Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક ડો. મુકેશ શુકલાની વિશ્વસ્તરીય સિધ્ધિ

એઇડ્સ, ટી.બી., મેલેરિયા, લીવર, શરદી-કફ, પાઇલ્સ, હૃદયરોગ, મુકોર માઇક્રોસીસના આયુર્વેદિક ઇલાજો શોધીને અમેરિકી પેટન્ટ મેળવ્યા

આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતજી સાથે ડો. મુકેશ શુકલા નજરે પડે છે. : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અો.પી.કોહલીજી સાથે ડો. શુકલા

કુદરતી જડીબુટ્ટી-વનસ્પતિથી માણસ સાજો-સારો થયો હોય તે વાત હવે માત્ર જૂની પેઢીના લોકો પાસેથી સાંભળવા મળતી હોય છે. ૫૦-૧૦૦ જડીબુટ્ટી જાણતા હોય એવા થોડાંક માણસો મળી પણ જાય, પરંતુ એક સાથે અનેક પ્રકારની આયુર્વેદિક દવાને એચઆઇવી-એડ્સ, ટી.બી., મેલેરિયા, લિવર, શરદી-કફ, પાઇલ્સ વગેરે ઉપરાંત મ્યુકોર માઇકોસીસ જેવા ગંભીર રોગો વિશે સંશોધન કરી તેની આયુર્વેદિક દવાઓ જાતે શોધી તેની પેટન્ટ મેળવનાર જાણકાર-વિદ્વાન ભારતમાં કોઈ હશે તે વાત ભાગ્યે જ માન્યામાં આવે, પણ હકીકત એ છે કે એવું વિરલ વ્યકિતત્વ ભારતમાં જ છે અને તેઓ છે એમ.ડી. પી.એચ.ડી. (અલ્ટરનેટીવ મેડિસીન્સ) રીસર્ચ વૈજ્ઞાનિક ગુજરાતના સુરેન્દ્રનગરમાં રહેતા શ્રી ડો. મુકેશ એચ. શુકલ.

માન્યમાં ન આવે પણ તે હકીકત છે કે સૌરાષ્ટ્રના નાના શહેર સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક ડોકટર મુકેશ શુકલ એ સંશોધન કરેલ પાંચ દવાઓ કિલનીકલી સિધ્ધ થઇ ગઇ છે જેમાં લિવર ના રોગો-કમળો, હ્રદયરોગ-એન્ટીઓકસીડન્ટ, એન્ટી મેલેરિયા, એન્ટી એચ.આઇ.વી. ને કોરોનામાં એન્ટીવાયરલ અને ઇમ્યુનીટી વધારનાર દવાઓ માટે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા અને ભારતમાંથી ખાસ પેટન્ટ પણ મેળવી છે. એ ઉપરાંત અન્ય ઘણા રોગોની દવાઓની કિલનીકલી ટ્રાયલ પણ લેવાઇ ગઇ છે અને તેને માન્યતા મળી છે. તેમણે ૩૦ વર્ષ ની જહેમત બાદ છોડ આધારિત અર્કમાંથી અથવા જૈવ-સક્રિય રચનાઓમાંથી એચઆઇવીૅ એઇડ્સ, લીવર ડિસફંકશન કમળો, ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ-એન્ટી ઓકિસડેન્ટ હાઇ કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટેની દવાઓ સંશોધન કરી વિકસાવી છે. આવા પ્રખર વૈજ્ઞાનિક સાથે મુલાકાત થઇ ત્યારે તેઓએ તેમના જીવનના સંઘર્ષના પાના ઉથલાવ્યા હતા.

તાજેતરમાં જ એટલે કે ૫.૧૦.૨૦૨૧ એ ડો. મુકેશ શુકલજીએ ૭૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો. ૫ ઓકટોબર ૧૪૯૪ માં અમદાવાદ ખાતે જન્મેલા ડોકટરે શાળા અને કોલેજકાળ પણ અમદાવાદમાં જ વિતાવ્યા. તેમનું મૂળ વતન પાટડી. તેઓના દાદા શ્રી વજેશંકર શુકલ આયુર્વેદમાં નિષ્ણાંત હતા. જયારે પિતા શ્રી હરિભાઇ વી. શુકલ ૧૯૩૫ માં બ્રિટીશ સલ્તનત દરમિયાન આર્થિક સંકટ હોવા છતાં એ જમાનામાં સ્ટ્રીટલાઇટ નીચે અભ્યાસ કરી બી.એ., બી.ટી., એસ.ટી.સી. કર્યું હતું. જયારે માતા નંદાબેન પણ એ જમાનામાં કહેવાતા ફાઇનલ એટલે કે સાત ધોરણ સુધી ભણેલા. પિતા હરિભાઇ શુકલએ અમદાવાદમાં ઉન્નતિ વિદ્યાલયની સ્થાપના કરેલી જેમાં આશરે ૭૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જે બધાના નામ-સરનામાં હરિભાઇ શુકલને મુખપટ હતા. સમય જતાં પિતા હરિભાઇને દમ (અસ્થમા) ની તકલીફ થઇ. પિતાજી આધુનિક દવાઓ સાથે સ્ટીરોઇડ લેતા ત્યારે દાદા વજેશંકર શુકલ હરિભાઇને દેશી ઇલાજ ચાલુ કરવાનું કહેતા તેઓએ દેશી દવા શરૂ કરતા અસ્થમામાં ખુબ સારૂ પરિણામ મળ્યું. જોકે કહેવાતી આધુનિક દવાઓ નાકામયાબ રહેતા પિતા હરિભાઇ શુકલનું અવસાન થયું. ડો. મુકેશ શુકલજીને આધુનિક દવાઓ નાકામયાબ રહેતા એ પ્રત્યે કંઇક અણગમો થયો. શિક્ષીત પરિવારના સંસ્કાર પુત્રમાં પણ ઉતર્યા હોય તેમ ડો. મુકેશ શુકલએ બી.કોમ. કર્યા બાદ દાદાજીનો અમૂલ્ય વારસો એવા આયુર્વેદને અપનાવી રાત-દિવસ વનસ્પતિઓનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જેના પરિણામ રૂપે ડો. મુકેશ શુકલએ ઓલ્ટરનેટીવ મેડિસિનમાં એમ.ડી. તથા પી.એચ.ડી. કર્યું. મેડિકલ પ્રેકિટસમાં રસ નહોય આયુર્વેદના અમૂલ્ય વારસાને વિશ્વસ્તરે લઇ જઇ વૈજ્ઞાનિક ઢબે વનસ્પતિઓની આંતરરાષ્ટ્રીય કક્ષાએ છણાવટ કરી. વનસ્પતિ શોધવા ૧૯૮૮-૮૯ માં જૂનાગઢના ગિરનાર જંગલને આખું ખુંદી વળ્યા. ઉપરાંત તેઓએ અનેકવાર હિમાલય, નેપાળ અને માઉન્ટ અબુ વનસ્પતિઓ શોધવા પ્રવાસ કર્યો છે. ડો.શુકલના જણાવ્યા મુજબ કુલ ૨ લાખ ૭૫ હજાર વનસ્પતિઓ માંથી માત્ર ૪૦૦ વનસ્પતિ દવા માટે કામની છે.!

