Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કલાયમેન્‍ટ ચેન્‍જ નીતિઓ ન્‍યાયી અને વ્‍યવહારૂ હોવી જોઇએ : ઉર્જા સંક્રાન્‍તિથી અનેક નવા ઉદ્યોગોનું સર્જન થશે : ભારત દુનિયામાં સૌથી સસ્‍તા હાઇડ્રોજનનું ઉત્‍પાદન કરશે : ગૌતમ અદાણી

અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ યુકે સરકારે સાયન્‍સ મ્‍યુઝિયમ, લંડન ખાતે યોજેલી ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમિટમાં પ્રતિભાવમાં આપ્‍યો : શ્રી ગૌતમ અદાણીએ કલાયમેટ ચેન્‍જ સામેની લડતમાં ન્‍યાયી અને વાજબી નીતિઓ અંગે દલીલો કરી અને પ્રેકટિકલ ધ્‍યેય અને એજન્‍ડા માટે ભલામણ કરી : રિન્‍યુએબલ એનર્જી વેલ્‍યુ ચેઇનમાં અદાણીની પોર્ટફોલિયો કંપનીઓ ૫૦ થી ૭૦ અબજ ડોલરથી વધુ મૂડીરોકાણ કરશે અને ૨૦૩૦ સુધીમાં ઉર્જા સંક્રાન્‍તિના હેતુથી ૭૦ ટકા આયોજીત મૂડી ખર્ચ માટે કટિબધ્‍ધતા દર્શાવશે : હાઇડ્રોજન પરિસ્‍થિતી પલટનારૂ પરિબળ બની રહેશે અને અદાણી ગ્રીનનો એનર્જી પોર્ટફોલિયો વિસ્‍તરીને વિશ્વના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન ઉત્‍પાદકોમાં સ્‍થાન પામશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૦: ભારતના સૌથી મોટા ઈનફ્રાસ્‍ટ્રક્‍ચર કોગ્‍લોમરેટ અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી જણાવે છે કે ‘જલ વાયુ પરિવર્તનની અસરો ઉપર પ્રભુત્‍વ મેળવવા માટેની નીતિઓ ન્‍યાયી અને વ્‍યવહારૂ હોવી જોઈએ.'
યુકેમાં સાયન્‍સ મ્‍યુઝિયમ, લંડન ખાતે યોજાયેલ ગ્‍લોબલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ સમિટમાં બિઝનેસ લીડર્સ સમક્ષ પ્રવચન કરતાં શ્રી અદાણીએ જણાવ્‍યું હતું કે ‘ગ્રીન પોલિસીઝ અને ક્‍લાયમેટ એક્‍શન ન્‍યાયી વિકાસ આધારિત નહી હોય તો લાંબાગાળે સંઘર્ષ કરવો પડશે. તેમણે જણાવ્‍યું કે નીતિ ઘડનારા સમુદાયે જલવાયુ પરિવર્તન અંગેની વ્‍યૂહરચના અને નિવારણના પગલાં અંગે નીતિઓ ઘડતી વખતે ધ્‍યનિય સ્‍થિતિમાં જીવતા લોકોના અવાજને પણ ધ્‍યાનમાં લેવો પડશે.'
તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે એક સહયોગી અભિગમની જરૂર છે કે જેમાં વિકસીત રાષ્‍ટ્રો કે જેમણે વિતેલા સમયમાં વધુ ગ્રીનહાઉસ ગેસ છોડ્‍યો છે તેમણે વધુ જવાબદારી દાખવવી જોઈએ અને વિકસતી દુનિયાની જરૂરિયાતો સારી રીતે હલ થાય તેવી નીતિંઓ અને લક્ષ્યાંકો સૂચવવા જોઈએ.
‘નેટ ઝીરો ટાર્ગેટસની વ્‍યાપક જરૂરિયાત છે ત્‍યારે કંપનીઓના પર્યાવરણલક્ષી પ્રયાસોને રાષ્‍ટ્રના પર્યાવરણલક્ષી પ્રયાસો સાથે જોડવા જોઈએ' તેવું જણાવતા શ્રી અદાણીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૫ની સીઓપી ૨૧ સમિટ પછી મજબૂત વલણ દાખવવાની કટિબધ્‍ધતા દર્શાવી છે અને ભારત જલવાયુ પરિવર્તનની સમસ્‍યા હલ કરવા બાબતે અત્‍યંત જવાબદાર મુખ્‍ય રાષ્ટ્રમાં સ્‍થાન પામ્‍યુ છે. આમ છતાં દરેક રાષ્ટ્રના પર્યાવરણલક્ષી મજલમાં ન્‍યાયી વિકાસના સિધ્‍ધાંતો અને નેટ ઝીરો સંખ્‍યાને રાષ્ટ્રના વિકાસ એજન્‍ડાથી દૂર રાખવામાં આવશે તો વૈશ્વિક પર્યાવરણલક્ષી પહેલમાં વધુ અસમતુલા ઉભી થશે.
