Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

હેલ્થ બાદ હવે દરેક પ્રોપર્ટીને મળશે યુનિક આઈડી

પ્રોપર્ટીની લે-વેચમાં થતી છેતરપીંડી રોકવા સરકારનો નિર્ણય : જમીન-મકાનના તમામ વ્યવહારો ઉપર સરકારની નજર રહેશેઃ ૧૭ આંકડાનો હશે યુનિક આઈડી

નવી દિલ્હી, તા. ૨૦ :. જમીન-મકાન સહિતની પ્રોપર્ટીની લે-વેચમાં થતા ફ્રોડ અને બેનામી વ્યવહારો રોકવા માટે આખરે કેન્દ્ર સરકારે કમર કસી છે. કેન્દ્ર સરકારે દેશભરની તમામ જમીન અને પ્રોપર્ટીને એક યુનિક આઈડી આપવાનો નિર્ણય લીધો છે.

દેશની દરેક વ્યકિતને હેલ્થ આઈડી આપ્યા બાદ હવે સરકારે પ્રોપર્ટીની લે-વેચમાં થતી ગેરરીતિ રોકવા અને એ વ્યવહારને પારદર્શી બનાવવા માટે ૨૦૨૩ સુધીમાં તમામ લેન્ડરેકોર્ડનું ડીજીપ્લાઈઝેશન કરવાનો નિર્ણય લીધો છે.

દેશભરની તમામ સંપત્તિને ૧૭ આંકડાનો એક યુનિક આઈડી આપવાનો નિર્ણય લીધો છે. સરકારે તેને 'માતૃભૂમિ' યોજના એવુ નામ આપવાનુ નક્કી કર્યુ છે.

કેન્દ્ર સરકારે જમીન-મકાનને યુનિક આઈડી આપવાના પાયલટ પ્રોજેકટને સફળતાપૂર્વક અમલી બનાવી દીધા પછી હવે આગળ વધવા નિર્ણય લીધો છે.

એક વખત દરેક પ્રોપર્ટીને યુનિક આઈડી અપાય જાય પછી સરકાર તમામ પ્રકારના માર્કેટ પ્રાઈસ મુજબ થતા જમીન મકાનના તમામ સોદાઓ ઉપર નજર રાખી શકશે એટલુ જ નહિ બે પક્ષકારો વચ્ચે પેમેન્ટ કયા પ્રકારે થયુ છે તે વિગત પણ સરકાર તપાસી શકશે.

યુનિક આઈડી નંબર પરથી જાણી શકાશે કે કોઈ વ્યકિતને સંપત્તિ ખરીદવા ઈચ્છે છે તે રહેણાંક, ખેતી લાયક કે બીજા ઉપયોગ માટેની છે.

 આ યોજનાનો હેતુ છેતરપીંડીથી લોકોને બચાવવાનો છે.યુનિક આઈડી કદાચ ૧૭ આંકડાનું હશે.

(3:17 pm IST)