ઇ.સ. ૧૯૯૪ ના ઓગસ્ટ માસમાં ડો. મુકેશ શુકલને ઇંગ્લેન્ડ સ્ટડી ટુર માટે જવાનું થયું. જયાં બોટનિકલ ગાર્ડન 'કયુ' માં વિશ્વભરની વનસ્પતિઓ છે તેનો અભ્યાસ કર્યો. ત્યારે એફ.એમ. રેડિયો પર તેમનું પ્રવચન પણ બ્રોડકાસ્ટ થયેલું. તેમણે વોશીંગ્ટન તથા મેરીલેન્ડમાં આવેલા ફુડ એન્ડ ડ્રગ એડમીનિસ્ટ્રેશન તથા અમેરિકન ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ (એન.આઇ.એચ.) અને સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલની મુલાકાત લીધી જયાંથી વનસ્પતિજન્ય દવાઓના સંશોધન અંગે બહુમુલ્ય માર્ગદર્શન અને સહકાર મળતા ડો. શુકલએ દવાઓના સંશોધનમાં આગળ વધવા નિર્ધાર કર્યો. ઇ.સ. ૧૯૭૮ માં જન્મેલા એચ.આઇ.વી./એઇડ્સ ના ભયાનક રોગ કે જેની ડો. મોન્ટેગ નિયરે પુષ્ટી કરી હતી તેના પર ૧૯૮૩ થી દવાના સંશોધન ક્ષેત્રે ઝંપલાવ્યું. ડો. શુકલ માને છે કે વિશ્વના લાખો લોકો આ રોગોથી પીડાય છે જેને અસરકારક દવાઓ સરળતાથી ઉપલબ્ધ અને પોસાય તેવા દરે મળવી જોઈએ. ૧૯૮૧ થી ૨૫ મિલિયન લોકો એડ્સ સંબંધિત બીમારીથી મૃત્યુ પામ્યા છે અને વિશ્વભરમાં ૬૫ મિલિયન લોકો HIV થી સંક્રમિત થયા છે. સાડા ત્રણ જહાર વર્ષ પહેલા શ્રી નાગાર્જુને આયુર્વેદમાં આ રોગના સિન્ટમ્સ લખેલા તે પકડી પાડી અભ્યાસ કરી ડો. શુકલએ HIV બીમારીની દવાના સંશોધન માટે નેપાળ, થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયા, દુબઇ, કેન્યા, તાન્ઝાનિયા, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક, ઇંગ્લેન્ડ, ઝેકોસ્લોવેકિયા, અમેરિકા, કેનેડા, સ્વીત્ઝરલેન્ડ વગેરે દેશોની અભ્યાસલક્ષી મુલાકાત લીધી અને સતત ચડાઉ-ઉતાર અને અનેક ટીકાઓ વચ્ચે ૨૨ વર્ષ બાદ એચ.આઇ.વી. દવાનું સંશોધન પુરૂ કર્યું અને અમેરિકા, યુરોપ, આફ્રિકાખંડ અને ભારતમાં 'પેટન્ટ' કરાવી લીધી. ડો. મુકેશ શુકલજી કહે છે, HIV બીમારીની દવાનું સંશોધન સૌથી પડકારજનક અને અઘરૃં હતું જે સૌથી શ્રેષ્ઠ ડ્રગ બની. તેમણે દેશ-વિદેશમાં એચ.આઇ.વી./એઇડ્સ ના અનેક શૈક્ષણિક પ્રવચનો કરી ખાસ તો 'નિવારણ' તથા રોગનો ચેપ ન લાગે તેના વિશે વધુ ભાર મૂકયો. દેશના સૌપ્રથમ એચ.આઇ.વી. ની દવાને માન્યતા મળવાની પ્રથમ ઘટના હતી. આ દવાના સંશોધન માટે ડો.મુકેશ શુકલ અને તેમના પરિવારે ૩૦ વર્ષ નો અતિમુલ્યવાન સમય ખર્ચ્યો. સંશોધન અંગે તેમણે જણાવ્યું કે, સંશોધિત દવા એચ.આઇ.વી. નાબૂદ નથી કરતી પરંતુ તેમાં રહેતા પી-૧૭, પી-૨૪, પી-૬૬, પી-૪૬, પી- ૩૧ (વાયરસના અંગ છે જે ગુણાકારમાં વાયરસને ધરાવે છે) વગેરે ગ્લાઇકોપ્રોટીન દુર કરવાની ક્ષમતા ધરાવે છે. એચ.આઇ.વી. ની પેટન્ટ માટે અમેરિકાએ ૩૦ ટ્રાયલ માંગી હતી જયારે ડો.શુકલ એ ૮૧ ટ્રાયલ ઉપર સફળતા પૂર્વક પી-૧૭ વાયરસ દુર કર્યા હતા. આનાથી દર્દીનું જીવન-આવરદા વધી જાય છે. ડો. મુકેશ શુકલ ખાસ ભાર પૂર્વક અને દુૅંખ પૂર્વક કહે છે કે, એચ.આઇ.વી. ની પેટન્ટ ભારતમાં ફાઇલ કરેલી જે એન.બી.એ (નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન) ના કાગળ્યા કિલયર થયા હોવા છતાં આજદિન સુધી પેટન્ટ ઓફિસે પેટન્ટ ઇશ્યુ નથી કરી. સરકાર એક તરફ એમ કહે છે પેટન્ટ કરાવો પણ સર્ટીફિકેટ હજી સુધી મળ્યા નથી. જયારે અમેરિકામાંથી બે જ વર્ષમાં પેટન્ટ સર્ટિફિકેટ પણ મળી ગયા છે. જયારે ભારતના ૨૦૦૮ ની પેટન્ટના સર્ટિફિકેટ હજુ ડોકટર ને મળ્યા નથી. જે તંત્રની બેદરકારી દર્શાવે છે. ડો. શુકલ નો એવો મત છે કે પેટન્ટ કરાવવી નહીં તેના બદલે ટેકનોલોજી એપ્લાય કરવી વધુ સારૂ ટેકનોલોજીથી જ જીતવું યોગ્ય લેખાશે.

ડો. મુકેશ શુકલનો ઉદેશ માત્ર વનસ્પતિજન્ય દવાઓના સંશોધન કેવળ લોકોને સલામત, અસરકારક અને સસ્તી દવાઓ મળે તેજ હતો. જાણીને નવાઇ લાગશે પણ ડો. શુકલને અત્યાર સુધીમાં કુલ ૬ હાર્ટ એટેક આવી ચૂકયા છે ! સૌપ્રથમ ૧૯૯૩ માં અમેરિકાથી અમદાવાદ આવતા હતા ત્યારે પ્લેનમાંજ એટેક આવ્યો હતો. બચવાની શકયતા નહીંવત હોવા છતાં બચી ગયા. એ પછી તો બીજા પાંચ નાના-મોટા એટેક આવી ગયા. તેઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું ત્યારે ગ્લુકોમાંથી ડાબી આંખનું વિઝન જતું રહ્યું છતાં હિંમ્મત હાર્યા વિના આગલ વધતા રહ્યા. ડો. મુકેશ શુકલએ આયુર્વેદ અને બાયોટેકનોલોજી પર ૧૫ પુસ્તકો લખ્યાં છે. જે તમામ પુસ્તકો તેઓએ રાજકોટ ખાતે પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટમાં શ્રી રાજુભાઇ દોશીને ભેટ આપેલા છે. ડો. શુકલજી કહે છે, સંશોધનમાં, પેટન્ટ કરાવવી હોય કે આર્થિક મદદ હોય સૌથી મોટો સહયોગ મને શ્રી રાજુભાઇ દોશી નો રહ્યો છે. તેમણે પ્રોત્સાહિત કર્યા છે. તેમનો ઉપકાર વિસરી શકાય તેમ નથી. પુસ્તકોની સાથે ડો. શુકલના ૬ આંતરરાષ્ટ્રીય પબ્લિકેશન પણ બહાર પડેલા છે. ડો. મુકેશ શુકલજીએ એક પુસ્તક 'લીટ્રોજીનેટિકલ' જીનેટિક પર સંશોધન કરી લખ્યું છે. તેમાં જે સંશોધિત આર્ટીકલ છે તે મુજબ વ્યકિતનું આવનાર સંતાન કેવું આવશે તેના પર પ્રકાશ પડાયો છે. અનેક પુસ્તકોની સાથે તેઓએ કવિતા, મુકતકો પણ બહુ સુંદર લખ્યાં છે.

