Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ફકત દુબઇ અને માલદીવ્‍સ જ ફરવા માટે ખુલ્લા : દિવાળીએ બીજે પ્રવાસ મુશ્‍કેલ

સૌરાષ્‍ટ્રમાં દ્વારકા, સોમનાથ, સાસણ ગીર અને દીવ સ્‍થળોએ દર રજાઓમાં મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે

નવી દિલ્‍હી તા. ૨૦ : હાલમાં શિડ્‍યૂલ ફલાઇટ શરૂ થઇ નથી ત્‍યારે તહેવારોમાં દેશ બહાર ફરવા જનારા પ્રવાસીઓની સંખ્‍યા અત્‍યંત ઘટી ગઇ છે. આંતરરાષ્ટ્રીય સ્‍થળોમાં ફક્‍ત દુબઇ અને માલદીવ્‍સ બે જ ડેસ્‍ટીનેશન્‍સ ખુલ્‍યા છે. હવે શ્રીલંકા ટૂંક સમયમાં ખુલનાર છે. હાલમાં દિવાળીના તહેવારે ફરવા માટેનો ઘસારો ફક્‍ત ડોમેસ્‍ટિક છે. દુબઇ જનારા પ્રવાસીઓની સંખ્‍યા ઘણી છે. જોકે ત્‍યાં આરટીપીસીઆરના નિયમો અનુસરીને જ જવું પડે તેમ છે. સરવાળે તહેવારોની સિઝનમાં ધંધો ઘટીને ફક્‍ત ૨૦-થી ૩૦ ટકા સુધીનો જ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ફલાઇટનું મોટા પાયે બુકીંગ કરતા અમૃતભાઇ થાનકીએ જણાવ્‍યું હતુ કે કેનેડા સરકારે નિયંત્રણો દૂર કરતા હવે દિલ્‍હીથી એર ઇન્‍ડિયા અને એર કેનેડા બન્ને ડાયરેક્‍ટ ફલાઇટ ઓપરેટ થાય છે તેમાં છ કલાકથી ૧૮ કલાક સુધીમાં એરપોર્ટ પર ઓથોરાઇઝ્‍ડ લેબમાં આરટીપીસીઆર કરાવવો પડે છે. જે લોકોએ બન્ને ડોઝ લીધા હોય તેમણે પણ આરટીપીસીઆર ટેસ્‍ટ કરાવવો પડે છે. હાલમાં સમસ્‍યા એ છે કે જો કોઇ વ્‍યક્‍તિ દુબઇ ફરવા જાય તો તેણે ૪૮ કલાક પહેલા આરટીપીસીઆર કરાવવો પડે છે. દુબઇ જાઓ ત્‍યારે ત્‍યાં આરટીપીસીઆર કરે છે. પાછા આવો ત્‍યારે સમાન પ્રકારની પ્રક્રિયાને અનુસરવી પડે છે. આમ જો પેકેજ રૂ. ૬૦ હજારનું હોય તો ૧૫ ટકા કોસ્‍ટ આરટીપીસીઆરની જ થાય છે, અને જો રૂ. ૯૦ હજારનું પેકેજ હોય તો દશ ટકા થઇ જાય છે. દુબઇમાં પણ ટેસ્‍ટને કારણે માંડ ૩૦ ટકા જ ટ્રાફિક છે. આ સ્‍થિતિમાં ઘસારો મોટે ભાગે ભારતમાં જ વળ્‍યો છે. જેમાં સૌથી વધુ ગોવા, આંતરરાષ્ટ્રીય ક્રૂઝ તેમજ નોર્થ ઇસ્‍ટમાં વધુ લોકો જાય છે. તેમણે જણાવ્‍યું હતુ કે હાલમાં અમેરિકાના ટુરિસ્‍ટ વિસા તો બંધ છે. તેમ છતાં ઇમર્જન્‍સી હોય તો અમેરિકાથી કોઇનું સંબંધીનું આમંત્રણ મંગાવવુ પડે છે તે રજૂ કરીને અમેરિકન એમ્‍બેસીમાંથી પ્રમાણપત્ર મેળવવુ પડે છે. તહેવારોમાં સામાન્‍ય રીતે સિંગાપોર, બેંગકોક, યુરોપીય દેશોમાં જનારાઓની સંખ્‍યા ઘણી હોય છે.ઙ્ખઙ્ખ
 દરમિયાનમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, સોમનાથ, સાસણ ગીર અને દીવ સ્‍થળોએ દર રજાઓમાં મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે. દ્વારકા પાસે શિવરાજપુર બીચ પ્રવાસીઓનું આકર્ષણ કેન્‍દ્ર બનશે તેવું મનાય રહ્યુ છે. આ વર્ષે પ્રવાસીઓએ લોકલ ડેસ્‍ટીનેશનથી જ સંતોષ માની લેવો પડશે.


 

(10:33 am IST)