શ્રી અદાણીએ વધુમાં જણાવ્‍યું કે ‘ અદાણીની પોર્ટફોલિયો કંપનીઓ રાષ્ટ્રની કટિબધ્‍ધતાનું સન્‍માન કરીને મૂડીરોકાણના આયોજનો કરી રહી છે. અદાણીની લોજીસ્‍ટીકસ યુટિલિટી APSEZ કંપની અદાણીની રિન્‍યુએબલ એનર્જી કંપની AGELની જેમ SBTi (સાયન્‍સ બેઝડ ટાર્ગેટ ઈનિશ્‍યેટિવ) મારફતે ૧.૫ ડીગ્રી પાથવે માટે કટિબધ્‍ધ છે. અદાણી ટ્રાન્‍સમિંશને પણ એવી જ કટિંબધ્‍ધતા દાખવી છે અને અન્‍ય પોર્ટફોલિયો કંપનીઓ પણ ૧.૫ ડીગ્રી પાથવે માટે કટિબધ્‍ધ છે. અદાણીની પ્રથમ ડેટા સેન્‍ટર કંપની તેના તમામ ડેટા સેન્‍ટર્સને વર્ષ ૨૦૩૦ સુધીમાં રિન્‍યુએબલ પાવર વડે ઉર્જા પૂરી પાડશે. વધુમાં, AGEL આગામી ચાર વર્ષમાં તેની રિન્‍યુએબલ ઉર્જા નિર્માણ ક્ષમતા ત્રણ ગણી કરશે. આ વ્‍યાપ અને ઝડપને દુનિયાની કોઈપણ કંપની સાથે સરખાવી શકાય તેમ નથી. AGEL 25GW નો શરૂઆતનો લક્ષ્યાંક નિર્ધારિત સમય કરતાં ચાર વર્ષ પહેલાં હાંસલ કર્યા પછી વિશ્વની સૌથી મોટી સોલાર ડેવલપર તરીકે પોતાનું સ્‍થાન મજબૂત બનાવી રહી છે.'
‘આ સર્વાગી પરિવર્તનના વિવિધ પાસાં છે. તે માત્ર ઉર્જાની દુનિયાને જ નહીં, પણ કેમિકલ્‍સ, પ્‍લાસ્‍ટિક્‍સ, મોબિલીટી, કોમ્‍પ્‍યુટીંગ અને મેટલ્‍સ ક્ષેત્રેપણ અસરકારક બની રહેશે' તેવું જણાવતા શ્રી અદાણીએ કહ્યું કે ‘ગ્રીનર વલ્‍ડનું વિઝન હાંસલ કરવાની બાબત હાઈડ્રોજનના ઉત્‍પાદનની ક્ષમતા ઉપર ભારે અવલંબન ધરાવે છે, તે ઉર્જાનોસ્ત્રોત હોવાની સાથે સાથે આપણે જેનો રોજબરોજ ઉપયોગ કરીએ છીએ તેવી કેટલીક ડાઉનસ્‍ટ્રીમ પ્રોડક્‍ટસનો ફીડસ્‍ટોક પણ છે. આ બાબત વિશ્વની ઉર્જા સંક્રાંતિને પરિવર્તનલક્ષી બનાવીને સંપૂર્ણપણે નવા ઉદ્યોગોનું સર્જન શક્‍ય બનાવે છે. અદાણી ગ્રુપ આગામી વર્ષોમાં ફરીથી આકાર પામનારી સમગ્ર વેલ્‍યુચેઈનમાં અનોખું સ્‍થાન ધરાવે છે.'