એચ.આઇ.વી. બાદ ૧૯૯૪ માં તેઓએ મેલેરિયા વિશે દવા નું સંશોધન શરૂ કરલું. જેમાં ૨૦૦૬ માં તેઓએ વનસ્પતિઓમાંથી કાર્યશિલ સત્વો છૂટા પાડી મેલેરિયાની અભૂતપૂર્વ દવાનું સંશોધન કર્યું. દવાઓના સંશોધન અર્થે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે કરાર બધ્ધ થયા. મેલેરિયાથી દર વર્ષે દુનિયામાં આશરે ત્રણ લાખ લોકો મૃત્યુ પામે છે. મેલેરિયાની દવાનું પણ પેટન્ટ ભારતમાં કરાવેલ છે. દરમિયાન તેઓએ ૨૦૦૬ ની અમેરિકા મુલાકાત દરમિયાન એન.આઇ.એચ. (નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ) સાથે ટી.બી. તથા એચ.આઇ.વી. ની વનસ્પતિજન્ય દવાના સંશોધનને વેગ આપવા કરાર કર્યા. તમને જણાવી દઇએ કે ડો. મુકેશ શુકલજી એ અત્યાર સુધીમાં ૪૬ વખત અમેરિકાનો પ્રવાસ ખેડ્યો છે. તેમના સંશોધનમાં એન.આઇ.એચ. એ સૌથી વધુ સપોર્ટ કર્યો છે. એચ.આઇ.વી., મેલેરિયા અને ટી.બી. આ ત્રણ રોગો વિશ્વ આરોગ્ય સંસ્થા તથા વિશ્વના તમામ દેશો માટે અત્યંત કપરા અને આર્થિક ભારણરૂપ છે. ડો. શુકલ એ અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ સાથે પણ કરાર કરી ટી.બી. ની દવા સંશોધન પૂર્ણ કર્યું છે. નોંધનિય છે કે વિશ્વમાં ટી.બી. ના ૪૪ ટકા દર્દીઓ માત્ર ભારતમાં છે! આ ઉપરાંત દમ (અસ્થમા), કમળો તથા લિવર કેન્સરની અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થતા તેની પેટન્ટ પણ ભારતમાં તથા અમેરિકા ખાતે થઇ ચૂકી છે. દુનિયાભરમાં હ્રદયરોગનું મુખ્ય પરિબળ ચરબીયુકત પદાર્થ છે જે કોલેસ્ટેરોલ તરીકે ઓળખાય છે. જેની દવાના સંશોધનમાં પણ અકલ્પનિય સફળતા મેળવી ભારત અને અમેરિકા ખાતે પેટન્ટ કરાવાઇ છે. જયારે ડાયાબિટીસના અદભૂત સંશોધનને પણ ટુંક સમયમાં પેટન્ટ કરાવી લેવાશે. ઉલ્લેખનીય છે કે, ડાયાબીટીસ વનસ્પતિ ઇન્સ્યુલિન પ્લાન્ટ વિશ્વમાં માત્ર તામીલનાડુ માંજ થાય છે! ડો. મુકેશ શુકલ સાહેબ કહે છે, દુઃખ એ વાતનું છે કે, વનસ્પતિ આપણા ભારતની હોય છે જયારે સંશોધનો પરદેશમાં થાય છે. જેનો લાભ વિદેશીઓ ઉઠાવી જાય છે. આપણી સરકાર તેનો જવાબ આપી શકતી નથી. એજ રીતે ભારત સરકારે ટી.બી.ની દવા કે જેના સંશોધનમાં ૧૦ થી ૧૨ વર્ષ થયા તેના માટે પણ પ્રોત્સાહન આપવું જોઇએ જે દેશના હિતમાં છે.

એક માહિતી અનુંસાર આધુનિક દવાઓની આડ અસરથી જેટલા મૃત્યુ થાય છે તેટલા બીજા વિશ્વયુધ્ધમાં પણ નથી થયા! આજે પણ દુનિયાભરમાં ૧૨૦ કરતા પણ વધુ અત્યાધુનિક દવાઓ મૂળભૂત વનસ્પતિજન્ય છે. જેમકે કેન્સર ઉપર આજની દવા 'વિનક્રિસ્ટીન' તથા વિનબ્લાસ્ટીન બારમાસીના ફુલમાંથી તૈયાર થઇ, યુરોપમાં પ્રચલિત દવા 'સર્પિના' જે સર્પગંધામાંથી તૈયાર થઇ, ગાંઠને ઓગાળનાર 'વિથાફેરીન એ' સત્વ 'અશ્વગંધા' માંથી પ્રાપ્ત થયું. આપણી અનેક બહુમુલ્ય આધુનિક દવાઓની જન્મદાતા આપણી વનસ્પતિ સૃષ્ટી જ છે. ડો. મુકેશ શુકલ ના દવાના સંશોધન તથા શૈક્ષણિક પ્રચારની કદર કરી અમેરિકાના સાયન્સ એડવાઇઝરી બોર્ડમાં આંતરરાષ્ટ્રીય માનદ વૈજ્ઞાનિક તરીકે ૨૦૦૫ માં નિમણૂંક થઇ. તેમના નૈરોબી યુનિવર્સિટી કેન્યા ખાતે એચ.આઇ.વી. પરના લેકચર્સ ખુબ મહત્વપૂર્ણ સાબિત થયા. ત્યાંની છ ટીવી ચેનલ ઉપર તેમના શૈક્ષણિક પ્રવચનો વેધક રહ્યા. નોંધનિય છે કે ઇસ્ટ આફ્રિકાના ૧૬ દેશોએ પણ તેમના એચ.આઇ.વી. દવાના સંશોધનને માન્ય રાખી પેટન્ટ મંજુર કરી દીધી છે. તેમજ યુરોપ અને ઇંગ્લેન્ડમાં પણ પેટન્ટ પબ્લિશ થઇ ગઇ છે જે ટુંક સમયમાં મંજુર થશે. આ પેટન્ટ મંજુર થવાથી દેશને બહુમુલ્ય વિદેશી ચલણ પ્રાપ્ત થશે.

ડો. મુકેશ શુકલ સાહેબે સુરેન્દ્રનગર જેવા નાનકડા ગામમાં રહીને દવાઓના સંશોધન દ્વારા દેશના સંસ્કાર સમૃધ્ધિને આંતરરાષ્ટ્રીય પ્રસિધ્ધિ પ્રતિતિ કરાવી તે દેશની પ્રજા માટે અત્યંત ગૌરવશાળી ઘટના છે. આ સંશોધન ખર્ચ પાછળ કરોડો રૂપિયા ખર્ચો ભોગવી તેમણે માનવજાત માટે અત્યંત મૂલ્યવાન સંશોધનો કર્યા છે. તેઓએ હાલ ચાર દવા બનાવવાના લાયસન્સ લીધા છે. જેનું ઉત્પાદન અમદાવાદ પાસે ચાંગોદરમાં થાય છે. તેમની દવાઓ 'આયુષી બયોટેક' હેઠળ ઉપલબ્ધ બને છે. ડો. શુકલ સાહેબ મહિને એક વખત ઇન્દોરમાં આવેલી સંશોધન લેબોરેટરીએ ચોક્કસ મુલાકાત લે છે. તેઓ એન.આઇ.એ. સાથે દરરોજ રાત્રે ઇન્ટરનેટ પર દવાઓ વિશે લાઇવ અપડેટ મેળવે છે. સવારે ૪.૩૦ થી ૬.૩૦ અને બપોરે માત્ર બે કલાક એમ માત્ર ચાર જ કલાક ઉંઘ લે છે. જૈન ધર્મ તેમને વધુ સ્પર્શે છે. કાંદા લસણ ખાતા નથી. તેઓએ સંશોધન કરલી દવાથી તેમણે પાઇલ્સના ૮.૫ હજાર દર્દીઓને મફત દવા આપી સાજા કર્યા છે. આવા ધુરંધર અને દેશ માટે આટલું વિશેષ યોગદાન આપનાર વૈજ્ઞાનિક ડો.મુકેશ શુકલ ને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ મળવો જોઇએ તો જ અન્યને પ્રોત્સાહન મળે. અફસોસ છે કે સમાજ કે સરકાર કોઇએ તેમની કદર કરી નથી. ડો.શુકલના પરિવારમાં તેમના ભાઇ કલ્પેશભાઇ કે જેઓ હાઇકોર્ટમાંથી ડેપ્યુટી રજીસ્ટાર તરીકે નિવૃત થયા છે તેઓ ઉપરાંત ડોકટરના પત્નિ, બે દીકરીઓ, જમાઇએ અને તેના બાળકો ધ્વની, સ્વર અને ધન્વી, ઓમ  છે. તેઓ તેમની સફળતાનો શ્રેય તેમના પત્નિ હર્ષાબેન કે જેઓએ બી.એ., બી.એડ. નો અભ્યાસ કર્યો છે તેમને તથા બંને દીકરીઓ સેજલબેન તથા કુંજલબેનને આપે છે. ડો. મુકેશ શુકલ કહે છે, આયુર્વેદ દવાના સંશોધન યજ્ઞમાં મેં મારૃં જીવન હોમી દીધું છે જે મારા કર્તવ્યનિષ્ઠાના પુરૂષાર્થ અને કર્મફળ રૂપે પ્રતિપાદિત થયું તેનો મને આનંદ છે અને કાયમ રહેશે.

