શહેરમાં નાના મોટા કામ માટે કારીગર કે મિષાી મળવા મુશ્‍કેલ બની જાય છે. મોં માંગી મજુરી આપવા છતાય મકાનમાં રીપેરીંગ, ફર્નિચર રીપેરીંગ વગેરે માટે કારીગરો મળતાં નથી. અડધા મજૂરો દેશમાં દિવાળી ઉજવવા જઇ રહ્યા છે' જયારે અન્‍ય કારીગરો પાસે એટલું કામ છે કે તેઓ નવું કામ લેવા તૈયાર નથી.
પヘમિમાં મકાનના સિવિલ કામના કારીગર કોન્‍ટ્રાકટર મોજીદાભાઇ મિષાીનો સંપર્ક સાધતા તેઓનું કહેવું હતું કે હવે બધુ' પેક થઇ ગયું. અમારી પાસે નવા કામની જગ્‍યા નથી. નાના મોટા કોન્‍ટ્રાકટરો-મિત્રીઓ હાથમાં લીધેલા કામ પણ પતાવી શકે તેમ નથી.
છેલ્લા દોઢ બે વર્ષથી લોકોએ કોરોનાના લીધે નાના મોટા કામો મુલત્‍વી રાખ્‍યા હતાં પરંતુ હવે તે કામો હાથ પર લેતા આ સ્‍થિતિ થઇ છે.
દૈનિક કારીગરો હવે રૂા.૩૦૦થી ૪૦૦ મજુરી માગે છે જયારે બધા કામો માટે પેકેજીસ થઇ ગયા છે જેના રેટસ ૨૦થી ૩૦ ટકા વધી ગયા છે પરંતુ દિવાળી પહેલા જેઓને પોતાના કામો પતાવવા હોય તેમને ડબલ મજુરી આપવી પડે છે અને આમ છતાં જરૂરી મજુરો કારીગરો ઉપલબ્‍ધ નથી.બાકી રહેલા કામો દિવાળી પછી કારીગરો પાછા ફરે ત્‍યારે જ હાથ ધરાશે.
પરિસ્‍થિતિ સુધરતા નવા વિકસી રહેલા પરાઓમાં ખરીદાયેલી પ્રોપટીમાં જરૂરી કડીયા કામ કલર કામ ફર્નિચર વગેરે ઘણું બાકી હોય છે. જેને' માણસો મળી ગયા તેઓનું નસીબ નહી તો હવે દિવાળી પછી. અમદાવાદ જ નહી વડોદરા, સુરત, રાજકોટ બધે આવી સ્‍થિતિ પ્રવર્તે છે તેવું અમદાવાદના અગ્રણી બિલ્‍ડીંગ કોન્‍ટ્રાકટર વિજય ગજ્જરનું કહેવું છે. વિજયભાઇ પોતે જ પોતાના ખેતરમાં હાઉસ બનાવી રહ્યા છે તેને પણ આ સ્‍થિતિમાં કેટલાય કામો દિવાળી બાદ મુલતવી રાખવા પડયા છે.
મિષાીનો રોજ રૂા. ૫૦૦થી ૧૦૦૦ને થઇગયો છે. જે ચાર પાંચ વર્ષ પહેલા રૂા. ૨૦૦-૨૫૦ હતો તેવું જ દહાડીયાનો રોજ રૂા. ૩૦૦થી ૪૦૦ થઇ ગયો છે.જો તમારે કામ બતાવવું હોય તો લગભગ ડબલ મજુરી અને ૩૦-૪૦ ટકા મોંઘુ મટીરીયલ ખરીદવું પડશે. આમ આ તહેવારોને લોકો સારી રીતે ઉત્‍સાહ અને આનંદથી ઉજવવા માંગતા હોય તો આવા કામો માટે ખર્ચ પણ વધુ કરવો પડશે.

 

(10:12 am IST)