શ્રી અદાણીએ જણાવ્‍યું કે ‘આગામી દાયકા દરમ્‍યાન અદાણી પોર્ટફોલિયો કંપનીઓ ઉર્જા અને યુટિલિટી બિઝનેસમાં ૨૦ અબજ ડોલરથી વધુ મૂડીરોકાણ રિન્‍યુએબલ એનર્જીના નિર્માણ માટે કરશે અને સમગ્ર ગ્રીન એનર્જી વેલ્‍યુચેઈનમાં ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક મૂડીરોકાણ ૫૦ અબજ ડોલરથી ૭૦ અબજ ડોલર જેટલું થશે. આ કંપનીઓનો વર્ષ ૨૦૩૦ સુધીમાં ૭૦ ટકાથી વધુ આયોજીત મૂડી ખર્ચ પર્યાવરણલક્ષી ટેકનોલોજીમાં કરશે. આ સમાવેશી મૂડીરોકાણો તેના ઈલેક્‍ટ્રોલાઈઝર મેન્‍યુફેક્‍ચરીંગ, સોલાર અને વિન્‍ડપાવર જનરેશન બિઝનેસીસના કોમ્‍પોનન્‍ટ ઉત્‍પાદનના બેકવર્ડ ઈન્‍ટિગ્રેશન અને આર્ટિફીશ્‍યલ ઈન્‍ટેલિજન્‍સ આધારિત યુટિલિટી અને ઇન્‍ડસ્‍ટ્રિયલ ક્‍લાઉડ પ્‍લેટફોર્મ્‍સમાં થશે. આનો ભારતના ખર્ચ અને સ્‍થાનિક લાભ સાથે સમન્‍વય કરવામાં આવે તો અદાણી વિશ્વના સૌથી ઓછો ખર્ચ ધરાવતા ગ્રીન ઈલેકટ્રોનનું ઉત્‍પાદન કરીને વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વના સૌથી મોટો રિન્‍યુએબલ પાવર પોર્ટફોલિયો બનવાને પંથે હશે.' તેમણે કહ્યું કે ‘આનાથી અદાણી માટે વિશ્વના સૌથી મોટા હાઈડોજન ઉત્‍પાદકોમાં સ્‍થાન પામવાનો પાયો નંખાશે અને સમય જતાં તે ભારતને વિશ્વના સૌથી સસ્‍તા હાઈડ્રોજન ઉત્‍પાદક તરીકેનું સ્‍થાન અપાવશે.'
અદાણી એ એનર્જી રિવોલ્‍યુશનઃ ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના મુખ્‍ય સ્‍પોન્‍સર તરીકે હસ્‍તાક્ષર કર્યા છે. સાયન્‍સ મ્‍યુઝિયમની સિમાચિદ્દરપ નવી ગેલેરી જલવાયુ પરિવર્તનને નિયંત્રિત કરવાના ઈતિહાસમાં સૌથી ઝડપી ઉર્જા સંક્રાંતિમા સ્‍થાન પામશે. આ ગેલેરી અતિ આધુનિક, ક્‍લાયમેટ સાયન્‍સ અને ઉર્જા સંક્રાંતિની સંભાવનાઓ ચકાસી, જમીનમાંથી નિકળતા બળતણ ઉપરનું વિશ્વનું અવલંબન ઘટાડીને, પેરિસ લક્ષ્યાંકો હાંસલ કરીને ગ્‍લોબલ વોમિંગને પ્રિ-ઈન્‍ડસ્‍ટ્રિયલ લેવલના આશરે ૧.૫ ડીગ્રી સેલ્‍સિયસથી વધુ સુધી સિમીત રાખશે. આ જાહેરાત યુનાઈટેડ કીંગડમના વડાપ્રધાન શ્રી બોરીસ જહોનસન દ્વારા આયોજીત સાયન્‍સ મ્‍યુઝિયમ ખાતેની ગ્‍લોબલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ સમીટમાં કરવામાં આવી હતી.
યુકે ગવર્નમેન્‍ટ દ્રારા આયોજીત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સમિટ સાયન્‍સ મ્‍યુઝિયમ લંડન ખાતે ૧૯ ઓક્‍ટોબરના રોજ યોજાઈ હતી તેમાં વડાપ્રધાન બોરીસ જહોનસન, રોયલ પરિવારના સભ્‍યો, બ્રિટીશ સાંસદો, ટેક્‍નોલોજીસ્‍ટસ અને ગ્‍લોબલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટર્સ હાજર રહ્યા હતા.

 

(10:32 am IST)