દાદાજીની આયુર્વેદ સાધનાનો વારસો ડો. શુકલે જીવંત કર્યો

પિતાશ્રીને દમ થયો, આધુનિક દવાઓ નાકામ રહી, ડો. શુકલે વનસ્પતિનો અભ્યાસ આદર્યો

૧૯૪૯ આસો વદ તેરસ (ધનતેરસ)ના રોજ અમદાવાદ ખાતે મારો જન્મ થયો. શાળા તથા કોલેજકાળ પણ અમદાવાદ વિતાવ્યા. ડો.શુકલાના જ શબ્દમાં તેમનું જીવન માણીએ.

મારા પિતાશ્રીનું મુળ વતન પાટડી પરંતુ ૧૯૩૫ના સમય દરમિયાન બ્રિટિશ સલ્તનત દરમિયાન તેઓએ સ્કોલરશીપના સહકારથી બીએ, બીટી, એસટીસી કર્યુ આર્થિક તંગીને કારણે સ્ટ્રીટ લાઇટના પ્રકાશે ભણ્યા. તેઓ સંસ્કૃત, ગુજરાતી તથા અંગ્રેજી વિષયોના પ્રખર જ્ઞાતા હતા. મારા પૂજય દાદા આયુર્વેદમાં નિપુણતા ધરાવતા મારા માતૃશ્રી પણ એ જમાનામા કહેવાતુ ફાયનલ એટલે કે સાત ધોરણ સુધી ભણેલા. મારા પત્નીએ બીએ, બીએડ કરી મારા કાર્યકાળમાં નિષ્ઠાપુર્વક સહભાગી થયા. મોટી દિકરીએ બીએસસી તથા એમએ હોમ સાયન્સ કરી દર્દીને જરૂરી તથા પૌષ્ટિક આહાર અંગે અમુલ્ય માર્ગદર્શન પુરૂ પાડયુ તથા નાની દિકરીએ બીકોમ, એલએલબી કરી રોજીંદા વ્યવવહારોમાં મદદરૂપ બની. મોસાળપક્ષે પણ શિક્ષણ ક્ષેત્રમાં જ જીવન વ્યતીત કર્યુ.

ડો.શુકલા કહે છે કે, અમારા કુટુંબે શિક્ષણ - અભ્યાસ ક્ષેત્રે જે અમુલ્ય યોગદાન પ્રદાન કર્યુ તે મને પ્રેરણાદાયી બન્યુ. વિશેષમાં મારો આત્મવિશ્વાસ, કર્તવ્યનિષ્ઠા અને શિક્ષણ પ્રત્યેની જિજિવીષા વધુ પ્રબળ બની. મે પ્રથમ બીકોમ કર્યુ અને ત્યારબાદ સમગ્ર કુટુંબની શિક્ષણ પ્રત્યેની ઉચ્ચતર મહત્વકાંક્ષા અને જીવનશૈલી જોઇ હું પ્રભાવિત થયો અને મારા પુજય આદરણીય દાદા, જેઓ આયુર્વેદના પ્રખર જ્ઞાતા હોઇ મને પણ વનસ્પતિના ઉચ્ચ અભ્યાસ પ્રત્યે અઢાર વીસ વર્ષે મુમુક્ષાના અંકુર જાગૃત થયા. પરંતુ આધુનીક યુગમાં ભૌતિકવાદમાં મારી ભર યુવાની હિલોળા લેતી તેથી ઉંડો અભ્યાસ કરવાની જિજિવિષા વિશેષ નહોતી. સમય સરતો ગયો અને દરમિયાનમાં મારા પિતાજીએ અમદાવાદમા ઉન્નતિ વિદ્યાલયની સ્થાપના કરી. આ શાળામાં આશરે સાતસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે શાળાના તમામ વિદ્યાર્થીઓના પુરા નામ સરનામા મારા પિતાજીને મુખપટ હતા. કઠોર પરિશ્રમ અને અનેકવિધ જવાબદારી વચ્ચે પણ આવી સ્થિતપ્રજ્ઞતા હોવી એ ઇશ્વરની અસીમ કૃપા જ લેખાય. આમ છતા અમારા સુખી અને કર્તવ્યનિષ્ઠ કુટુંબને ઇર્ષા લાગી અને મારા પિતાજી દમ (અસ્થમા)ના શિકાર બન્યા. કહેવાતી આધુનિક દવાઓ પણ નાકામયાબ રહી અને મને આધુનિક વિજ્ઞાન પ્રત્યે કાંઇક અણગમો થયો.

ડો.શુકલે જણાવ્યુ હતુ કે, દાદાજીનો આયુર્વેદનો અમુલ્ય વારસો તાજો થયો. મારા પિતાજીનું અવસાન થયુ. આધુનિક દવાઓએ અસર કરતા આડઅસર વધુ કરી પિતાજીનો જીવ લીધો. મારી મકકમતા, દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ પ્રગાઢ બન્યા. વનસ્પતિઓનો અભ્યાસ કરવા મેં રાત દિવસ ઉજાગરા કર્યા. ઓલ્ટરનેટીવ મેડીસીનમાં મે એમડી તથા પીએચડી કર્યુ. આ અભ્યાસ કેવળ ડીગ્રી મેળવી પ્રેકટીસ કરવા નહોતો પરંતુ એક પરીક્ષા એરણ પરમારૂ આગવુ ઘડતર હતુ. પ્રેકટીસમાં મને જરાય રસ નહોતો. આયુર્વેદના આપણા અમુલ્ય વારસાને વિશ્વસ્તરે લઇ જઇ વૈજ્ઞાનિક ઢબે છણાવટ કરવાની મારા પ્રબળ આરાધના હતી. આ જ્ઞાનયજ્ઞ દરમિયાન મે આશરે પંદર પુસ્તકો પ્રકાશિત કર્યા. જેમાં વનસ્પતિઓની આંતરરાષ્ટ્રીય કક્ષાએ છણાવટ કરી. પુસ્તકોનું વિમોચન કલેકટરશ્રીના હસ્તે થયુ. આપણી સંસ્કૃતિ તથા સંસ્કારને આવનાર પેઢીને પ્રસાદી શકું તે જ ભાવના હતી. આયુર્વેદને વૈજ્ઞાનિક ઢબે પ્રસિધ્ધ કરવાના આ મહાપ્રસાદ માટે મને પર્યાપ્ત સમય - સંજોગ તથા સહકાર સાંપડયા.

ડો.શુકલા કહે છે કે, ૧૯૯૪ના ઓગષ્ટ માસમાં ઇંગ્લેન્ડની મારી મુલાકાત દરમિયાન બીબીસી તથા રેડીયો એફએમ પર મારૂ પ્રવચન અને વિશ્વના સૌથી મોટા બોટાનીકલ ગાર્ડન 'કયુ' ના સંસ્મરણો આજે પણ યાદગાર રહ્યા છે. ૧૯૯૫ના ન્યુયોર્ક ખાતેના બીટાનીકલ ગાર્ડનની મુલાકાતે મારા વનસ્પતી પ્રત્યેના અસીમ પ્રેમને વધુ પ્રગાઢ બનાવ્યો. મારી આ મુુલાકાત વેળાએ વોશિંગ્ટન તથા મેરીલેન્ડમાં આવેલ ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન તથા અમેરીકન ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ (એનએચ) તથા સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ (CDC)ની મુલાકાતનો અમુલ્ય અવસર સાંપડયો. તેઓએ વનસ્પતિજન્ય દવાઓના સંશોધન અંગે મને બહુમુલ્ય માર્ગદર્શન તથા સહકાર પુરા પાડતા મારા સંશોધનક્ષેત્રના જુસ્સામાં અનેક ગણો વધારો કર્યો. ભારતમાં પણ આવા અભુતપુર્વ સહકારના મે ઝાંઝવા સ્વપ્નો જોએલા.

૧૯૭૮માં જન્મેલ એચઆઇવી - એઇડઝના ભયાનક રોગ પર સંશોધનમાં રસ કેળવ્યો અને ૧૯૮૩ થી જ આ રોગ ઉપર દવાના સંશોધન ક્ષેત્રે ઝંપલાવ્યુ ૧૯૮૬માં અમેરીકન સરકારે પ્રત્યુતરવાળી મને અત્યંત મુલ્યવાના માર્ગદર્શન પુરૂ પાડયુ. મારા સંશોધન કાર્યના ડગમગતા અને દ્વિધારૂપ વિચારોને દૂર કરી એક મજબૂત લોખંડી આત્મવિશ્વાસ પેદા કરવા તેઓએ ઇંધણ પુરૂ પાડયુ. દવાઓના સંશોધન કાર્યને વધુ મજબૂત બનાવવા તથા આત્મમંથન કરવા મે નેપાળ, થાઇલેન્ડ, સિંગાપુર, મલેશિયા, દુબઇ, કેન્યા, તાન્ઝાનિયા, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક, ઇંગ્લેન્ડ, ઝોકોસ્લોવાકીયા, અમેરિકા, કેનેડા, સ્વીટઝરલેન્ડ વગેરે દેશોની અભ્યાસલક્ષી મુલાકાતો લીધી. અનેક વિટંબણાઓ અને આર્થિક તંગીઓનો સામનો કરી સંશોધન કાર્યને જ્ઞાનયજ્ઞની જેમ ચાલુ રાખ્યુ. આ કાર્યકાળમાં કૌટુબિંક તથા બીજી અનેક ટીકાઓનો આપણા દેશમાં જ ભોગ બન્યો કિંતુ મારો આત્મવિશ્વાસ વધુ વેગવંત થયો રહ્યો. મને સતત નાદ થતો કે 'પોતાના પરાજય કરતા લોકોને બીજાનો વિજય વધુ ખુંચે છે!' સફળતાના શિખરો સર કરી એચઆઇવીની દવાનું સંશોધન રર વર્ષની જહેમત બાદ પુરૂ થયુ. તે સંશોધનને ભારત આંતરરાષ્ટ્રીય (PCT) અમેરિકા, યુરોપ તથા આફ્રિકાખંડમાં પેટન્ટ કરાવી લીધી.

ડો.શુકલા કહે છે કે, મારા વનસ્પતિજન્ય દવાઓના સંશોધન કેવળ લોકોને સલામત, અસરકારક અને સસ્તી દવાઓ મળે તે જ ઉદેશ હતો. કુદરતે બક્ષેલ વનસ્પતિઓના અમુલ્ય મહાભંડારને વૈજ્ઞાનિક ઢબે પ્રતિત કરાવવામાં કદાચ બિંદુરૂપ પણ બની શકુ તો જીવનની યથાર્થતા પ્રતિપાદ થશે. મારા બુલંદ આત્મશ્વિાસ મને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ ગયો અને પ્રથમ મેલેરીયાની વનસ્પતિજન્ય દવાઓના સંશોધન અર્થે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે કરાર બધ્ધ થયા. વનસ્પતિઓમાંથી કાર્યશીલ સત્વો (Bioactives) છુટા પાડી અભુતપુર્વ દવાનુ સંશોધન થયુ. મેલેરીયાથી દર વર્ષે દુનિયામાં આશરે ત્રણ લાખ લોકો મૃત્યુ પામે છે. મેલેરીયાની દવાનું પણ પેટન્ટ કરાવેલ છે. સંશોધન કાર્યકાળ દરમિયાન મે વનસ્પતિઓની વૈજ્ઞાનિક છણાવટ કરી ૧૫ પુસ્તકો રજૂ કર્યા જે કદાચ રસપ્રદ અને અભ્યાસલક્ષી બની રહે. આ દરમિયાન વંશનિય કોષ અને ભાવિ પ્રજા ઉત્પતિ (Heterogenetic) મારૂ સંશોધન ફળી ભુત થયુ. આ સંશોધનની ભલામણ નોબેલ પુરસ્કાર સુધી પહોંચી.

૨૦૦૬ની અમેરિકાની મુલાકાત ખુબ ફળદાયી રહી જે દરમિયાન નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાથે ટીબી તથા એચઆઇવીની વનસ્પતિજન્ય દવાના સંશોધનને વેગ આપવા અમે કરારબધ્ધ થયા. મારા કર્તવ્યનિષ્ઠા અને રાતદિવસની તનતોડ મહેનત એક અતિ વિકસીત દેશ બિરદાવે તે મારા કે મારા દેશ માટે અત્યંત ગૌરવપુર્ણ પ્રસંગ હતો.

ડો.શુકલે જણાવ્યુ હતુ કે વિશેષ ગર્વની હકીકત એ છે કે ૨૦૦૭ના મે માસમાં યોજાયેલ વિશ્વ આરોગ્ય વિશેની આંતરરાષ્ટ્રીય સભામાં ખાસ પ્રતિનિધિ તરીકે વોશીંગ્ટન ખાતેની વિશ્વ વિખ્યાત ગ્લોબલ હેલ્થ કાઉન્સિલે મારી નિમણુંક કરી મને અત્યંત મહત્વપુર્ણ સ્થાન બક્ષ્યુ. જીનીવા ખાતે આ સભામા ઉપસ્થિત રહેવાનું માન કદાચ જૂજ ભારતીયને મળ્યુ છે. વૈજ્ઞાનિક તરીકેનું આવુ માન મને મળ્યુ તેથી મારા સંશોધન કાર્યમાં ખૂબ જ પ્રેરણાદાયી રહુ. મને પ્રોત્સાહન આપી અમેરિકાએ સાબિત કર્યુ કે તેઓને જ્ઞાનની કદર છે. થાઇલેન્ડમાં આવેલ યુનેસ્કોની એશિયા, પેસીફીકના મુખ્ય કાર્યાલયની મુલાકાત દરમિયાન ત્યાના વડા ડો.સાયમન બેકરને મારૂ એચઆઇવી ઉપરનું દળદાર પુસ્તક ભેટ ધર્યુ જેની મુકત મનથી તેઓએ કદર કરી. યુરોપના એચઆઇવી, એઇડઝના વડા ડો.મેન્યુઅલ રોમારીસ સાથે રૂબરૂ મુલાકાતમાં દવાના સંશોધનપત્રો રજૂ કર્યા અને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. સને ૨૦૦૯માં 'ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' માટે પણ આમંત્રણ મળ્યુ.

સને ૨૦૦૯માં દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ બીઝનેશ ડેવલપમેન્ટ દ્વારા ભારતીય વિકાસ રત્ન એવોર્ડ ભારતના ભુતપુર્વ ચુંટણી કમિશ્નર ડો.શ્રી.જી.વી.કૃષ્ણમુર્તિના હસ્તે અર્પણ થયો.

અમેરીકન ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થના એચઆઇવી વિભાગના વડા ડો.મેન્થુઝ પણ આ સંશોધનથી અત્યંત રોમાંચીત થયા.

ડો.શુકલા કહે છે કે, એક માહિતી અનુસાર આધુનીક દવાઓની આડીઅસરોથી જેટલા મૃત્યુ થયા છે. તેટલા બીજા વિશ્વ યુધ્ધમાં પણ નથી થયા! આજે પણ દુનિયાભરમાં ૧૨૦ કરતા વધુ અત્યાધુનીક દવાઓ મુળભૂત વનસ્પતિજન્ય છે. જેમકે કેન્સર ઉપર આજની દવા 'વિનક્રીસ્ટીન' તથા વિનબ્લાસ્ટીન બારમાસીના ફુલમાંથી તૈયાર થઇ, યુરોપમાં પ્રચલીત દવા 'સર્પીના'જે સર્પગંધામાંથી તૈયાર થઇ, ગાંઠને ઓગળનાર 'વીથાફેરીન એ' સત્વ 'અશ્વગંધા' માંથી પ્રાપ્ત થયુ. આવી અનેક બહુમુલ્ય આધુનીક દવાઓની જન્મદાતા આપણી વનસ્પતિ સૃષ્ટિ જ છે.

એચઆઇવી, મેલેરીયા તથા ટીબી આ ત્રણ રોગો વિશ્વ આરોગ્ય સંસ્થા તથા વિશ્વના તમામ દેશો માટે અત્યંત કપરા અને આર્થિક ભારણરૂપ છે.

અમેરીકન ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ સાથે પણ કરાર કરી હવે ટીબી ની દવાના સંશોધન પરત્વે પણ છેલ્લા તબકકાના પગથિયા પર છે અને ખાસ દમ (અસ્થમા)ના અતિ દયનીય રોગ પરના દવાનુ સંશોધન પણ અંતિમ તબકકામાં છે. ત્યારબાદ આ બંને સંશોધન પણ પેટન્ટ કરાવવા કાર્યશિલ છે.

તદઉપરાંત કમળો તથા લીવર કેન્સરની અભુતપુર્વ સંશોધન સફળતા પ્રાપ્ત થતા તેની પેટન્ટ પણ ભારત તથા અમેરિકા ખાતે થઇ ચુકી છે.

દુનિયાભરમાં હૃદયરોગનું મુખ્ય પરિબળ ચરબીયુકત પદાર્થ છે. જેને આપણે કોલેસ્ટોરોલ તરીકે ઓળખીયે છીએ. આ દવાના સંશોધનમાં પણ અકલ્પનિય સફળતા મળી અને હાલમા ભારત તથા અમેરીકા ખાતે તેની પેટન્ટ કરાવી લીધી. ડાયાબીટીસના અભુતપુર્વ સંશોધનને પણ ટુંક સમયમાં પેટન્ટ કરાવી લેવાશે.

નેૈરોબી યુનિવર્સીટી, કેન્યા ખાતે એચઆઇવી પરના લેકચર્સ ખુબ મહત્વપુર્ણ સાબિત થયા. તેમજ ત્યાની છ ટીવી ચેનલ ઉપરના મારા શૈક્ષણિક પ્રવચનો પણ વેધક રહ્યા.

દેશ વિદેશમા એચઆઇવી - એડઝના અનેક શૈક્ષણિક પ્રવચનો કરી ખાસ તો 'Ptevetive' રોગનો ચેપ ન લાગે તેના વિશે વધુ ભાર મુકયો.

ડો.શુકલા કહે છે કે, દવાના સંશોધન તથા શૈક્ષણિક પ્રચારની કદર કરી અમેરીકાના સાયન્સ એડવાઇઝરી બોર્ડમાં આંતરરાષ્ટ્રીય માનદ વૈજ્ઞાનીક તરીકે ૨૦૦૫માં નિમણુંક થઇ. આ ઉપરાંત ગ્લોબલ હેલ્થ કાઉન્સીલ, વોશિંગ્ટન ખાતે પણ આંતરરાષ્ટ્રીય માનદ સભ્ય તરીકે વરણી થઇ. દિલ્હી ખાતે જેપી ઇન્સ્ટીટયુટ ઓય ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં વિવિધ વનસ્પતિ અને તેના કાર્યશીલ સત્વો બાયોટેકનોલોજી ઉપર અત્યંત રસપ્રદ પ્રવચન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. ૨૦૧૦મા ગુજરાતના ૧૦૦ મહાનુભાવો (સેલેબ્રિટી) ની યાદીમા સામેલ કર્યો તે ગૌરવની વાત છે.

સુરેન્દ્રનગર જેવા ગામડામાં રહીને પણ દેશના સંસ્કાર સમૃધ્ધિને આંતરરાષ્ટ્રીય પ્રસિધ્ધિ પ્રતિત કરાવવી તે મારા અને મારા દેશની પ્રજા માટે અત્યંત ગૌરવશાળી વાસ્તવિકતા છે. મને અનેક સુવર્ણચંદ્રકો અને પ્રશસ્તિપત્રો મળ્યા પરંતુ તે મળ્યાના આનંદ કરતા ક્ષણભંગુર જીવનમા મારૂ બિરૂદ સમ યોગદાન વધુ યથાર્થ લેખુ છુ. પુરૂષાર્થ અને કર્તવ્યનિષ્ઠાના પ્રાંગણમાં ખિલેલ કર્મફળ રૂપે હું જે કાંઇ જ્ઞાન વનસ્પતિઓ અંગે ધરાવુ છુ તે વૈજ્ઞાનિક ઢબે રજૂ કરવાનો મારો નમ્ર પ્રયાસ છે.

મારી સફળતાનો સૌથી મોટો યશ મારા પત્નિ તથા બે દિકરીઓને ફાળે છે, જેમણે મારા આ સંશોધન યજ્ઞને સફળ બનાવ્યો, તેમ ડો.શુકલાએ અંતમાં જણાવ્યુ હતુ.

મારા જીવનમાં મહાત્માઓનું ખુબ મહત્વ રહ્યું છે : ડો. મુકેશ શુકલ

આયુર્વેદની દવાઓ માટે ગિરનાર, હિમાલય વગેરે ખુંદી વળનાર ડો. મુકેશ શુકલ નું કહેવું છે કે, મારા જીવનમાં મહાત્માઓનું ખુબ મહત્વ રહ્યું છે. તેઓએ બે પ્રસંગ વાગોળ્યા હતા. તેઓ ગિરનારના જંગલમાં વનસ્પતિ લેવા જતા ત્યારે કાદર (કાદુ) નામનો અભણ કઠિયારો તેમને વનસ્પતિ મેળવવામાં મદદ કરતો. એક વખત ગિરનાર પર દેરાસર પછી કેડી રસ્તે અંદર જતા ગુફામાં રહેતા મહાકાલ બાપુ ના દર્શન થયા. અમે વારંવાર દર્શને જતા. તેઓ ભૈરવી ઉપાસક હતા. કેટલી ઉંમર હશે તે તો ખ્યાલ નહીં. કોઇ પૈસા મૂકે તો કહેતા લોગ યે કાગજ કયું ડાલતે હૈ? ગુફાની બાજુમાં ટેકરીમાં એક ઓરડી જયાં તેઓ બેસતા. એકવાર ઇલેકિટ્રસીટી વાળા આવ્યા અને તે ઓરડીનું લાઇટનું બીલ ન ભર્યું હોય કનેકશન કાપવા જણાવ્યું. મેં કહ્યું હું ભરી આપીશ. ઇલેકટ્રીસીટીવાળા કહે બિલ ન ભર્યું હોય પાવર તો કટ કરવો જ પડશે. તેણે વાયર કટ કર્યો અને નાગા સાધુ મહાકાલ બાપુ ગુસ્સે ભરાયા. તેઓ એટલી ઝડપે થાંભલે ચડ્યા અને અમારા દેખતા જ બે જીવતા વાયર હાથમાં લઇ ભેગા કરી દીધા...!

જયારે ડો. શુકલના ગુરૂ ઓમકારગિરિબાપુ કચ્છ-નલિયામાં પિંગલેશ્વરમાં બિરાજતા. એક વખત તેઓ દર્શને ગયા ત્યારે બાપુ એ કહ્યું હું આ તારીખે અને વારે ૧૨.૩૯ મીનીટે નર્મદા કિનારે વિદાઇ લઇશ. ડોકટર સાહેબે કહ્યું બાપુ મારી લંડનની ટીકિટ આવી ગઇ છે. હું ગયો અને આવ્યો ત્યારે બાપુ ખરેખર તેમણે જણાવ્યું તે દિવસે ૧૨.૩૯ મીનીટે અંતરધ્યાન થયા. તેઓએ ૧૩૪ વર્ષે વિદાઇ લીધી. ડોકટર શુકલ કહે છે હું ૭૬ વખત મહાકાલેશ્વર દર્શેને ગયો છું. આવા મહાત્માઓ પાસેથી ઘણું શિખવાનું હોય છે.

કોરોનામાં ઇમ્યુનિટી વધારનાર દવા અને મ્યુકોરમાઇકોસીસ ની દવા શોધી

વિવિધ કેન્સરની દવા શોધવા પર સંશોધન ચાલુ

તાજેતરમાં હાહાકાર મચાવનાર મહામારી કોરોનામાં સૌથી વધુ જરૂરિયાત ઇમ્યુનિટી વધારવાની હતી. ડો. મુકેશ શુકલજી એ તેના પર કામ શરૂ કર્યું. તેઓએ આપણી વનસ્પતિ ગળો, કડું, હળદર, ત્રિકુટ વગેરે મુખ્ય વનસ્પતિઓના કાર્યશિલ સત્વોનો ઉપયોગ કરી તેમના બહોળા અનુંભવના નિચોડને લઇ માત્ર ત્રણ મહિનાના ટુંકા સમયગાળામાં રિસર્ચ કરી કોરોનામાં ઇમ્યુનિટી વધારનાર દવા 'વિરોજીત' નું સંશોધન કર્યું. એટલુંજ નહીં મ્યુકોરમાઇકોસીસમાં ઉપયોગી નીવડે તેવી દવાનું પણ સંશોધન તેઓએ કર્યું.

ડો. શુકલ કહે છે, જેટલા રોગની દવાઓ જેમાં તેઓએ સંશોધન કર્યું છે તેમાં ૯૦ ટકા પરિણામ મળે છે. મોટા ભાગે આ દવાઓ લોકોની તાસીર ઉપર આધારિત હોય છે. આ દવાઓને હર્બલ/બાયોટેકનોલોજી પણ કહેવાય છે. મ્યુકોરમાઇકોસીસ સંશોધન તો બ્રિટિશ જર્નલ ઓફ બાયોમેડિકલ રીસર્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશીત થયું છે. ડો. મુકેશ શુકલ સાહેબની ઇચ્છા છે કે જો કોઇ સુવ્યવસ્થિત વ્યકિત આનું ઉત્પાદન કરે તો માનવજાત માટે અતિ મહત્વની ભૂમિકા ભજવી શકશે.

હાલ ડોકટરે થેલેસેમિયા પર સંશોધન કરી લીધું છે. તેઓ હવે વિવિધ પ્રકારના કેન્સરની દવા શોધવા પર સંશોધન કરવાનું વિચારી રહ્યા છે. જેમાં બ્લડ કેન્સર, લિવર કેન્સર, ગળાના કેન્સર, સ્કિન કેન્સર પર નો અભ્યાસ ચાલુ છે. જોકે ખર્ચ અને સમય વગેરેના અભાવે આ કાર્ય અટકયું છે. તેમણે વાયરોજીત દવા શોધતા સાર્સની દવા પણ શોધી લીધી છે.

સંશોધન માટે 'ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' માટે આમંત્રણ પણ....

ડો. મુકેશ શુકલએ આયુર્વેદ થકી અદભૂત સંશોધન કર્યું તે બદલ ૨૦૦૭ માં યોજાયેલ વિશ્વ આરોગ્ય વિશેની આંતરરાષ્ટ્રીય સભામાં ખાસ પ્રતિનિધિ તરીકે વોશિંગ્ટન ખાતેની વિશ્વ વિખ્યાત ગ્લોબલ હેલ્થ કાઉન્સીલમાં નિમણુંક થઇ. વૈજ્ઞાનિક તરીકે જીનિવા ખાતે સભામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. થાઇલેન્ડમાં યુનેસ્કો-એશિયા પેસીફીકના મુખ્ય કાર્યાલયની મુલાકાત દરમિયાન ત્યાંના વડા ડો. સાયમન બેકરે એચ.આઇ.વી પરના દળદાર પુસ્તકની કદર કરી. યુરોપના એચ.આઇ.વી - એઇડ્સ ના વડા ડો. મેન્યુઅલ રોમારીસ સાથે મુલાકાત કરી સંશોધન પત્ર રજુ કર્યા.

વર્ષ ૨૦૦૯ માં ડો. મુકેશ શુકલને 'ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' માટે આમંત્રણ મળ્યું. તેઓએ ખુશીથી આમંત્રણ સ્વિકાર્યું. ગીનીઝ સંસ્થાના નિયમ મુજબ ડો. શુકલએ ભારતની બેંક મારફત માત્ર પાંચ યુ.એસ. ડોલર ફોર્મ ફિ ભરવાની રહે છે. ડોકટર સાહેબ અનેક બેંકોમાં ગયા પણ ત્યાં તેમને નિરાશા જ સાંપડી. કારણ કોઇ પણ બેંક મીનીમમ ૧૦૦ યુ.એસ. ડોલર થી ઓછી રકમ સ્વિકારતી ન હોય, જયારે ગીનીઝ સંસ્થા નિયમથી વધુ કે ઓછી નહીં માત્ર પાંચ યુ.એસ. ડોલર રકમ સ્વિકારતી હોય 'ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' નું આમંત્રણ હોવા છતાં તેઓ જઇ શકયા નથી. સરકારે આ બાબત ધ્યાને લઇ ઘટતું કરવું જોઇએ.

હરડે અંગે અકલ્પનીય માહિતી

(ફેમીલી : કોમ્બ્રીંટાસી) (TERMANALIA Chebula)

 પરિચય :  હિમાલય, પંજાબ, વે.બંગાળ, મુખ્ય ઉત્પતિ સ્થળ સંસ્કૃતમાં 'શિવા' 'અભયા' કહે છે. પાકિસ્તાનમાં થતી હરડે ઉત્તમ છે જેને પત્ખુ 'જુલાફા' કહે છે. જેનો આકાર ગોળ તથા વજનદાર હોય છે. સાત જાતની હરડેના પ્રકાર અને ગુણવતા નીચે મુજબ છે.

૧) વિજયા      : લંબાઇમાં થોડી લાંબી હોય - દરેક રોગમાં હિતકારી છે

ર) રોહિણી : સાધારણ ગોળ હોય - ઘા રૂઝવવામાં ઉત્તમ હોય છે.

૩) પૂતના : ઠળીયો મોટો, કદ નાનુ હોય - લેપ કરવામાં વપરાય છે.

૪) અમૃતા : ઠળીયો નાનો ફળ મોટુ હોય - શરીરમાં શીધ્ર કાર્ય કરે છે.

પ) અભયા      : ફળ ઉપર પાંચ રેખાઓ હોય - નેત્ર રોગમાં સર્વોત્તમ.

૬) જીવન્તી     : સુવર્ણની જેમ પીળાશ રંગની હોય - સર્વરોગ નાશક

૭) ચેતકી : ત્રણ રેખાઓ હોય - ચુર્ણ બનાવવામાં વપરાય.

જે હરડે ચીકાશવાળી ગોળ વજનદાર હોય અને પાણીમાં નાખવાથી ડુબી જાય તે સર્વોત્તમ અને ગ્રાહી છે.

ગુણધર્મ :  ત્રિદોષનાશક, બળવર્ધક, હૃદય, મગજ તથા ફેબસા માટે હિતકારી છે. ચાવીને ખાવાથી અગ્નિવર્ધક, ચુર્ણ ખાવાથી રેચક, ઉકાળીને ખાવાથી ગ્રાહી છે. વર્ષાઋતુમાં મીઠા સાથે શરદ ઋતુમાં સાકર સાથે, હેમંતમાં સુઠ, શિશિરમાં પીપરમુળ સાથે, વસંતમાં મધ સાથે, ગ્રીષ્મમાં ગોળ સાથે ખાવાથી સર્વોતમ ફળ આપે છે. પ્રાચીન ભારતીય ચિકિત્સા શાસ્ત્ર કહે છે કે 'નાસ્તિયસ્ય ગૃહમાતા તસ્ય માતા હરીતકી' હેડકી, વ્રણ, શ્વકસ, પ્રમેહ, કુષ્ઠ, ઉદરરોગ, કૃમિરોગ, ગ્રહણી, તાવ, શોથ (સોજા), ઉલ્ટી, કંઠ, હૃદયરોગ, યકૃત, પ્લીહા,પથરી, મુત્રઘાત જેવા અનેક રોગોને નષ્ઠ કરતી 'હરડે' ખરેખર મા સમાનજ લેખાય તદઉપરાંત તે બુધ્ધિવર્ધક પણ હોય છે. આયુર્વેદમાં 'ત્રિફળા' (હરડે, બહેડા, આમળા) સુપ્રસિધ્ધ યોગ છે.

હરડે : આધુનિક દ્રષ્ટિએ

રાસાયણિક સત્વોની દ્રષ્ટિએ અલગ અલગ જગ્યાએ થતી હરડેના અલગ અલગ પ્રમાણ છે. મદ્રાસમાં થતી હરડેમા પુષ્કળ પ્રમાણમાં 'ટેનીન' સત્વ છે. તદઉપરાંત તેમા ચેબ્યુલીક એસીડ, ગ્લુકોઝ, ચેબ્યુલીનીક, એલેજીક અને ગેલીક એસીડનું પ્રમાણ પ્રાપ્ય છે.

૧) 'ઇન્ડીયન જર્નલ ઇન્ડીજીનસ મેડીસીન' દ્વારા ૧૯૮૫માં કરાયેલ સર્વેક્ષણ મુજબ અનેક પ્રકારના બેકટેરીયા ઉપર ખુબ અસરકારક છે કે જે 'ચેબ્યુલીન' નામના સત્વે આભારી છે.

ર)  'ફિટોટેરપીયા' મેગેઝીનમાં (૧૯૯૦) તેમા હૃદયને બળ આપનાર લેખી છે (ઇટલી)

૩) 'ઇન્ડીયન જર્નલ એકસપરીમેન્ટલ બાયોલોજી' નવેમ્બર ૧૯૮૯માં ઉંદર ઉપર કરેલ પ્રયોગમાં આંતરડાના ચાંદામાં 'હરડે', 'જેઠીમધ' અને 'લીંડી પીપર'ના સંયોજને આશાસ્પદ ફળ આપ્યુ છે.

૪) 'ઇફટોટેરપીયા' એપ્રિલ ૧૯૯૦ના સર્વેક્ષણ મુજબ 'હરડે'નો આલ્કોહોલીક અર્ક એક ખાસ પ્રકારનું સ્ટીરોઇડ ઉપરાંત સેપોનીન અને એન્થ્રોકવીનોન નામનું સત્વ પણ ધરાવે છે.

૫) 'ન્યુ હર્બલ' ની દ્રષ્ટિએ 'ત્રિફળા'ને રાત્રે પાણીમાં પલાળી અને સવારે ઝીણા કપડાથી ગાળી તેનું પાણી આંખમા છાંટવાથી 'કન્જેકટીવાઇટીસ' (આંખનો રોગ) દૂર થાય છે.

૬) 'હરડે'નો અર્ક ૯૦ ટકા (વી-વી) આલ્કોહોલમાં કોલ્ડ પ્રોસેસથી પ્રાપ્ત થઇ શકે (સોલ્યુબીલીટી)

મેલેરિયા, લીવર સમસ્યા, વાઇરલ ઇન્ફેકશન વગેરેના સચોટ ઇલાજ

મેલાવિન, હિપાટોન, નીરાડીલ, વાયરોજિત... જોરદાર દવા

રાજકોટ : ડો. મુકેશ શુકલાએ જીવનભર કરેલા રિસર્ચ બાદ વિવિધ દવાઓના નિર્માણ કર્યા છે. આ દવાઓમાં હાલમાં અતિ મહત્વની સાબિત થયેલી દવાઓએ આરોગ્ય જગતને દંગ કર્યું છે. આ દવાઓની ઝલક નીચે પ્રમાણે છે.

મેલાવિન

વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વસ્તરે મેલેરિયાને પ્રાધાન્ય આપ્યું છે. ભારતમાં મેલેરિયા તમામ રાજ્યોમાં છે. મેલેરિયાથી બાળકોના મૃત્યુનું પ્રમાણ વધારે છે. મેલેરિયાની દવા ઉપલબ્ધ છે, પરંતુ આ દવાની આડઅસર લીવર, કિડની, આંખ, કાન પર થાય છે. ડો. મુકેશ શુકલાએ મેલેરિયાનો આયુર્વેદિક સચોટ ઇલાજ શોધ્યો છે. મેલાવિન નામક દવા આયુર્વેદિક છે અને વિજ્ઞાન ઢબે તૈયાર થઇ છે. આ દવા મેલેરિયા તથા અન્ય વિષમ તાવમાં અસરકારક સાબિત થઇ છે. આ દવાના ભારતીય પેટન્ટ મંજૂર થઇ ગયા છે.

હિપાટોન

લીવરની ખરાબી વિશ્વભરમાં જોવા મળે છે. લીવર પર સોજો, કમળો, ભૂખ ન લાગવી, લીવર કેન્સર આ તમામ સમસ્યાઓમાં હિપાટોન જોરદાર અસર કરે છે. હિપાટોનની કોઇ આડઅસર નથી.

નીરાડીન

આધુનિક આયુર્વેદમાંથી તૈયાર કરાયેલી આ ઉત્કૃષ્ઠ દવા છે. મગજનો તનાવ, શારીરિક થાક, હાઇ તથા લો બ્લડપ્રેશર વગેરે માં ડો. શુકલા નિર્મિત નીરાડીલ દવા સંતોષકારક પરિણામ આપે છે. ઉપરાંત યાદશકિત વધારતી આ નિર્દોષ દવા છે, જે આડઅસર વગર કામ કરે છે અને આ દવા કાયમ લેવી પડતી નથી.

વાયરોજિત

ડો. શુકલા નિર્મિત વાયરોજિત દવા એન્ટી વાયરલ છે અને પ્રતિકારશકિત વધારવાનું કામ કરે છે. તાજેતરની વાયરલ મહામારીમાં વાયરોજિત રામબાણ સાબિત થઇ ચુકી છે. વૈજ્ઞાનિક ઢબે સંયોજનથી સર્જાયેલી આ દવા પ્રતિકારશકિતને વેગ આપીને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.

વાયરોજીત અહીં ઉપલબ્ધ છે : અન્ય દવાઓ ટૂંક સમયમાં આ સ્થળોએ મળતી થશે

વિકાસ મેડીકલ સ્ટોર

એસ્ટ્રોન ચોક, રાજકોટ.

(પૂછપરછ આવકાર્ય : મો. ૯૮૭૯૬ ૦૮૦૦૮)

યશ મેડીકલ સ્ટોર

મોટી ટાંકી ચોક, રાજકોટ.

ગાયત્રી મેડીકલ સ્ટોર

વિદ્યાનગર મેઇન રોડ, માઇ મંદિર સામે, રાજકોટ.

ડો. મુકેશ શુકલાનો સંપર્ક

ઇ-મેઇલ : ayushibiotechmh@gmail.com

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(11:21 am IST)